સફારી પાર્કના રિસેપ્શન સ્‍થળ સુઘી પહોંચી લટાર મારતા સિંહ નજરે પડયો

હિન્દ ન્યૂઝ, જૂનાગઢ

જંગલના રાજા તરીકે જેની છાપ છે અને માત્ર એશિયામાં ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં જોવા મળે છે તે જંગલી જાનવર એટલે સિંહ

         ગીરનાર નેચર સફારીના રિસેપ્‍શન સ્‍થળે સિંહ આવી ચડીયો હતો. લટાર મારતો સિંહ કેમેરામાં કેદ થયો વહેલી સવારે રિસેપ્‍શન સ્‍થળે સફારીનું બુકીંગ કરાવવા આવેલા પ્રવાસીઓને ફ્રીમાં સિંહ દર્શન કર્યા. ગીરનાર નેચર સફારી પાર્ક શરૂ થયાના થોડા દિવસો જ થયા છે. ત્‍યારે પ્રવાસીઓ ખૂબ જ નજીકથી સિંહ દર્શનનો લ્‍હાવો મળી રહયો છે. તેના વારંવાર અનેક વીડિયો સામે આવ્‍યા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. દરમિયાન ગઇકાલે વહેલીસવારે જંગલના રાજા સિંહ પ્રવાસીઓનું સ્‍વાગત કરવા સામેથી સફારી પાર્કના રિસેપ્શન સ્‍થળ સુઘી પહોંચી લટાર મારતા નજરે પડતા હતા. જે નજારો નિહાળી પ્રવાસીઓ રોમાંચિત થયા હતા અને બધાં પ્રવાસીઓને નવાઈ લાગી હતી.

          ગીરનારની ગોદમાં પ્રકૃતિના સાનિધ્યમાં વચ્‍ચે સિંહ દર્શન કરવાનો લ્‍હાવો લેવો એક અનેરો મોકો હોય છે. તેવામાં વહેલી સવરમાં જ જો જંગલના રાજા સિંહ સામેથી આવીને દર્શન આપે તો તે લહાવો અનેરો જ હોય છે. જેમાં ગઇકાલે સવારે પ્રવાસીઓ ગીરનાર નેચર સફારી પાર્કમાં સિંહ દર્શન માટે રિસેપ્શન સ્‍થળ પર પહોચેલ ત્‍યારે દુર અંધારામાંથી એક ડાલમથ્‍થો સિંહ જોર જોર થી હુંકાર ભરતો સામેથી આવી પહોચ્‍યો હતો.

         સિંહએ રસ્‍તા પર લટાર મારીને રિસેપ્શન સ્‍થળની દિવાલ કુદીને અંદર આંટાફેરા મારી ધીમે ધીમે પોતાના રહેઠાણ તરફ જતો રહ્યો હતો. આ સમગ્ર નજારો ત્યાં આવેલા પ્રવાસીએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો. ત્‍યારબાદ સફારી શરૂ થતા અંદર મુલાકાતે ગયેલ પ્રવાસીઓને સોનેરી સવારના વોક કરતા બે સિંહો જોવા મળ્યા હતા. આમ, રવિવારે પ્રવાસીઓને જૂનાગઢ નેચર સફારી ખાતે મનભરીને સિંહ દર્શનનો અનેરો લ્‍હાવો પ્રાપ્‍ત થયો હતો તેમજ આ સિંહ ગર્જનનો વિડિયો જોઈ જૂનાગઢના તેમજ આજુબાજુના વિસ્તારના લોકો માટે એક ચર્ચાનો વિષય બન્યો હતો તેમજ બાળકોને પણ આ વિડિયો જોઈ ખૂબ મજા પડી ગઈ હતી .

રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, જૂનાગઢ

Related posts

Leave a Comment