હિન્દ ન્યૂઝ, માણાવદર
શરૂઆતી તબકકામાં કોરોના વોરિયર્સ, પોલીસ, આરોગ્ય કર્મચારીઓ, નર્શો, સફાઈ કર્મચારીઓ, પંચાયતના કર્મચારીઓ, શાળાના આચાર્યો, શિક્ષકો વગેરેને સફળ રીતે આ covid-19 ની રસી નિઃશુલ્ક આપવામાં આવેલી, ત્યાર બાદ હવે આગામી સમયમાં તા.1લી માર્ચથી કોરોના રસીકરણનો બીજો તબક્કો શરૂ થવાનો છે. જેમાં 60 વર્ષથી વધુ વયના લોકો અને 45 વર્ષથી વધુ વયના એવાં લોકો જેમને ગંભીર બીમારી હોય તેમને રસીના ડોઝ આપવામાં આવશે. આ ઉપરાંત હવે ખાનગી હોસ્પિટલમાં પણ કોરોના વાયરસની રસી મળવાની શરૂઆત થઈ જશે. જેના એક ડોઝ લેવા માટેના કુલ ₹250/- આપવા પડશે.
જેમાં રસી આપવા માટે ₹150/- અને વહીવટી ચાર્જ ₹100/- મળીને કુલ ₹250/- રૂ.એક ડોઝ માટે આપવાના રહેશે. જ્યારે સરકારી હોસ્પિટલમાં કોરોના રસીકરણ નિઃશુલ્ક રીતે આપવામાં આવશે. આ covid-19 રસીકરણ કાર્યક્રમ ૧ માર્ચથી શરૂ થવાનો છે.
રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, માણાવદર