હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) તારીખ 28 મી ફેબ્રુઆરીનાં માંગરોળ તાલુકા પંચાયત ની 24 તેમજ જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે મતદાન થનાર છે.ત્યારે આજે માંગરોળ ખાતે આવેલી એસ.પી.એમ. હાઈસ્કૂલના કમ્પાઉન્ડ તથા અન્ય ઇમારતોમાંથી, તાલુકાનાં 161 બુથો માટે પ્રેસાઇડિંગ, આસિસ્ટન્ટ પ્રેસાઇડિંગ, પોલીંગસ્ટાફ તથા અન્ય સ્ટાફ મળી કુલ 966નાં સ્ટાફને જમાડી દરેક બુથ ઉપર વિવિધ સામગ્રી સાથે જે તે રૂટ ની બસ રવાના કરવામાં આવી હતી અને 96 સ્ટાફ રિઝર્વ રાખવામાં આવ્યો છે. આમ કુલ 1062 સ્ટાફની ગોઠવણ કરવામાં આવેલ છે. આ અંગેનું ખુબ સુંદર આયોજન જિલ્લા ચૂંટણી અધિકારી એ.જી.ગામીત, ડી.કે.વસાવા, દિનેશ ભાઈ…
Read MoreDay: February 27, 2021
માંગરોળના રિસીવિંગ સેન્ટર તથા મતગણતરી સેન્ટરની મુલાકાત લેતા રાજ્ય ચૂંટણી આયોગનાં નોડલ અધિકારી અને અધિક કલેક્ટર એસ.ડી.વસાવા
હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) માંગરોળ તાલુકા પંચાયત ની 24 તેમજ જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે મતદાન થનાર છે. ત્યારે માંગરોળ એસ.પી.એમ. હાઈસ્કૂલ ખાતે રિસીવિંગ તથા કાઉનટીંગ સેન્ટરની મુલાકાત આજે રાજ્ય ચૂંટણી આયોગનાં નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર એસ.ડી. વસાવા એ લીધી હતી. એમણે સ્થળનુ નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી.એમની સાથે જિલ્લા ચૂંટણી અધિકારી એ.જી.ગામીત, મામલતદાર ડી.કે.વસાવા, દિનેશભાઈ પટેલ, ગીરીશભાઈ પરમારવગેરે સાથે રહ્યા હતા અને આ અંગે માહિતી આપી હતી. રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)
Read Moreબનાસકાંઠાના જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો, જગતનો તાત ચિંતિત
હિન્દ ન્યૂઝ, લાખણી બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં વહેલી સવારે અહીંયા આકશમાં કાળાડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. વાતાવરણમાં પલટો આવવાને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે જો રાયડો, ઘઉં, વરીયાળી, એરંડા, રાજગરો, સહિતના પાકને ખેડૂતોનાં ઉભા પાક નાશ પામશે અને તેમને નુકશાન પણ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. રિપોર્ટ : પ્રહલાદ ઠાકોર, લાખણી
Read Moreડભોઇ નગર ના રાધે કોમ્પલેક્ષમાં આવેલ ‘બંધન બેન્ક’ માં કોરોના સંબંધિત ગાઈડ લાઈનના ખુલ્લેઆમ ધજાગરા
હિન્દ ન્યૂઝ, ડભોઇ ડભોઇ નગરમાં રાધે કોમ્પ્લેક્ષમાં માઈક્રો ફાઈનાન્સ બેન્કિંગ ક્ષેત્રે સંકળાયેલી ‘બંધન બેન્ક’ આવેલી છે, પરંતુ હાલમાં કોરોનાની મહામારીના કારણે ગુજરાત રાજ્ય સરકારે કોરોના સંબંધિત ગાઈડ લાઈન બહાર પાડી છે અને તે ગાઇડલાઇન મુજબ દરેક બેન્કોએ પણ સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવાનું, કર્મચારી અને ગ્રાહકોએ પણ ફરજીયાત માસ્ક પહેરવાનું, બેંકના પરિસરમાં પ્રવેશતાં પહેલાં સેનેટાઈઝ કરવાનું અને બેંકમાં સેનેટાઈઝર રાખવાનું જણાવેલ છે. પરંતુ રાધે કોમ્પલેક્ષમાં આવેલી આ ‘બંધન બેન્ક’ માં કોરોના સંબંધિત ગાઇડ લાઇનનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. ડભોઇ નગરના કેટલાક જાગૃત પત્રકારોએ આ બેંક નો વિડીયો અને ફોટોગ્રાફી કરેલ…
Read More“Covid-19 રસીકરણ ખાનગી હોસ્પિટલમાંથી કોરોના રસીનો એક ડોઝ ₹250/- માં લઈ શકાશે, જ્યારે સરકારી હોસ્પિટલમાં નિઃશુલ્ક રસીકરણ થશે
હિન્દ ન્યૂઝ, માણાવદર શરૂઆતી તબકકામાં કોરોના વોરિયર્સ, પોલીસ, આરોગ્ય કર્મચારીઓ, નર્શો, સફાઈ કર્મચારીઓ, પંચાયતના કર્મચારીઓ, શાળાના આચાર્યો, શિક્ષકો વગેરેને સફળ રીતે આ covid-19 ની રસી નિઃશુલ્ક આપવામાં આવેલી, ત્યાર બાદ હવે આગામી સમયમાં તા.1લી માર્ચથી કોરોના રસીકરણનો બીજો તબક્કો શરૂ થવાનો છે. જેમાં 60 વર્ષથી વધુ વયના લોકો અને 45 વર્ષથી વધુ વયના એવાં લોકો જેમને ગંભીર બીમારી હોય તેમને રસીના ડોઝ આપવામાં આવશે. આ ઉપરાંત હવે ખાનગી હોસ્પિટલમાં પણ કોરોના વાયરસની રસી મળવાની શરૂઆત થઈ જશે. જેના એક ડોઝ લેવા માટેના કુલ ₹250/- આપવા પડશે. જેમાં રસી આપવા માટે…
Read Moreવિદ્યાર્થીઓની મૂલ્યાંકન બાબત ગુજરાત સરકાર દ્વારા નિર્ણય જેમાં ધો.9 થી ધો.12 સુધીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પરીક્ષા લઈને આગળના વર્ગમાં બઢતી અપાવામાં આવશે
હિન્દ ન્યૂઝ, માણાવદર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધો.9 થી 12ની પ્રથમ કસોટી અને ધો.9 અને 11ની વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રોના ગુણ તેમજ આંતરિક મૂલ્યાંકન સહિતની વિગતો જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત ધો.9 અને 11 ને પ્રથમ પરીક્ષાના 50 ગુણ, વાર્ષિક પરીક્ષાના 80 ગુણ અને આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ એમ કુલ મળીને 150 ગુણના આધારે વર્ગ બઢતી અપાશે. આજ રીતે ધો.10માં 80 ગુણ અને ધો.12માં 100 ગુણ રહેશે. ધો.9 થી 11 માં આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ નક્કી કરવામાં આવ્યા છે. ધો.9 થી 12 ની પ્રથમ કસોટી આગામી તા.19…
Read Moreજામ ખંભાળિયા માં ભાજપ ની મહા બાઈક રેલી યોજાય
હિન્દ ન્યૂઝ, ખંભાળિયા જામ ખંભાળિયા શહેર ભાજપ ના માર્ગદર્શન હેઠળ યુવા ભાજપ ની ભવ્ય થી ભવ્ય બાઈક રેલી ની સફળતા બદલ ઇન્ચાર્જ વનરાજસિંહ વાઢેર, સહ ઇન્ચાર્જ હાર્દિકભાઈ મોટાણી તેમની સમગ્ર ટીમ અને સર્વે ઉમેદવાર તેમજ જિલ્લા/ શહેર ભાજપ હોદેદારો તેમજ મહિલા ભાજપ સાથે સર્વે કાર્યકરોનો, શુભેચ્છકો નો ભાજપ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યું. રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા
Read More