ધારીના ફોજદાર અને કોન્સ્ટેબલ નું રૅન્ઝ આઈ.જી. ના વરદ હસ્તે બહુમાન કરી સન્માન પત્ર એનાયત

હિન્દ ન્યુઝ, ધારી ધારીના ફૉજદાર વાઘેલા અને કોન્સ્ટેબલ આદિત્યભાઈ બાબરીયાનુ રૅન્ઝ આઈ.જી. અશોકકુમાર યાદવ ના વરદ હસ્તે બહુમાન કરી સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું. કારણ કે ગત થોડા દિવસો અગાઉ અસ્થિર મગજની હરિયાણાની મહિલાનું પરિવાર સાથે મિલન કરવામાં આવ્યું તેથી આ બંને નું સન્માન કરવામાં આવ્યું. રિપોર્ટર : સંજય વાળા, ધારી

Read More

પરખ સંસ્થા સંચાલિત અરવલ્લી ચાઈલ્ડ હેલ્પ લાઈન ૧૦૯૮ દ્વારા મોડાસા શહેર માં સ્થળાંતરીત શ્રમિકોના બાળકો ને શિયાળા ની ઋતુ માં તલ – ચીકી નું વિતરણ કરવામાં આવ્યુ

હિન્દ ન્યુઝ, મોડાસા U.G.V.C.L અરવલ્લી દ્વારા કિસાન સૂર્યોદય યોજના કાર્યક્રમ હેઠળ બાળકો માટે તા. ૦૮/૦૧/૨૦૨૧ ના રોજ તલ-ચીકી નું વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માં U.G.V.C.L દ્વારા અરવલ્લી ચાઈલ્ડ હેલ્પ લાઈન ૧૦૯૮ ને ૧૦ બોક્સ ચીક્કી આપવામાં આવી. અરવલ્લી ચાઈલ્ડ લાઈન ટીમ દ્વારા મોડાસા શહેર ના મેઘરજ ચોકડી, ઓધારી તળાવ, શાસ્ત્રીનગર, ડુગરવાડા બાય-પાસ રોડ ઉપર અન્ય જીલ્લા માંથી આવેલા સ્થળાંતરીત શ્રમિકો જેઓ પોતાના પરિવાર સાથે આ વિસ્તાર માં રહે છે. અત્યારે સ્કૂલો બંધ હોવા થી શ્રમિક પરિવારો બાળકો ને સાથે લઈને કામ માટે મોડાસા શહેર ના આ વિસ્તારો…

Read More

ગીરસોમનાથ જીલ્લા બી.એ.સ.પી ની તાલાલા વિધાનસભા ની મિટિંગ યોજાઇ

ગીરસોમનાથ આજરોજ ગીરસોમનાથ જીલ્લા ખાતે બી.એ.સ.પી ની તાલાલા વિધાનસભા ની મિટિંગ મળી તેમા જીલ્લાના પદાધિકારીઓ હાજર હતા. જેમાં પ્રદેશ સચિવ ડોક્ટર જયંતિભાઇ માકડીયા, જીલ્લા પ્રમુખ હમીરભાઇ, લોકસભા પ્રભારી જેઠાભાઇ ગોવિંદભાઇ ચાવડા, પ્રવિણભાઇ ચાવડા (ફૌજી), માનસીહભાઇ ચાવડા, ડો.નરેન્દ્ર જાદવ, કિશનભાઇ બામણીયા, કરશનભાઇ બામણીયા,દેવસીભાઇ સોલંકી, હરિભાઇ સોદરવા વગેરે બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહેલ અને તાલુકા જીલ્લા પંચાયત ના ઉમેદવાર ના માંગણી ફોર્મ ભરેલ અને તમામ કાર્યકર્તા ઓ ને પોતાની ફિલ્ડમાં કામગીરી સોપેલ અને આવતા સમયમાં ગીરસોમનાથ મા બીએસપી સત્તા હાસલ કરશે અને આવતી કાલે કોડીનાર વિધાનસભા ની મુલાકાત કરવામાં આવશે અને ત્યાં…

Read More

દ્વારકા મથુરાભવન ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દ્વારકા ઉપખંડ બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામખંભાળિયા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દ્વારકા ઉપખંડ બેઠક દ્વારકા મથુરાભવન માં રાખવામાં આવી હતી. આવતી ૧૫/૧/૨૦૨૧ શ્રીરામ મંદિર નિર્માણ કાર્ય અયોધ્યા તિર્થ ક્ષેત્ર નિધિ સમર્પણ મહાઅભિયાન શરૂ કરવામાં આવશે. તેમની પુર્ણ તૈયારી માટે આજ બેઠક મા આર.એસ.એસ. વિહિપ, બજરંગદળ, ભાજપ શહેર સંગઠન તથા દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારકા નગરપાલિકાના પુર્વ પ્રમુખ જીતેશભા માણેક દ્વારકા નગરપાલિકાના સભ્યો તથા દ્વારકા બહ્મ સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતાં. રિપોર્ટર : જયરાજ માખેચા, જામખંભાળિયા

Read More

શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ,ખંભાળિયા દ્વારા સલાયામાં રહેતા ઝૂંપડપટ્ટી માં રહેતા લોકો ને ધાબળા વિતરણ

હિન્દ ન્યુઝ, જામ ખંભાળિયા શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ,ખંભાળિયા દ્વારા શિયાળા મા ગરીબો ને ધાબળા વિતરણ કરવામાં આવ્યું. હાલ તુરત ૫૦૦ ધાબળા ની સહાય આપવા નુ કાર્ય શરૂ થઈ ગયુ છે. જે પૈકી ૧૫૦ થી ૨૦૦ ધાબળા નું વિતરણ સલાયામાં ઝૂંપડપટ્ટી માં રહેતા તેમજ આસપાસ ના વિસ્તારમાં ગરીબી પરિસ્થિતિમાં જીવતા લોકો માટે સેવા શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ ના પાયાના પથ્થર જેવા કાર્યકર વિનોદભાઈ પંચમતિયા , મનુભાઈ કાનાણી, નિખિલભાઈ કાનાણી, સલાયા ના સેવાભાવી અને કાર્યકર એવા પરેશભાઈ કાનાણી તેમજ તેમની ટીમ દ્વારા ખૂબ જ સુંદર આયોજન સલાયામાં રહેતા ઝૂંપડપટ્ટી માં…

Read More

ધારીની બજારમાં દિપડાની બિંદાસ લટ્ટાર સી.સી.ટીવીમાં કેદ

હિન્દ ન્યુઝ, ધારી પ્રેમવતી પાસે યોગીઘાટ પરથી દોટ મૂકી નતાળીયા નદીનો પુલ ફલાંગયો ગીરના જંગલ કાંઠે આવેલ ધારી શહેરમાં જંગલી હિંસક પ્રાણીઓની લટ્ટાર સામાન્ય બની ગઈ છે જેનું પ્રમાણ છે. પ્રેમવતીના સી.સી.ટીવીમાં કેદ દિપડાનું કેપ્ચર.   નતાળીયા નદીના કાંઠે જૂના ટોકીઝ સ્થળે આવેલ બી.એ.પી.એસ.સ્વામીનારાયણ મંદિરના રેસ્ટોરન્ટ પ્રેમવતી પર લાગેલ સી.સી.ટી.વી.ફુટેજમાં એક દિપડો કેપ્ચર થયો છે. લગભગ રાત્રીના ૯ઃ૦૦ કલાકે યોગીજીઘાટ પરથી દોટ મૂકીને નતાળીયા નદીનો પુલ ફલાંગતો દિપડો કેમેરામાં જકડાઈ ગયો હતો. બરોબર એજ સમયે પસાર થતી કાર અંદર બેઠેલા મુસાફરો પણ અવાચક બની ગયા હતા. રિપોર્ટર : સંજય વાળા,…

Read More

થરાદ તાલુકાના મોરથલ ગામમાં રકતદાન શિબિર નો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, મોરથલ થરાદ તાલુકાના મોરથલ ગામમાં આજે તા.10/01/2021 ના રોજ રકતદાન શિબિર નો કાર્યક્રમ ઉજવામાં આવ્યો હતો. મોરથલ ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા રકતદાન કરવામાં આવ્યો હતો. મોરથલ ગામના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રકતદાન કરીને પુણ્યનુ કામ કર્યુ હતું. રિપોર્ટર : વિક્રમ પ્રજાપતિ, મોરથલ

Read More

બોડેલી ખાતે યોજાનારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના કાર્યક્રમને અનુલક્ષીને કરવામાં આવી રહેલી તડામાર તૈયારી

હિન્દ ન્યુઝ, બોડેલી આગામી તા. ૧૧મી, જાન્યુઆરીના રોજ છોટાઉદેપુર જિલ્લામાં આવેલા બોડેલી ખાતેની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાનાર લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આગામી તા. ૧૧મી, જાન્યુઆરીના છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ઉપસ્થિત રહી રૂા. ૧૫૪.૭૯ કરોડની ત્રણ પાણી પુરવઠા યોજનાઓ, રૂા. ૧૦.૮૨ કરોડના માધ્યમિક શાળાના મકાનો તથા ૪૮.૬૯ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સખી સ્ટોપ સેન્ટરના નવા બિલ્ડીંગનું લોકાર્પણ મળી રૂા. ૧૬૬.૦૭ કરોડના કામોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત તેઓ આગામી સમયમાં…

Read More

આણંદ નગરપાલિકાના વોર્ડ નં ૧૩ ના કાઉન્સિલર તથા ભારતીય જનતા પાર્ટી ના હોદેદારો એ નિયમોને મુક્યા નેવે

હિન્દ ન્યૂઝ, નડિયાદ આણંદ શહેર ભારતીય જનતા પાર્ટીના સંગઠનના વોર્ડ નં.૧૩ ની પેજ સમિતીની બેઠકનું આયોજન કર્યું‌ હતું. જેમાં યોગેશભાઈ પટેલ બાપજી (આણંદ જીલ્લા ઉપપ્રમુખ), ઇન્દ્રજીતભાઈ પટેલ (આણંદ શહેર ઇન્ચાર્જ), માયુરભાઈ પટેલ (આણંદ શહેર ભાજપ પ્રમુખ), યોગેશભાઈ ચાવડા (આણંદ શહેર ભાજપ ઉપપ્રમુખ) તથા માજી કાઉન્સીલર વોર્ડ નં.૧૩ ના સુમિત્રાબેન પઢીયાર, છાયાબા ઝાલા તથા વૉર્ડ નં.૧૩ ના પેજપ્રમુખ, સમિતીના સભ્યો તથા જયરાજભાઈ પટેલ, સમીર પટેલ, વિરેન્દ્ર પટેલ, નવીનચંદ્ર પટેલ (જીટોડીયા રોડ), રમણભાઈ સોલંકી (એકતા નગર), તારાબેન ચાવડા (મો.કુઈ), રમેશભાઈ હિમ્મતભાઈ ચાવડા તમામ હોદેદારો એ મા. મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી ના નિયમોને…

Read More

શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ રાહ ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, થરાદ અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરનું નિર્માણ કાર્ય આરંભી દેવાયું હોઈ ભગવાન શ્રીરામના ભક્તો મંદિર બનાવવાના સ્વપ્ન સાથે પૂરજોશમાં કામગીરી આરંભી દેવામાં આવી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના રાહ ગામ ખાતે શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ અંતર્ગત કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. થરાદના રાહ ખાતે તારીખ ૯/૧/૨૦૨૧ ના રોજ સવારના ૧૧ વાગ્યે કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. જેમાં સૌપ્રથમ બાઈક રેલી બાદ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમમાં શુભારંભ થયો હોઈ ચાંગડાથી ગોવિંદભારથી ગોસ્વામી, લખાપુરાથી દયાળપુરી ગોસ્વામી, કારસેવક દેલનકોટથી થાનાભાઈ રામદાનજી પટેલ સહિત બહોળી સંખ્યામાં શ્રીરામ ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન શ્રીરામના મંદિરના…

Read More