તાલુકા વિકાસ અધિકારી આજે થયા નિવૃત

હિન્દ ન્યૂઝ,  ન્યૂઝ, વડાલી વડાલી તાલુકા પંચાયત ખાતે યોજાયો વિદાય સમારંભ…. એ.કે.સોલંકી નો વિદાય સમારંભ સમયે વડાલી મામલતદાર શ્રીમતિ ચાંદની બેન, નાયબ મામલતદાર ગીરધર ભાઈ, નાયબ ટી.ડી.ઓ.ગૌરગ ભાઈ, શિક્ષણ સંગ ગીરીશ ભાઈ, તાલુકા પંચાયત ના તમામ કર્મચારીઓ ની હાજરી માં તમામ લોકો એ નિવૃત થતા એ.કે.સોલંકીનું સ્વાગત કરાયું હતું. સોલંકી ની સાથે તેમના ધર્મપત્ની પણ ખાસ હાજર હતા. કાર્યકમ માં એ.કે.સોલંકી પોતાના વિદાય પ્રવચન માં ભાવુક થયા હતા. એ.કે.સોલંકી જણાવ્યું હતું કે વડાલી માંથી જે ભાવ અને પ્રેમ મળેલ છે. તે પ્રેમ ક્યારેય ભૂલી શકાય તેમ નથી. ખેતીવાડી અધિકારી સહિત…

Read More

ગીર સોમનાથ ખાતે ઉમેદવાર વિક્રમભાઈ પટાટ ની શ્રીબાઈ ગરબીચોક માં જાહેરસભા યોજાય

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ ખાતે જીલ્લા પંચાયત ગીર સોમનાથ ૫-ભાલપરા ઉમેદવાર ના પ્રતિનિધિ વિક્રમભાઈ પટાટ ની શ્રીબાઈ ગરબીચોક માં જાહેર સભા યોજવામાં આવી. જેમાં મુખ્યત્વે ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઈ પરમાર, ઝવેરીભાઈ ઠકરાર, યોગેશભાઈ ગઢવી તેમજ અન્ય આગેવાનો ની ઉપસ્થિતિ સાથે વિક્રમભાઈ પટાટ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Read More

થરાદની સરકારી કોલેજ દ્વારા ડેપોમાં બસ બાબતે કરેલ રજૂઆત થઈ સફળ

હિન્દ ન્યૂઝ, થરાદ થરાદની સરકારી કોલેજ દ્વારા અગાઉ થરાદના ડેપો પ્રશાસનને અરજી કરાઈ હતી કે કોલેજ કેમ્પસ સુધી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને અવર જવર કરવામાં તકલીફ ન પડે તે માટે બસ સેવા શરૂ કરવાની માંગણી કરી હતી. આમ તો રજૂઆતને પગલે થરાદ ડેપો મેનેજરે તા. ૨૪/૦૨/૨૦૨૧ ના રોજ સરકારી કોલેજને જાણ માટે પરિપત્ર પાઠવી વિદ્યાર્થીઓની સમસ્યા હલ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. પરિપત્રમાં જણાવ્યું હતું કે શીડયુલ નંબર ૬૯ ની દેવકાપડી બસ જે વાયા વાવથી સવારના ૦૭/૪૫ વાગ્યાના સમયે જતી હતી, તેના બદલે કોલેજથી પસાર થઈ વાયા જાંદલાથી દેવકાપડી જશે તેમજ વિદ્યાર્થીઓ…

Read More

નાનોલ પ્રાથમિક શાળામાં કૌંભાડ બાબતે તપાસ ટીમના ધામા

હિન્દ ન્યૂઝ, થરાદ થરાદ તાલુકાના નાનોલ ગામે આવેલ પ્રાથમિક શાળામાં શિક્ષકે કૌંભાડ આચર્યું હોવાનો આક્ષેપ સાથે ગામના જાગૃત નાગરિક માંનાભાઈ ચોથાભાઈ રબારી દ્વારા અગાઉ જીલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં રજૂઆત કરતાં ખળભળાટ મચી ગયો હતો. જોકે કૌંભાડ બાબતે જાગૃત નાગરિકની ઉગ્ર રજૂઆત બાદ થરાદની નાનોલ પ્રાથમિક શાળામાં શિક્ષક ચિરાગભાઈ પટેલે આચરેલ કૌંભાડની તટસ્થ તપાસ હાથ ધરવા ત્રણ તાલુકાના તાલુકા શિક્ષણાધિકારીઓએ ધામા નાખ્યા છે. ગામલોકો તેમજ એસ.એમ.સી. સભ્યોની ઉપસ્થિતિમાં તપાસ અને રેકર્ડની ચકાસણી કરવાની કવાયત આદરી દીધી છે. જોકે તપાસ અર્થે આવેલ અધિકારીઓએ વિદ્યાર્થીઓના વાલીઓના નિવેદન હાથ ધરતા વાલીઓએ જણાવ્યું હતું કે પોતાને…

Read More

વેરાવળ ખાતે મતદાન જાગૃતિ અંગે બાઇક રેલી યોજાઇ

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ             તા. -૨૬, ગીર-સોમનાથ જિલ્લામાં આગામી ૨૮ ફેબ્રુઆરી નાં રોજ સ્થાનિક સ્વરાજ્ય તેમજ નગરપાલિકા ચૂંટણી-૨૦૨૧ યોજવામાં આવનાર છે. જે અન્વયે મતદારો મતદાન કરવા પ્રોત્સાહિત થાય અને લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતના લાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અજય પ્રકાશના માર્ગદર્શન હેઠળ અધિક કલેકટર, સ્વેપ નોડલ અધિકારી, મામલતદાર દ્વારા વેરાવળમા બાઇક રેલી યોજાઇ હતી. જેમાં સરકારી બોયઝ હાઇસ્કુલ, શેઠ એમ.પી. ગર્લ્સ હાઇસ્કુલ, અંકુર સૈારભ હાઇસ્કુલ, શ્રીમતી મણીબેન કોટક હાઇસ્કુલ અને કે.કે.મોરી હાઇસ્કુલ વેરાળના શિક્ષકોએ શહેરના જાહેર માર્ગો ઉપર બાઇક ઉપર મતદાન જાગૃતિના પ્લે કાર્ડ…

Read More

કેવડીયા ટેન્ટ સીટી-૨ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કાયદો અને ન્યાય મંત્રાલય હેઠળના ઇન્કમટેક્ષ એપીલેટ ટ્રીબ્યુનલ દ્વારા આયોજિત દ્વિદિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સ ૨૦૨૧ નું આયોજન

હિન્દ ન્યૂઝ, રાજપીપલા          કેવડીયા ટેન્ટ સીટી-૨ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કાયદો અને ન્યાય મંત્રાલય હેઠળના ઇન્કમટેક્ષ એપીલેટ ટ્રીબ્યુનલ દ્વારા આયોજિત દ્વિદિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સ ૨૦૨૧ નું આયોજન હાથ ધરાયું છે. આજે તા.૨૭/૨/૨૦૨૧ ના રોજ જેના ઉદધાટન સમારોહમાં સર્વોચ્ચ અદાલતના જસ્ટીસ એમ.આર.શાહ, જસ્ટીસ સંજીવ ખન્ના, સોલીસીટર જનરલ તુષાર મહેતા તથા કાયદો અને ન્યાય મંત્રાલય વિભાગના સચિવો મળી કુલ ૨૦૦ ડેલીગેટ્સ ઉપસ્થિત રહેશે. આ કોન્ફરન્સમાં ખાસ કરીને વર્તમાન સમયમાં રાષ્ટ્રીય કર-કાયદોના વિકાસ તેમજ કાળા નાણાંના નાથવા અંગે વિશેષ ચર્ચાઓ થશે. તા.૨૮ મીએ તેના સમાપન સમારોહમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર…

Read More

વેરાવળ – સોમનાથ નગરમાં ચુંટણી પ્રચાર ચરમસીમા એ…

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ પ્રચાર પડઘમ શાંત પડે તે પૂર્વે ભાજપ ના ઝંઝાવાતી પ્રચાર સાથે ભવ્ય રોડ શો યોજ્યો.. સોરઠ ના સાંસદ રાજેશ ચુડાસમા કાર્યકરો સાથે મન મુકીને નાચ્યાં… સાંસદ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમાર, શહેર ભાજપ પ્રમુખ દેવાભાઈ ધારેચા સહિત ઉમેદવારો અને કાર્યકરો પણ ઝૂમી ઉઠ્યા… રોડ શો માં હજારો કાર્યકરો જોડાયા.. ભાજપ ના પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પ્રમુખ માનસિંગ પરમાર સહિત ના આગેવાનો ખુલ્લી જીપ માં સવાર થઈ મતદારો નું અભિવાદન ઝીલ્યું. સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Read More

વિછીયા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ના કોંગ્રેસના ઉમેદવાર દ્વારા જાહેર સભાનું આયોજન

હિન્દ ન્યૂઝ, વિછીયા           વિછીયા કોંગ્રેસના જિલ્લા પંચાયત – તાલુકા પંચાયત ના ઉમેદવાર અરવિંદભાઈ તલસાણીયા અને તાલુકા પંચાયત ના ઉમેદવાર શૈલેષભાઈ પરમાર દ્વારા જાહેર સભા નું આયોજન કરવામાં આવેલ જેમા કોંગ્રેસના જિલ્લા પંચાયતના સદસ્ય અવસરભાઈ નાકિયા અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઇ ગોહિલ જાહેર સભામાં જોડાયા હતા. રિપોર્ટર : પ્રવિણ પ્રજાપતિ, વિછીયા

Read More

સુઈગામ તાલુકા વિકાસ અધિકારી ના માર્ગદર્શન મુજબ તાલુકા લાઈવલી હૂડ મેનેજર દિલિપ ભાઈ પાલડીયાજી એ નેસડા (ગોલપ) ગામના રાઠોડ હિનાબેન વેરસીભાઈ ની લીધી રૂબરૂ મુલાકાત

હિન્દ ન્યૂઝ, સુઈગામ          સરહદી સુઈગામ તાલુકા ના તાલુકા વિકાસ અધિકારી ના માર્ગદર્શન મુજબ તાલુકા એન આર એલ એમ દ્વારા ભરત ગુંથણ કરતી બહેનો ની રૂબરૂ મુલાકાત સરહદી સુઈગામ તાલુકા ના તાલુકા વિકાસ અધિકારી કાજલ બેન આંબલીયા સમગ્ર તાલુકા ના ગામોની મુલાકાત લઈ તાલુકા ના દરેક ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન, જન જાગ્રુતિ અને વિકાસના કામો તેમજ સ્વૈચ્છિક સંગઠનો અને સખી મંડળો દ્વારા ગામડાની બહેનોને પગભર કરવા અથાગ મહેનત કરી રહયા છે. આજે સુઈગામ તાલુકા વિકાસ અધિકારી કાજલ બેન આંબલીયા ના માર્ગ દર્શન મુજબ તાલુકા લાઈવલીહૂડ મેનેજર દિલિપભાઈ પાલડીયાજી…

Read More

મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ રૂ. ૯.૯૭ કરોડની ૨૪૯૪.૦૦ ચો.મી જમીન પરનું દબાણ હટાવાયું

હિન્દ ન્યૂઝ, રાજકોટ  ટાઉન પ્લાનીંગ ઓફિસર શ્રી એમ.ડી. સાગઠીયા અને તેમની ટીમ દ્વારા થયેલ ડીમોલીશન  તારીખ: ૨૬-૦૨-૨૦૨૧ વોર્ડ નં.૧૨ માં ટાઉન પ્લાનીગ સ્કીમના અનામત પ્લોટમાં થયેલ ગેરકાયદેસર દબાણ/બાંધકામ દુર કરવા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના આદેશ અને માર્ગદર્શન અનુસાર ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયા દ્વારા આજે તા. ૨૬-૦૨-૨૦૨૧ ના રોજ ડિમોલીશન હાથ ધરવામાં આવેલ. જેમાં ૨૪૯૪.૦૦ ચો.મી.ની અંદાજીત ૯.૯૭ કરોડની જમીન ખુલ્લી કરાવેલ છે. જેની વિગતો નીચે મુજબ છે. ક્રમ વોર્ડ વિસ્તાર દબાણની વિગત દબાણ દુર કરેલ જમીનનું ક્ષોત્રફળ ખુલ્લી કરાવેલ જમીનની અંદાજીત કિંમત 1 ૧૨   ટી.પી. સ્કીમ નં.ર૧(મવડી), અંતિમખંડ…

Read More