હિન્દ ન્યૂઝ, માણાવદર
સરકારી ગાઈડલાઈન મુજબ આ વર્ષે 01 એપ્રિલથી કુંભમેળો યોજાશે, પણ આટલી બાબતોની દરેક ભક્તોએ કાળજી રાખવી પડશે.
આગામી કુંભ મેળાનું આયોજન હરિદ્વાર ખાતે તા.૧ એપ્રિલથી ૩૦ એપ્રિલ એટલે કે એક મહિના સુધી કુંભમેળો-૨૦૨૧ નું આયોજન થવાનું છે. જેમાં પ્રથમ સ્નાન 12 એપ્રિલ (સોમવતી અમાસ), બીજું સ્નાન 14 એપ્રિલ (બૈશાખી) અને ત્રીજું સ્નાન 27 એપ્રિલ (પૂનમ) ના રોજ યોજાશે. તેમજ covid-19 નું સંક્રમણ વધે નહીં તેમની પણ તકેદારી રાખવાની થશે તેમજ યાત્રાળુઓ સુરક્ષિત રીતે મેળો માણી શકે એ માટે સરકાર દ્વારા કોવિડ -19 અંતર્ગત ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે.
આ ગાઈડલાઇન્સ મુજબ શ્રદ્ધાળુઓએ તેમના નજીકના હેલ્થ સેન્ટર, જિલ્લા હોસ્પિટલથી મેડીકલ સર્ટીફીકેટ મેળવવાનું રહેશે, તેમજ કોવિડ-19 RT-PCR નેગેટીવ ટેસ્ટ રીપોર્ટ કરવાનું રહેશે. આ ટેસ્ટ રીપોર્ટ 72 કલાક પહેલા કરવાનો રહેશે. કોવિડ-19 RT-PCR રીપોર્ટ વગર ભાવિકોને પ્રવેશ મળશે નહીં. આ ઉપરાંત 65 વર્ષથી વધુ ઉંમરના, ગર્ભવતી મહિલાઓ, 10 વર્ષથી નાની ઉંમરના બાળકો તેમજ ડાયાબીટીસ, કેન્સર જેવી ગંભીર બીમારી ધરાવતા વ્યક્તિઓને કુંભમેળામાં જવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત જાહેર સ્થળોએ એક બીજાથી 6 ફૂટનું અંતર રાખવું, માસ્ક ફરજિયાત પહેરવું, વારંવાર હાથ ધોવા, સેનીટાઇઝરનો ઉપયોગ કરવો, યાત્રાળુઓએ આરોગ્ય સેતુ એપ્લીકેશન ડાઉનલોડ કરવા, તેમજ જાહેર સ્થળોએ થૂંકવા પર પ્રતિબંધ સહિતની સૂચનાઓનું પાલન કરવા સરકાર દ્વારા આ ગાઈડલાઇન્સમાં જણાવવામાં આવ્યું છે. કુંભ મેળામાં જતા દરેક ભક્તોએ આ ગાઈડલાઈન નું પાલન કરવાનું થશે.
અહેવાલ : હાજાભાઈ ઢોલા, માણાવદર