નડિયાદ શહેર ના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા વોર્ડ નંબર ૧૨ મા મિટિંગ નુ આયોજન

હિન્દ ન્યૂઝ, નડિયાદ

આજ રોજ નડિયાદ શહેર ના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા નડિયાદ નગરપાલિકાના વોર્ડ નંબર ૧૨કે જેમાં વિદ્યુત નગર, રિલાયન્સ માર્ટ સામે, પેટલાદ રોડ વગેરે વિસ્તારો આવેલા છે, ત્યાં સોસાયટી ખાતે તથા આસપાસના વિસ્તારના રહીશો અને ભાજપ ના કાર્યકર્તા સાથે મળી મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં તેમને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. અને ભારતીય જનતા પાર્ટીની પેનલના ઉમેદવારોને વિજયી બનાવવાની અપીલ કરી હતી. મતદાન ના દિવસે અચુક મતદાન કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે વોર્ડના પૂર્વ કાઉન્સિલર મનીષભાઈ બોબ અને વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment