બાવળા આરોગ્ય વિભાગ ખાતે કોરોના વેક્સિન ના બીજા તબક્કા નો આરંભ કરાયો

હિન્દ ન્યૂઝ, બાવળા           કોરોના મહામારી ના સમય માં સરકાર નો આરોગ્ય વિભાગ ખડે પગે ઊભો રહ્યો છે. ત્યારે બાવળા આરોગ્ય વિભાગ ખાતે કોરોના વેક્સિન ના બીજા તબક્કા નો આરંભ કરાયો હતો. જેમાં સરકારી કર્મચારીઓ, પ્રાથમિક શાળા ના શિક્ષકો ને કોરોના વેક્સિન આપવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.             જેના ભાગરૂપે બાવળા પ્રાથમિક શાળા ના શિક્ષકો એ કોરોના વેક્સિન લઈ લોકોને સંદેશો આપેલ છે કે કોરોનાં વેક્સિન લેવી જ જોઈએ. જેથી આ મહામારી સામે આપણે ને રક્ષણ મેળવી શકીએ આ રીતે…

Read More

પોલીસ ને ચોક્કસ બાતમીને આઘારે જેતપુર તરફથી એક પિયાગો પેસેન્જર રીક્ષા માં ઇંગ્લિશ દારૂ ઝડપાયો

હિન્દ ન્યૂઝ, ધોરાજી           રાજકોટ ગ્રામ્ય પોલીસ અઘીક્ષક બલરામ મીણા તથા જેતપુર ડી.વાય.એસ.પી. ગોસ્વામી તથા ધોરાજી પી.આઇ. એચ.એ.જાડેજા ના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોહી-જુગારની પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા સુચના પગલે ધોરાજી પો.સ્ટેના સ્ટાફ વાહન ચેકીંગ માં હતા. તે દરમ્યાન પોલીસ ને ચોક્કસ બાતમીને આઘારે જેતપુર તરફથી એક પિયાગો પેસેન્જર રીક્ષા નંબર જી.જે. ૨૨ યુ ૦૦૯૩ વાળી ઇંગ્લિશ દારૂ જથ્થા સાથે નીકળનાર છે. જે અન્વયે ધોરાજી જેતપુર રોડ આવકાર હોટલ ની સામે વાહન ચેકિંગ દરમ્યાન ઉપરોકત નંબર વળી પિયાગો રીક્ષા નીકળતા જેમાં ઇંગ્લિશ દારૂની બોટલો સાથે મળી આવતા…

Read More

ડીસા નાયબ કલેકટર ને કિન્નર સમાજ દ્વારા આવેદનપત્ર આપ્યું

હિન્દ ન્યૂઝ, ડીસા             ડીસા નાયબ કલેકટર ને કિન્નર સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વર્ષો જુના શાંતિ નગરમાં સોસાયટીમાં આવેલ છે. કિન્નર સમાજનો આશ્રમ ૨૦ વર્ષેથી આવેલ સ્થળે પર કિન્નર સમાજ વસવાટ કરે છે અને ભીલડીના શાંતિ નગર વિસ્તારમાં કિન્નર સમાજ ના આશ્રમને અડીને આવેલ પલ્ટો માલિકે જોર હુકમી કરી રહ્યાં છે.             આશ્રમની જગ્યા ખાલી કરવા માટે બાજુમાં આવેલ પ્લોટ માલિકો ધાક ધમકી આપી રહ્યા છે. કિન્નર સમાજ ન્યાયની માંગ સાથે ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજુવાત કરી…

Read More

ડીસા માં નર્ષને લલચાવી દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઈ

હિન્દ ન્યૂઝ, ડીસા          ડીસા માં નર્સને લલચાવી ફોસલાવી દુસકર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી અને ફરિયાદ નોંધાઈ હતી. ડીસા ના ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા દ્વારા યુવકના સંપર્કમાં આવી મિત્રતા થઈ હતી. યુવકે યુવતીને લગ્ન ની લાલચ આપી ફરવા લઈ જવાનું અનેકવાર મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું. ઉત્તર પોલીસ સ્ટેશનમાં આશુભાઈ મફાજી પરમાર નામના યુવક સામે ફરિયાદ નોંધાઈ હતી. એહવાલ : કંચનસિંહ વાઘેલા, ડીસા

Read More

વેરાવળ શહેરમાં ડારી નજીક અદ્યતન યુગમાં દુનિયા સાથે ઉચ્ચ કક્ષા નુ શિક્ષણ

હિન્દ ન્યૂઝ, વેરાવળ               વેરાવળ ગીર સોમનાથ જીલ્લા માં શ્રી શિશુ મંદિર એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત શિશુમંદીર ઈન્ટર નેશનલ સ્કુલ માં હવે અમદાવાદ ગાંધીનગર બેંગ્લોર દિલ્હી મુંબઈ કે વિદેશ જવાની જરૂર નહી કારણ કે આ તમામ પ્રકાર નુ શિક્ષણ સી બી એસ.ઈ ની માન્યતા સાથે હવે વેરાવળ શહેરમાં ડારી નજીક અદ્યતન યુગમાં દુનિયા સાથે ઉચ્ચ કક્ષા નુ શિક્ષણ વિવેકી ટીચર્સ અને જવાબદારી પૂર્વક નિભાવવા નિ:સ્વાર્થ ભાવે ટ્રસ્ટ ના સેવા બજાવી શિક્ષણ માટે રાહત ફી સાથે શેક્ષણીક જગત માં આગવુ સ્થાન મેળવ્યું છે.      …

Read More

અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતી (ABPSS) નુ વેરાવળ તાલુકાના સંગઠનની રચના કરાઇ

હિન્દ ન્યૂઝ, વેરાવળ           અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતી એ ભારતના પત્રકારો નુ સૌથી મોટુ અને રજીસ્ટ્રેશન થયેલ પત્રકાર સંગઠન છે. જેમનુ રજીસ્ટ્રેશન દિલ્હીથી થયેલ છે. જેમા આજરોજ ગીર સોમનાથ જીલ્લા, દીવ ના પ્રભારી દિપકભાઇ કકકડ, જીલ્લા પ્રમુખ મિતેષભાઇ પરમાર ની અધ્યક્ષ સ્થાને સોમનાથના સાનિધ્યમા વેરાવળ તાલુકા પત્રકાર સંઘ ની રચના કરવામા આવી હતી. જેમા ઉપસ્થિત પત્રકારો મા દિપકભાઇ કકકડ (ગુજરાત સમાચાર), મિતેષ પરમાર (નિમાઁણ ન્યુઝ, ગુજરાત ન્યુઝ), અતુલભાઇ કોટેચા (તંત્રી સોમનાથ ટુડે, અબતક ચેનલ), ડો. એમ.એ.બાનવા (તંત્રી સોરઠ ક્રાઇમ), વિજયભાઇ જોટવા (ડી ડી ભારતી ન્યુઝ),…

Read More

માણાવદર તાલુકાના બાંટવામાં હોનહાર, જાંબાઝ મહિલા પી.એસ.આઈ કે જેવો સેવા-સુરક્ષા-શાંતિ ના વાક્યને વરેલા છે તેવા એક મહિલા પીએસઆઇએ ચાર્જ સંભાળ્યો

હિન્દ ન્યૂઝ, બાંટવા         માણાવદર તાલુકાના બાંટવા પોલીસ સ્ટેશનમાં નવા મહિલા પીએસઆઇ પ્રિતીબેન એસ. ઝાલા ની નિમણુંક થતા બાંટવાને એક નવા જાંબાઝ મહિલા ઓફિસર મળ્યા છે. બાંટવામાં જાંબાઝ હોનહાર પીએસઆઇની નિમણુંકના કારણે મહિલાઓને સતાવતી સમસ્યાઓનું નિરાકરણ લાવવા સરળતા રહેશે. તેમજ બાંટવા પંથક તેમજ આજુબાજુના વિસ્તારમાં લોકો શાંતિથી રહી શકે તેની ઝાલાબેન પેટ્રોલિંગ કરી એક ઉમદા કાર્ય કરી રહ્યા છે. તેમજ મહિલાઓને સોશ્યલ મિડિયામાં પરેશાન સામે પગલાં લેવાની ધટનાઓમાં નિમણૂંક મદદરૂપ બનશે તો કેટલા કિસ્સાઓમાં મહિલા ગુનેગારોની સંડોવણી હોય ત્યારે મહિલા અધિકારીની હાજરીની જરૂર સ્વાભાવિક છે. તેવા સમયમાં…

Read More

જૂનાગઢ ખાતે બેરોજગાર ઉમેદવારો દ્વારા દરેક જિલ્લામાં જઈને એક રજુઆત માટે કલેક્ટને આવેદન આપ્યુ

હિન્દ ન્યૂઝ, જૂનાગઢ            સરકાર દ્વારા જ્યારે હાલ ગુજરાતના યુવાનોને રોજગારી મળી રહે તે માટે ગ્રાન્ટેડ ઉચ્ચ માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અત્યાર સુધીની સૌથી મોટી ભરતી અંદાજીત 6500 જગ્યા પર ભરતી કરવાની તજવીર હાથ ધરાઈ છે ત્યારે ઉમેદવારોમાં કયાને ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે. બેરોજગાર ઉમેદવારો કે જે ઘણા સમયથી એક રોજગારી ની આશા લઈને બેઠા છે. તેમના તેમજ તેમના પરિવારના સપના પૂર્ણ કરવા સરકારી નોકરીની આશા રાખીને બેઠા છે ત્યારે બે દિવસ પહેલા સરકારી વેબસાઈટ પર ભરતી માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન યાદી મુકવામાં…

Read More

સફારી પાર્કના રિસેપ્શન સ્‍થળ સુઘી પહોંચી લટાર મારતા સિંહ નજરે પડયો

હિન્દ ન્યૂઝ, જૂનાગઢ જંગલના રાજા તરીકે જેની છાપ છે અને માત્ર એશિયામાં ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં જોવા મળે છે તે જંગલી જાનવર એટલે સિંહ          ગીરનાર નેચર સફારીના રિસેપ્‍શન સ્‍થળે સિંહ આવી ચડીયો હતો. લટાર મારતો સિંહ કેમેરામાં કેદ થયો વહેલી સવારે રિસેપ્‍શન સ્‍થળે સફારીનું બુકીંગ કરાવવા આવેલા પ્રવાસીઓને ફ્રીમાં સિંહ દર્શન કર્યા. ગીરનાર નેચર સફારી પાર્ક શરૂ થયાના થોડા દિવસો જ થયા છે. ત્‍યારે પ્રવાસીઓ ખૂબ જ નજીકથી સિંહ દર્શનનો લ્‍હાવો મળી રહયો છે. તેના વારંવાર અનેક વીડિયો સામે આવ્‍યા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.…

Read More

સેવા પરમો ધર્મને સાર્થક કરતા કરબુણના નાગરવનજી બાપુ

હિન્દ ન્યૂઝ, થરાદ         સેવા કરવી એ દરેક મનુષ્યની નૈતિક ફરજ બને છે પરંતુ સેવા કરવા મન અને તનના શુદ્ધ ભાવથી સેવા કરેલી સેવા પરમો ધર્મ ગણવામાં આવતી હોઈ થરાદ તાલુકાના એક સંત જેઓ સેવાથી જ દિવસની શરૂઆત કરતા હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે, ત્યારે થરાદ તાલુકાના કરબુણ ગામના સંતશ્રી નાગરવનજી બાપુ જેઓ અણબોલ પશુ-પક્ષીઓ પ્રત્યે દયાનો પ્રેમભાવ દાખવી સેવા પરમો ધર્મને સાર્થક કરી રહ્યા છે.          કરબુણ ગામના સંતશ્રી નાગરવનજી બાપુ જેઓ કૂતરાઓને બિસ્કિટ તેમજ પક્ષીઓને ચણ નાખી અણબોલ પશુ-પક્ષી અને મનુષ્ય જીવન…

Read More