ભારતીય બનાવટ ના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વાસદ પોલીસ

હિન્દ ન્યૂઝ, આણંદ

અજીત રાજ્યાણ પોલીસ અધિક્ષક આણંદ ના ઓ દ્વારા નજીકના સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર હોય, જે અન્વયે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગ ફરી પ્રોહી. ની બદી દુર કરવા તેમજ નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર દારૂની હેરફેર બાબતે કડક ચેકીંગ કરવાનું સુચના આપેલું હોય અને બી. ડી.જાડેજા ના પો.અધિ.સા. આણંદ ડિવિઝનના ઓના માર્ગદર્શન મુજબ હાલમાં પ્રોહી પેટ્રોલિંગ તેમજ કડક વાહન ચેકિંગ કરવા અંગે સૂચના આપેલ હોય એ અંગે પી.જે.પરમાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાસદ નાઓને બાતમીદાર થી ચોક્કસ બાતમી મળેલ જે આધારે રામનગર કંચનપુરા રોડ પ્રાથમિક શાળા પાછળ રહેતા અશોકભાઇ મણીભાઈ ચાવડાના ઘરની બાજુમાં આવેલ ઢાળીયા નીચે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો નીચે મુજબના મળી આવતા પંચનામાની વિગતે કબજે લઇ આરોપીઓ વિરુદ્ધ વાસદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી કાર્યવાહી કરવામાં આવેલ છે. પ્રોહી. મુદ્દામાલ મા (૧) લંડન પ્રાઈડ વીસ્કી બોટલ નંગ – ૧૦૮ કિં.૫૪૦૦૦/-, (૨) મેકડોવલ્સ નંગ ૧ વીસ્કી બોટલ નંગ ૪૮ કિં. ૨૪૦૦૦/-, (૩) કિંગફિશર બિયર ટીન નંગ ૭૨ કિં. રૂ.૧૦૮૦૦/- મળી કિં. રૂ.૮૮,૮૦૦/- નો પ્રોહી મુદ્દામાલ, અને એક મોબાઇલ કિંમત રૂપિયા ૩૦૦૦, આમ કુલ મુદ્દામાલ રૂપિયા ૯૧,૮૦૦/- મળી આવેલ છે. તેમજ પકડાયેલા આરોપી અશોકભાઈ s/o મણીભાઈ બબુભાઇ ચાવડા રહે. રામનગર કંચનપુરા રોડ પ્રાથમિક શાળા પાછળ તા.જી આણંદ. વોન્ટેડ આરોપી માં શાંતિભાઈ ઉર્ફે ડિગો સનાભાઇ ચાવડા રહે. વઘાસી. આ કામગીરીમાં વાસદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી. પી.જે.પરમાર તથા હેડ કોન્સ્ટેબલ વિક્રમ ભાઈ રણછોડભાઈ તથા હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ વગેરે ઓ સ્ટાફના માણસો સાથે રહી કામગીરી પૂર્ણ કરેલ છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment