હિન્દ ન્યૂઝ, દિયોદર ગૌ ભક્ત ધનેશ્વરભાઈ શાસ્ત્રીના વ્યાસસ્થાને શ્રી દેવી ભાગવત પુરાણ કથા શ્રવણનો ધર્મપ્રેમી લોકોએ લાભ લીધો દિયોદર ખાતે ગજાનન ગૌસેવા આશ્રમમા શ્રી દેવી ભાગવત પુરાણ કથાનો પ્રારંભ ગત તારીખ ૦૭ જાન્યુઆરી ના રોજ થયો હતો. પ્રથમ દિવસે લુદ્રા ગામથી થી દિયોદર ગજાનન ગૌશાળા સુધી પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોથીયાત્રામાં મોટી સંખ્યામાં ગૌ ભક્તો અને ધર્મ પ્રેમી લોકો જોડાયા હતા. દિયોદર ખાતે આવેલ ગજાનન ગૌશાળામાં તા.૭ મી જાન્યુઆરી થી ૧૫ જાન્યુઆરી ના સમય માં દેવી ભાગવત પુરાણ કથા નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેની આજ પુર્ણાહુતી…
Read MoreDay: January 15, 2021
મકરસંક્રાંતિના ના મહાન પર્વના દિવસે હોટલ ડેઝર્ટ ખાતે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધી સંગ્રહ માટે થરાદ જિલ્લાની બેઠક યોજાઇ
હિન્દ ન્યૂઝ, થરાદ શ્રીરામ ભગવાનનું અયોધ્યા ખાતે એક રાષ્ટ્ર મંદિર બનવા જઈ રહ્યું છે, ત્યારે ભારત દેશમાં વિવિધ જગ્યા ઉપર રામ જન્મભૂમિ મંદિર નિર્માણની નિધિ સંગ્રહ માટે અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારે આજે થરાદમાં મકરસંક્રાતિના મહાન પર્વ દિવસ નિમિત્તે થરાદ ખાતે આવેલી હોટલ ડેઝર્ટ માં થરાદ જિલ્લાની બેઠક યોજવામાં આવી હતી. જેમાં મકરસંક્રાતિના દિવસે સાધુ, મહંતો, સંતાનોની હાજરીમાં શ્રીરામના મંદિરના નિર્માણ નિધી સંગ્રહ માટે બેઠકમાં થરાદ તાલુકાના ચારડા ગામના રામ લખનદાસ બાપુ, ઢીમા ના મંહત શ્રી જાનકીદાસ બાપુ અને રણુજા મંદિરના ગાદીપતિ એવા આનંદસિહ તુવર બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા…
Read Moreધનસુરાના ૧૫ ગામડાના ૧૮૮૩ ખેડૂતોને દિવસે વીજળી મળશે – શ્રીમતિ રમીલાબેન બારા
અરવલ્લી જિલ્લાના ધનસુરાના “સાંસ્કૃતિક હૉલ” જે. એસ. મહેતા હાઇસ્કૂલ ખાતેથી આજથી કિસાન સૂર્યોદય યોજનાનો રાજ્યસભાના સાંસદ શ્રીમતિ રમીલાબેન બારા દ્વારા શુભારંભ કરાયો. હિન્દ ન્યૂઝ, અરવલ્લી અરવલ્લી જિલ્લાના ધનસુરાના “સાંસ્કૃતિક હૉલ” જે.એસ.મહેતા હાઇસ્કૂલ ખાતેથી રાજ્યસભાના સાંસદ શ્રીમતિ રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં કિસાન સૂર્યોદય યોજનાને ખુલ્લી મુકવામાં આવી હતી. જેનાથી ધનસુરાના ૧૫ ગામના ખેડૂતોને દિવસે વીજળીનો લાભ મળતો થશે. રાજ્યસભાના સાંસદ શ્રીમતિ રમીલાબેન બારાએ ખેડૂતોને સંબોધન કરતાં જણાવ્યું કે, ધનસુરાના ૧૫ ગામડાના ૧૮૮૩ ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે.આપણાં માનનીય વડાપ્રધાનએ ૨૪ ઓક્ટોમ્બર ૨૦૨૦ના રોજ કિસાન સૂર્યોદય યોજનાનું ઇ-લોકાર્પણ કરીને ૩ જિલ્લાઓમાં ખેડૂતોને દિવસે…
Read More90-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ની ગીર સોમનાથ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક સાથે ડિસ્ટ્રીકટ પોલીસ કમ્પ્લેઈન ઓથોરીટી ની પોલીસ ફરિયાદો બાબતે મિટિંગ નું આયોજન કરેલ
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ 90-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ની ડિસ્ટ્રિક્ટ પોલીસ કમ્પ્લેઈન ઓથોરીટી ની બેઠકમાં નિમણૂક થયા બાદ કોરોના જેવી મહામારી ના કારણે મિટિંગ યોજાયેલ ન હતી અને ધારાસભ્ય ની રજૂઆત ના અંતે આજરોજ તા.15-01-2021 ને શુક્રવાર ના રોજ વેરાવળ ખાતે નાયબ પોલીસ અધિક્ષક ની કચેરી માં રાખવામા આવેલ હતી અને જે મિટિંગ માં ડી.વાય.એસ.પી. કક્ષા થી નીચેના પોલીસ અધિકારી તથા કર્મચારી વિરુધ્ધ માં મળતી ફરિયાદો ની તપાસ માટે આ મિટિંગ યોજાયેલ હોય. જેમાં કુલ ચાર ફરિયાદો આવેલ હતી. જેના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી. જે…
Read Moreદિયોદર ખાતે ‘તું કેમ મારા પિતા ને અપશબ્દ બોલે છે, તેમ કહી ત્રણ લોકો પર હીંચકારો હુમલો, સારવાર અર્થ હોસ્પિટલ ખસેડાયા
હિન્દ ન્યુઝ, દિયોદર દિયોદર શિહોરી ત્રણ રસ્તા પર તું કેમ મારા પિતા ને ગાળો બોલે છે. તેમ કહી ત્રણ લોકો પર હુમલો કરતા ઇજા ગ્રસ્ત 3 લોકો ને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જે અંગે દિયોદર પોલીસ મથક ખાતે 4 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર આયોધ્યા નગર સોસાયટી ખાતે રહેતા અનિલ રાઠોડ ઉતરાયણ ના દિવસે શિહોરી ત્રણ રસ્તા પર પોતાનું એક્ટિવા લઈ પસાર થઈ રહ્યા હતા, તે સમય દિયોદર ખાતે રહેતા જગદીશભાઈ માનસુંગભાઈ ઠાકોર, ગોવિંદભાઈ માનસુંગભાઈ ઠાકોર, માનસુંગભાઈ રમાજી ઠાકોર ત્રણ ઈસમો હાથ માં…
Read Moreઈણાજ વેકસીન સ્ટોર માંથી રસીકરણ કેન્દ્ર ખાતે વેકસીન લઈ જતા વાહનને લીલીઝંડી આપતા કલેકટર અજયપ્રકાશ
સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે કોવિડશિલ્ડ વેકસીનના ૨૦૦ અને ડોળાસા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૫૦ ડોઝ રવાના હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ તા.૧૫, કોરોનાને હરાવવા દેશમાં કોરોના પ્રતિરોધક રસી કોવિડશિલ્ડ આવવાની સાથે તા.૧૬ જાન્યુઆરીથી કોરોના વોરિર્યસ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવશે. દેશની સાથો સાથ આવતીકાલે ગુજરાત સહિત ગીર સોમનાથ જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓને કોવિડશિલ્ડ વેકસીન આપવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લામાં કોવિડશિલ્ડનો ૭૪૮૦ ડોઝનો જથ્થો આવી પહોચ્યો છે. જિલ્લા પંચાયત ઈણાજ ખાતે વેકસીન સ્ટોરેજ સ્ટોરમાં રાખવામાં આવેલ છે. ત્યાંથી જિલ્લામાં મોકલવામાં આવશે. વેકસીનના ડોઝ લઈ જતા વાહનને આજે કલેકટર અજયપ્રકાશ અને જિલ્લા વિકાસ અધિકારી…
Read Moreનખત્રાણા નાયબ કલેકટર કચેરી એ આવેદન પત્ર આપવા માં આવ્યું
હિન્દ ન્યુઝ, કચ્છ તા. 15.01.2021 ના રોજ નખત્રાણા નાયબ કલેકટર કચેરી એ આવેદન પત્ર આપવા માં આવ્યું. જેમાં પાવરગ્રીડ દ્વારા બેરું ગામ ના સીમાડા માં આડેધણ વીજલાઇન નો કામ કરવા માં આવેલ છે. જે કોઈપણ ગ્રામજનો ને જાન કર્યા વિના નો ધાકધમકી વાળું કૃત્ય છે. અને સાથે દેશલપર ગુતલી માં મોર નું રહેણાંક હોવા છતાં ત્યાં વીજલાઈનો કાઢવા માં આવે છે. એના લીધે રાષ્ટ્રીય પક્ષી મોર ના મૃત્યુ થઈ રહ્યા છે. તો આ લાઈન ને પણ અહીં થી ખસેડી અને આ વિસ્તાર ને આ કામ માટે અનામત રાખવા માં આવે…
Read Moreડુંગરાસણ પરણિત મહિલા ના હત્યા કેસ માં પોલીસ ને સફળતા મળી
હિન્દ ન્યુઝ, દિયોદર કાંકરેજ ના ડુંગરાસણ ગામ ની 10 દિવસ થી ગુમ મહિલા ની લાશ મંગળવારે દિયોદર ના ગોદા પાસે પસાર થતી નર્મદા ની મુખ્ય કેનાલ ના સાયફન માં કોથળા માં ઈંટોમાં બાંધેલી હાલત માં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં પોલીસે એલ.સી.બી. ની મદદ લઇ બે આરોપી ને ઝડપી પાડી જેલ ના સળિયા પાછળ ધકેલી દીધી છે. કાંકરેજ તાલુકા ના ડુંગરાસણ ગામે રહેતી પરણિત મહિલા પૂજા ઠાકોર ની હત્યા કરેલ લાશ દિયોદર તાલુકા ના ગોદા મેસરા નર્મદા કેનાલ માંથી મળી આવી હતી. જે બાબતે દિયોદર પોલીસ મથક…
Read Moreઅમરેલી જિલ્લા નાં ધારી ખાતે ગીર પૂર્વ ની પાણિયા રેન્જના મોણવેલ ગામે મહિલા પર દીપડા નો હુમલો
હિન્દ ન્યુઝ, અમરેલી સવારે છ વાગ્યે કુદરતી હાજતે મહિલા ગઈ હોય એ દરમિયાન કરિયો દીપડા એ હુમલો મહિલા ને પ્રથમ ધારી સરકારી દવાખાને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ મા ખસેડવામાં આવેલ ઘટના ની જાણ ગામ લોકો દ્વારા વનવિભાગ ને કરતા હજી સુધી કોઈ પોહ્ચ્યું નથી રિપોર્ટર : સંજય વાળા, ધારી
Read Moreમાંડવી નાં મંદિરમાંથી એક કિલોની ચાંદીની મૂર્તિ ચોરાઈ
હિન્દ ન્યૂઝ, કચ્છ માંડવીનાં જોગીવાસ ખાતેના ખેતરપાળ દાદાના મંદિરમાંથી કોઈ તસ્કરો રૂ.20,000ની કિંમતની ચાંદીની 1 કિલો વજન ની મૂર્તિ ચોરી ગયા હતા. આ મંદિરની સેવા પૂજા કરતા પુજારીએ આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ બપોરે 4:00 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા દરમિયાન બન્યાની વિગતો ફરિયાદ નોંધાવી છે. આ બનાવ બાબતે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર : શંકર મહેશ્વરી, કચ્છ
Read More