થરાદ ના ગાયત્રી ગૌ સેવા ધામ લુણાલ ખાતે ૨૦ મણ ચોખ્ખા ઘી ના લાડું ગાયો માટે અર્પણ

હિન્દ ન્યૂઝ, થરાદ થરાદ ના રહેવાસી તેમજ ગૌ માતા ના ભક્ત શ્રીમાળી સમાજના અગ્રણી અને નિવૃત શિક્ષક શ્રીમાન પ્રવીણભાઈ મોહનલાલ ત્રિવેદીએ (સુંધલ સેવા ટ્રસ્ટ) થરાદ તેમના પરિવારજનો અને ભક્તજનો સાથે બહોળી સંખ્યા મા તેમની જાતે ગાયત્રી ગૌ સેવા ધામ લુણાલ ખાતે ૨૦ મણ ચોખ્ખા ઘી ના લાડું ગાયો માટે પ્રસાદ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. અહેવાલ : રજનીકાન્ત જોષી, થરાદ  

Read More

જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૧, તા. ૨૮ મી ફેબ્રુઆરીએ સમગ્ર નર્મદા જિલ્લો પણ કરશે અચુક મતદાન

હિન્દ ન્યૂઝ, રાજપીપલા, આગામી તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ યોજાનારી જિલ્લા/તાલુકા પંચાયત/નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ અન્વયે નર્મદા જિલ્લાની જનતા વધુમાં વધુ મહત્તમ મતદાન કરે તેવા હેતુસર જનજાગૃત્તિ કેળવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી.એ.શાહનાં માર્ગદર્શન હેઠળ રાજપીપલા ખાતે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી મતદાર જાગૃત્તિ રેલીને જિલ્લા શિક્ષણાધિકારી જ્યેશભાઇ પટેલે રાજપીપલા જિલ્લા ન્યાયાલય ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. મતદાર જાગૃત્તિનાં બેનર્સ સાથેની આ રેલી જિલ્લા ન્યાયાલયથી સ્ટેશન રોડ, સફેદ ટાવર થઇને સરદાર ટાઉનહોલ ખાતે પહોંચીને રેલીનું સમાપન થયું હતું. જિલ્લા શિક્ષણ નિરીક્ષક બી.ડી.વસાવા, જિલ્લા મદદનીશ શિક્ષ્ણ નિરીક્ષક એમ.એમ.પરમાર તેમજ રાજપીપલાની અંબુભાઇ…

Read More

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ ને જીત અપાવવા મતદારો નો મિજાજ હામાપુર જિલ્લા પંચાયત સીટ

હિન્દ ન્યૂઝ, અમરેલી અમરેલી જિલ્લામાં મતદારો હવે સાણા અને સમજુ જોવા મળે છે. માટે હવે હામાપુર જિલ્લા પંચાયત સીટ કોંગ્રેસ ઉમેદવાર લીલાવંતીબેન પ્રતાપભાઈ સતાસિયા ના ચુટણી પ્રચાર ખુબ જ જુસ્સો જોવા મળ્યો હતો અને હામાપુર ના મતદારો એ કોંગ્રેસ ના નિશાન પંજા ને જીત અપાવવા મકમ થયેલ છે અને પ્રચાર વેગવંતો બન્યો છે. રિપોર્ટર : સંજય વાળા, ધારી

Read More

“શું આ વખતે કુંભમેળો યોજાશે ?…..”

હિન્દ ન્યૂઝ, માણાવદર સરકારી ગાઈડલાઈન મુજબ આ વર્ષે 01 એપ્રિલથી કુંભમેળો યોજાશે, પણ આટલી બાબતોની દરેક ભક્તોએ કાળજી રાખવી પડશે. આગામી કુંભ મેળાનું આયોજન હરિદ્વાર ખાતે તા.૧ એપ્રિલથી ૩૦ એપ્રિલ એટલે કે એક મહિના સુધી કુંભમેળો-૨૦૨૧ નું આયોજન થવાનું છે. જેમાં પ્રથમ સ્નાન 12 એપ્રિલ (સોમવતી અમાસ), બીજું સ્નાન 14 એપ્રિલ (બૈશાખી) અને ત્રીજું સ્નાન 27 એપ્રિલ (પૂનમ) ના રોજ યોજાશે. તેમજ covid-19 નું સંક્રમણ વધે નહીં તેમની પણ તકેદારી રાખવાની થશે તેમજ યાત્રાળુઓ સુરક્ષિત રીતે મેળો માણી શકે એ માટે સરકાર દ્વારા કોવિડ -19 અંતર્ગત ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી…

Read More

નડિયાદ શહેર ના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા વોર્ડ નંબર ૧૨ મા મિટિંગ નુ આયોજન

હિન્દ ન્યૂઝ, નડિયાદ આજ રોજ નડિયાદ શહેર ના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા નડિયાદ નગરપાલિકાના વોર્ડ નંબર ૧૨કે જેમાં વિદ્યુત નગર, રિલાયન્સ માર્ટ સામે, પેટલાદ રોડ વગેરે વિસ્તારો આવેલા છે, ત્યાં સોસાયટી ખાતે તથા આસપાસના વિસ્તારના રહીશો અને ભાજપ ના કાર્યકર્તા સાથે મળી મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. અને ભારતીય જનતા પાર્ટીની પેનલના ઉમેદવારોને વિજયી બનાવવાની અપીલ કરી હતી. મતદાન ના દિવસે અચુક મતદાન કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે વોર્ડના પૂર્વ કાઉન્સિલર મનીષભાઈ બોબ અને વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.…

Read More

માણાવદરમાં બાવાવાડી વિસ્તારમાં આવેલ ખોડિયાર માં ના મંદિરે માં ખોડિયારની જન્મજયંતિ ની ઉત્સાહભેર ભાવિ ભક્તો દ્વારા ઉજવણી કરાઈ

હિન્દ ન્યૂઝ, માણાવદર જૂનાગઢના માણાવદર તાલુકા ખાતે બાવાવાડી વિસ્તારમાં માં ખોડીયારનું મંદિર આવેલું છે. જે મંદિરે માણાવદરના સ્વંયસેવકો, ભક્તો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માંની જન્મજયંતિ ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. વહેલી સવારથી જ માં ખોડીયારના મંદિરે દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી તેમજ નાના બાળકો, નાની નાની બાળાઓ, નગરજનો વગેરેએ બપોરેના સમયે પ્રસાદ લીધી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તજનો, સ્વંયસેવકો દ્વારા કોવિડની ગાઈડલાઈન મુજબ માં ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે શોભયાત્રામાં માણાવદરના નગરજનો જોડાયા હતા, તેમજ માં ની જન્મ જ્યંતી હોવાથી…

Read More

ભારતીય બનાવટ ના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વાસદ પોલીસ

હિન્દ ન્યૂઝ, આણંદ અજીત રાજ્યાણ પોલીસ અધિક્ષક આણંદ ના ઓ દ્વારા નજીકના સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર હોય, જે અન્વયે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગ ફરી પ્રોહી. ની બદી દુર કરવા તેમજ નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર દારૂની હેરફેર બાબતે કડક ચેકીંગ કરવાનું સુચના આપેલું હોય અને બી. ડી.જાડેજા ના પો.અધિ.સા. આણંદ ડિવિઝનના ઓના માર્ગદર્શન મુજબ હાલમાં પ્રોહી પેટ્રોલિંગ તેમજ કડક વાહન ચેકિંગ કરવા અંગે સૂચના આપેલ હોય એ અંગે પી.જે.પરમાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાસદ નાઓને બાતમીદાર થી ચોક્કસ બાતમી મળેલ જે આધારે રામનગર કંચનપુરા રોડ પ્રાથમિક શાળા પાછળ રહેતા…

Read More

થરાદ ધાનેરા રોડ પર અકસ્માત……………..

હિન્દ ન્યૂઝ, થરાદ ગત રોજ ધાનેરા રોડ પર ખેંગારપુરા ના પાટીયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત બાઈક ચાલક થરાદ ના શીવનગર ના જયપાલ શ્રવણભાઈ ગુમાભાઈ નુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ગાડી ચાલક ગાડી મુકી ફરાર થઈ ગયો હતો. બાઈક ચાલક શ્રવણભાઈ ને 108 દ્વારા થરાદ રેફરલ હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ ને જાણ થતાં ઘટનાસ્થળે પોલીસ દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ : રજનીકાન્ત જોષી, થરાદ

Read More

નાનીનરોલી જિલ્લા પંચાયત બેઠકનાં કોંગ્રેસના ઉમેદવાર દર્શનભાઈ નાયકને હરાવવા ભાજપનું એડીચોટીનું જોર લગાવતા ગણપતસિંહ વસાવા

હિન્દ ન્યૂઝ, માંગરોળ નાનીનરોલી જિલ્લા પંચાયત બેઠકનાં કોંગ્રેસના ઉમેદવાર દર્શનભાઈ નાયકને હરાવવા ભાજપનું એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કર્યું છે. કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા પોતે ચૂંટણી લડી રહ્યા હોય એ રીતે ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા. દર્શનભાઈ નાયક પોતાનો વિસ્તાર છોડી, વનમંત્રીનાં વિસ્તારની નાનીનરોલી બેઠક પસંદ કરી છે. આ બેઠક ભજપનો ગઢ ગણાય છે. જિલ્લા પંચાયતની 36 બેઠકો છે. એમાંથી 2 બેઠકો બિનહરીફ થઈ જતાં ભાજપે પોતાનું ખાતું ખોલાવી દીધું છે. હવે બાકી રહેલી 34 બેઠકો માટે આગામી તારીખ 28 નાં મતદાન થનાર છે, જ્યારે પરિણામ તારીખ 2 માર્ચના જાહેર થનાર છે.…

Read More

માંગરોળ તાલુકાના પ્રિસાઈડિંગ અને આસિસ્ટન્ટ પ્રિસાડિંગ ઓફિસરોને ચૂંટણી લક્ષી બીજી તાલીમ અપાઈ

હિન્દ ન્યૂઝ, માંગરોળ આગામી તારીખ ૨૮ મી ફેબ્રુઆરીનાં રોજજિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થનાર છે. ત્યારે માંગરોળનાં ચૂંટણી વિભાગ તરફથી મતદાન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેનાં ભાગ રૂપે આજે તારીખ 21 મી ફેબ્રુઆરીનાં રોજ માંગરોળ ખાતે આવેલી એસ.પી. મદ્રેસા હાઇસ્કૂલનાં ટાઉનહોલ ખાતે પ્રેસાઈડીંગ ઓફિસર અને આસિ સ્ટન્ટ પ્રેસાઈડીંગ ઓફિસરો મળી કુલ ૩૫૪ ચૂંટણી કર્મચારીઓને બે વિભાગોમાં ચૂંટણી અધિકારી એ.જી.ગામીત,ડી. કે. વસાવા, દિનેશભાઇ પટેલ, નાયબ ચૂંટણી અધિકારી ગિરિષભાઈ પરમાર, ની ઉપસ્થિતમાં બીજી તાલીમ આપવામાં આવી હતી. જેમાં માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મોહનસિંહ ખેરે EVM મશીન સહિતની…

Read More