માણાવદરમાં બાવાવાડી વિસ્તારમાં આવેલ ખોડિયાર માં ના મંદિરે માં ખોડિયારની જન્મજયંતિ ની ઉત્સાહભેર ભાવિ ભક્તો દ્વારા ઉજવણી કરાઈ

હિન્દ ન્યૂઝ, માણાવદર

જૂનાગઢના માણાવદર તાલુકા ખાતે બાવાવાડી વિસ્તારમાં માં ખોડીયારનું મંદિર આવેલું છે. જે મંદિરે માણાવદરના સ્વંયસેવકો, ભક્તો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માંની જન્મજયંતિ ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. વહેલી સવારથી જ માં ખોડીયારના મંદિરે દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી તેમજ નાના બાળકો, નાની નાની બાળાઓ, નગરજનો વગેરેએ બપોરેના સમયે પ્રસાદ લીધી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તજનો, સ્વંયસેવકો દ્વારા કોવિડની ગાઈડલાઈન મુજબ માં ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે શોભયાત્રામાં માણાવદરના નગરજનો જોડાયા હતા, તેમજ માં ની જન્મ જ્યંતી હોવાથી લોકોએ કેક કાપી અને ઉજવણી કરી હતી અને આખો દિવસ માં ના ગીતો થી ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.

માં ખોડિયાર વિશે ટૂંકમા માહિતી :

ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં. તેમનું વાહન મગર છે. તેમનો જન્મ આશરે ૭મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતો. જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે.

ગુજરાતમાં આવેલા ખોડીયાર માતાજીના મુખ્ય મંદિરો :

૧)ખોડિયાર મંદિર – ગળધરા
૨)ખોડિયાર મંદિર – માટેલ
૩)ખોડિયાર મંદિર – રાજપરા
૪)ખોડિયાર મંદિર – વરાણા

રિપોર્ટર : હાજાભાઇ ઢોલા, માણાવદર

Related posts

Leave a Comment