ઉના ખાતે મતદાન જાગૃતિ અંગે બાઇક રેલી યોજાઇ

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ તા. -૨૩, ગીર-સોમનાથ જિલ્લામાં આગામી ૨૮ ફેબ્રુઆરી નાં રોજ સ્થાનિક સ્વરાજ્ય તેમજ નગરપાલિકા ચૂંટણી-૨૦૨૧ યોજવામાં આવનાર છે. જે અન્વયે મતદારો મતદાન કરવા પ્રોત્સાહિત થાય અને લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતના લાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અજય પ્રકાશના માર્ગદર્શન હેઠળ અધિક કલેકટર, સ્વેપ નોડલ અધિકારી, મામલતદાર અને ટી.પી.ઇ.ઓ. દ્વારા ઉના ખાતે બાઇક રેલી યોજાઇ હતી. જેમાં ઉના પ્રાથમિક શાળાઓના શિક્ષકો અને આચાર્યઓએ સહભાગી થઇ બાઇક ઉપર મતદાન જાગૃતિના પ્લે કાર્ડ સાથે મતદારોને ૨૮/૦૨/૨૦૨૧નાં રોજ મતદાન અવશ્ય કરવાની અપીલ કરી હતી.

Read More

સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી અંતર્ગત નડીઆદ નગરપાલિકા માટે કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢઢેરો

હિન્દ ન્યૂઝ, નડિયાદ નડિયાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી આડે પાંચ દિવસ બાકી છે, ત્યાં કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો બહાર પાડી રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ઢંઢેરામાં કોંગ્રેસે શહેરની સળગતી સમસ્યાને ઉકેલવાનો દાવો કર્યો છે. ખાસ કરીને આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા અને અન્ય વિભાગને આવરી લેવામાં આવ્યાં છે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં પણ પારદર્શકતા લાવવાનો દાવો કરવામાં આવ્યો છે. નડિયાદમાં રસ્તા, ગટર, પાણી, આરોગ્ય સહિતના પ્રશ્ને અસંતોષ જોવા મળે છે. આ અસંતોષને ચૂંટણીમાં મતમાં ફેરવવા કોંગ્રેસ દ્વારા મંગળવારના રોજ ઢંઢેરો બહાર પાડી ભાજપને રીતસર દોડતું કરી દીધું છે. આ ચૂંટણીમાં હેલ્થના મામલે કાયમી…

Read More

સરહદી સુઈગામ તાલુકાના નેસડા (ગોલપ) ગામની ટીડીઓ કાજલ બેન આંબલીયા એ લીધેલ મુલાકાત

હિન્દ ન્યૂઝ, સુઈગામ પ્રથમ પ્રાથમિક શાળા ની તેમજ ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લીધી અને વિકાસ ના નવા કામો શરૂ કરવાની સમિક્ષા કરી. પંચાયત કચેરીએ આવીને ગામ લોકોની રજુઆતો સાંભળી ગામના વિકાસ ની હૈયાધારણા આપી. રિપોર્ટર : વરસી રાઠોડ, સુઈગામ

Read More

વિરમગામ તાલુકાનાં કયલા ગામે ભાજપ ની સભા યોજાઈ

હિન્દ ન્યૂઝ, વિરમગામ આજ રોજ વિરમગામ તાલુકા ના કાયલા ગામ ખાતે અગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત રાજ્યના કેબિનેટ મંત્રી માનનિય ભુપેન્દ્રસિંહ ચુડાસમા ની પ્રેરક ઉપસ્થિત મા સભા યોજાયી. જેમા અમદાવાદ જીલ્લા ભાજપ મહામંત્રી નવદિપભાઈ ડોડીયા, અમદાવાદ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રભુભાઈ કોળી પટેલ, વિરમગામ તાલુકા ભાજપ પ્રમુખ કિરીટસિંહ, વિરમગામ તાલુકા ભાજપ મહામંત્રી રમેશભાઈ કોળી પટેલ, શાહપુર જીલ્લા પંચાયત સીટ ના ઉમેદવાર લલિતાબેન પઢાર, કાયલા તાલુકા પંચાયત સીટ ના ઉમેદવાર કમરૂદીનભાઇ, અમદાવાદ જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના પુર્વ ચેરમેન જગદીશભાઈ મેળીયા, શાહપુર જીલ્લા પંચાયત સીટ ના પ્રભારી કનુબાપુ, વિરમગામ તાલુકા પંચાયત ન્યાય સમિતિ…

Read More

સોરઠ પંથકમાં ખેડૂતો માટે ખુશીના સમાચાર

 હિન્દ ન્યૂઝ, માણાવદર જૂનાગઢ જિલ્લામાં તેમજ ગીર સોમનાથ જિલ્લામાં કેસર કેરીના રસિકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. કેસર કેરીના બગીચામાં આંબે સારા એવા મોર આવતા કેરીનું મબલક ઉત્પાદન થવાની સંભાવના જોવામાં આવી રહી છે અને તેને લઇ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જૂનાગઢ જિલ્લામાં તેમજ ખાસ કરીને ગીર સોમનાથના તાલાલા ગીર કેસર કેરીનો ગઢ માનવામાં આવે છે. સોરઠ પંથકમાં આંબાના બગીચાઓમાં જોરદાર ફ્લાવરિંગ થતાં મનમોહક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક ખુશીના માહોલ જોવા મળી રહ્યો છે. જુનાગઢ આ વર્ષે કેરીની સીઝન ડબલ જેવી હશે એટલે કે…

Read More

વિરમગામ શહેર ટાઉન પોલીસ દ્વારાવોર્ડ નં 4 અને 5 મા શાંતિ સમિતી ની મિટિંગ યોજાઈ

હિન્દ ન્યૂઝ, વિરમગામ                 વિરમગામ શહેરમાં નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂરી થાય તે માટે વિરમગામ ટાઉન પોલીસ દ્વારા વિરમગામ શહેરના નગરપાલિકાના વોર્ડ નંબર 4 તથા 5 શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી. આ મિટિંગમાં વોર્ડ નંબર 4 તથા 5 ના ઉમેદવારો તથા વિસ્તારના આગેવાનો હાજર રહ્યા. વિરમગામ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડો. લવીના સિન્હા, પી.આઇ. એમ.એ.વાઘેલા દ્વારા વિસ્તારના ઉમેદવારો તથા આગેવાનોને ચૂંટણી દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ના બને તેવી અપીલ કરી.        આ બાબતે વોર્ડ નં 4 તથા 5 ના ઉમેદવારો તથા…

Read More

ખેડા જિલ્‍લાના શ્રમયોગી/ કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે ફરજના સમયમાંથી ત્રણથી ચાર કલાક મતદાન માટે સવેતન  રજા આપવાની રહેશે

હિન્દ ન્યૂઝ, નડિયાદ        તા.૨૮/૦૨/૨૦૨૧ના  રવિવારના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે. આ દિવસે જે તે વિસ્તારમાં કારખાના ધારા-૧૯૪૮ હેઠળના (ઔદ્યોગિક એકમો) કારખાનામાં કામ કરતા શ્રમયોગી તેમજ બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન  વર્કસ ૧૯૯૬ અન્વયે નોંધણી થયેલ સંસ્થા/સાઇટ પર શ્રમયોગી મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમજ લોક પ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧  ની કલમ ૧૩૫ (બી ) મુજબ કારખાના ધારા-૧૯૪૮  હેઠળ કારખાના શ્રમયોગીઓ તેમજ બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કસ એક્ટ અન્વયે નોંધણી થયેલ સંસ્થા/ સાઇટના કામ કરતા શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની…

Read More