મહુવા ના ઉદ્યોગ નગર પાસે આવેલ મિલ ની ચાલી પાસે એકાએક ભંગાર ના ડેલા મા આગ

હિન્દ ન્યૂઝ, મહુવા     મહુવા ના ઉદ્યોગ નગર પાસે આવેલ મિલ ની ચાલી પાસે એકા એક ભંગાર ના ડેલા મા આગ લાગી જવા પામી હતી. જે જોત જોતામાં ભીષણ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં આવેલ બીજા ભંગાર ના ડેલા મા આગ લાગી જવા પામી હતી. જેના લીધે આજુબાજુના વિસ્તાર મા ત્રણ થી ચાર કારખાનામાં આગ પ્રસરી હતી. જેના લીધે ફાયર બ્રિગેડ ને જાણ કરવા માં આવી. જાણ થતાં પ્રાંત અધિકારી અને ફાયર બ્રિગેડ નો સ્ટાફ પણ ત્યાં ઘટના સ્થળે દોડી આવ્યા. મહુવા માં ત્રણ ફાયર ફાઇટર હોવા છતાં ડ્રેનેજ લાઇન…

Read More

માંગરોળ તાલુકાની 5 જિલ્લા અને 24 તાલુકા પંચાયત માટે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 65 ટકા મતદાન થયું

ઝંખવાવ ખાતે એક EVM ખોટકાઈ જવાનો બનાવ બન્યો માંગરોળ સ્ટ્રોંગ રૂમ ખાતે અનામત રખાયેલા EVM મશીનો લાવવામાં આવતાં કોંગી ઉમેદવારે દર્શનભાઈ નાયક મારફતે જિલ્લા ચૂંટણી અધિકારીને રજુઆત કરતાં અન્ય ઇમારતમાં આ EVM મશીનો લઈ જવાયા હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)    આજે તારીખ 28 મી ફેબ્રુઆરીનાં રોજ માંગરોળ તાલુકાની પાંચ જિલ્લા પંચાયત અને ચોવીસ તાલુકા પંચાયત માટે સવારે સાત વાગ્યાથી તાલુકાનાં 161 મતદાન મથકો ઉપર મતદાન શરૂ થઈ ગયું હતું. બોપોરે એક વાગ્યા સુધીમાં સરેરાશ 39.30 ટકા મતદાન થયું હતું. જો કે સાંજે પાંચ વાગ્યા સુધીમાં આ ટકા વાળી વધીને 65…

Read More

માંગરોળ તાલુકાના હથોડા ખાતે સૌ પ્રથમ વખત રેકોર્ડ બ્રેક મતદાન

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)      આજે સ્થાનીક સ્વરાજયની ચૂંટણી માટે મતદાન થયું છે. જેમાં સુરત જિલ્લાની માંગરોળ તાલુકાની 5 અને તાલુકા પંચાયતની માંગરોળ તાલુકાની 24 બેઠકો ઉપર મતદાન થઈ ગયું છે. આ બેઠકોનાં તમામ ઉમેદવારોએ પોતાનાં જીતના દાવા સાથે દાવેદારી કરી રહ્યા છે. માંગરોળ તાલુકાની પીપોદરા જીલ્લા પંચાયત બેઠકમાં હથોડા તાલુકા પંચાયતની બેઠક આવે છે. આ બેઠક છેલ્લા ત્રણ દાયકાથી કોંગ્રેસે સાચવી રાખી છે. હથોડા તાલુકા પંચાયત બેઠકમાં હથોડા, કઠવાડા, મહુવેજ, પાણેથા ગામોનો સમાવેશ થાય છે. જેમાં મુખ્ય ભુમિકા હથોડા ગામના મતદારોની રહે છે. હાલની ચૂંટણીમાં તાલુકા પંચાયત હથોડા…

Read More

દિયોદર ફૂટબોલ કલબ ની ટીમ રાષ્ટ્રીય ફૂટબોલ અન્ડર સેવનટી ચેમ્પિયનશીપ ગોવા ખાતે કેરલા સામે ફાઇનલ રમી

હિન્દ ન્યૂઝ, દિયોદર નૅશનલ યુથ ફૂટબોલ ચેમ્પિયનશીપ 2021 ગોવા ખાતે યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય ફૂટબોલ અંડર સેવનટીન ચૅમ્પિયનસિપ મા વિવિધ રાજ્યોની ટીમોએ, ભાગ લીધો હતો. જેમાં ગોવા ખાતે ગુજરાત લેવલે બનાસકાંઠા ના દિયોદર ના ખેલાડીઓ ભાગ લીધો હતો. રમત ક્ષેત્રે જિલ્લાના દિયોદર ના ખેલાડીઓ ભાગ લઇ ફૂટબોલ ક્ષેત્રે નામના મેળવ્યું છે, ત્યારે ગોવા ખાતે રમાયેલી અન્ડર સેવનટીન ફૂટબોલ ચેમ્પિયનશીપ મા દિયોદર ની ટીમે તારીખ ૨૦થી૨૬ ફેબ્રુઆરી દરમિયાન વિવિધ રાજ્યો ની ફૂટબોલ ટીમો સામે રમ્યા હતા. જેમાં પ્રથમ રાઉંડ મા ગોવા V/S દિયોદર ગુજરાત ટીમ મેચ રમાઇ હતી. જેમાં ગોવા સામે…

Read More

ગીર સોમનાથ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલીકાની ચૂંટણીની મતગણતરી તા.૨ માર્ચના રોજ કરાશે

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ તા. -૨૩, સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલીકાની ચૂંટણીનું તા.૨૮ ના રોજ મતદાન થયું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની શાંતિપુર્ણ માહોલમાં યોજાઈ હતી. ત્યારબાદ જિલ્લામાં તા.૨ માર્ચના રોજ કુલ ૧૧ સ્થળોએ મતગણતરી કરવામાં આવશે. વેરાવળ તાલુકા પંચાયતની ચૂંટણીનું મતગણતરી સ્થળ શ્રીમતી મણીબેન કોટક હાઈસ્કુલ વેરાવળ, વેરાવળ પાટણ નગરપાલીકાનું મતગણતરી સ્થળ ચોકસી કોલેજ વેરાવળ, તાલાળા તાલુકા પંચાયતની ચૂંટણીનું મતગણતરી સ્થળ શ્રી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ, બોરવાવ ફાટકની બાજુમાં તાલાળા-સાસણ રોડ, તાલાળા, તાલાળા…

Read More

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને 2021 લઈને આજ રોજ

હિન્દ ન્યૂઝ, હિંમતનગર સાબરકાંઠા જિલ્લા હિંમતનગર તાલુકામાં આવેલ પાણપુર મતદાન મથક પ્રાથમિક શાળામાં આજરોજ મતદાન ચાલી રહ્યું છે ત્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વોટ ગણતરી સવારથી લઈને 11 વાગ્યા સુધી ટોટલ 231 મતદાન પાણપુર વિસ્તારમાં થયું છે. રિપોર્ટર : શાહબુદ્દીન શિરોયા, હિંમતનગર

Read More

ખેડા જિલ્લામાં શાંતિપુર્ણ માહોલમાં મતદાન યોજાયુ

હિન્દ ન્યૂઝ, નડિયાદ                               ખેડા જિલ્લામાં સમાવિષ્ટ (નડિયાદ, કપડવંજ, કણજરી, કઠલાલ, ઠાસરા) નગરપાલિકા તેમજ (નડિયાદ, માતર, ખેડા, મહેમદાવાદ, મહુધા, ઠાસરા, ગળતેશ્વર, વસો) તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓમાં તા.૨૮/૨/૨૦૨૧ના રોજ રવિવારે સવારના ૭:૦૦ કલાકથી સાંજના ૬:૦૦ કલાક સુધી મતદાન યોજાનાર છે.                              આજે સવારે ૭:૦૦ કલાકથી ચુંટણી પ્રક્રિયા શરુ થઈ ગઇ છે અને શાતિપુર્ણ માહોલમાં મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. યુવા મતદારોએ ઉત્સાહભેર…

Read More

માંગરોળ તાલુકાનાં પાતલ ગામમાં મારૂતિવેન અને ટ્રેકટર સાથે થયેલો અકસ્માત……

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) માંગરોળ તાલુકાનાં મોસાલી ગામની નવીનગરી ખાતે રહેતાં ઈમ્તિયાઝભાઈ પાંચભાયા મારૂતિવેન લઈને પાતલ થી મોસાલી આવી રહ્યા હતા, ત્યારે એમને અકસ્માત થવા પામ્યો છે. પાતાલ થી મોસાલી આવતાં પાતલ નજીક ટ્રેકટર સાથે વેનનો અકસ્માત સર્જાયો હતો. મારૂતિવેન ચાલક ઈમ્તિયાઝભાઈ પાંચભાયાને ઇજા થતાં બારડોલી સારવાર માટે 108 ની મદદથી લઈ જઈ દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતને પગલે મારૂતિવેનનો કચ્ચરઘાણ વળી જતાં વેનને વ્યાપક નુકશાન થવા પામ્યું છે. રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Read More

માંગરોળ તાલુકાનાં કુલ 161 મતદાન કેન્દ્રો ઉપર બોપોરે એક વાગ્યા સુધીમાં 39.30 ટકા થયેલ સરેરાશ મતદાન

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) માંગરોળ તાલુકાનાં કુલ 161 બુથો ઉપર બોપોરે 1:00 વાગ્યા સુધીમાં સરેરાશ 39.30 ટકા મતદાન થયું છે. જિલ્લા અને તાલુકા પંચાયત માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. માંગરોળ તાલુકાની જિલ્લા પંચાયતની 5 અને તાલુકા પંચાયતની 24 બેઠકો માટે મતદાન થઈ રહયું છે. 161 મતદાન કેન્દ્રો ઉપર સવાર થી શાંતિ રીતે મતદાન થઈ રહ્યુ છે. કોઈ પણ મતદાન કેન્દ્ર ઉપર કોઈ પણ પ્રકારનો કોઈ બનાવ બનવા પામ્યો નથી. રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Read More

કોડીનારની મંદબુદ્ધિની મહિલાએ કર્યું મતદાન

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ તા.૨૮, કોડીનારની દક્ષિણામુર્તિ સોસાયટીમાં રહેતા અરશીભાઈ કાછેલાની ૩૭ વર્ષીય પુત્રી નીલમે આજે મતદાન કરી રાષ્ટ્રીય પર્વમાં સહભાગી થઈ હતી. મતદાન મથક ગોહિલની ખાણ-૩ માં જિલ્લા પંચાયત ૯ દેવળીના અને તાલુકા પંચાયત ૧૧ કડવાસણના પુરુષ-૬૩૩, મહિલા-૫૬૯ સહિત કુલ ૧૨૦૨ મતદારો નોંધાયેલા છે. આજે સવારે આ મતદાન મથકે નીલમબેને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. હરશીભાઈએ જણાવ્યું હતું કે, મારી પુત્રી જન્મથી જ મંદબુદ્ધિ છે. તેમની રાજકોટ શહેરમાં સાત વર્ષ સુધી તબીબી સારવાર કરાવી હતી. મારી પુત્રી દરેક ચુંટણી મતદાન કરી લોકશાહી પર્વમાં જોડાઈ છે.…

Read More