સેવા પરમો ધર્મને સાર્થક કરતા કરબુણના નાગરવનજી બાપુ

હિન્દ ન્યૂઝ, થરાદ

        સેવા કરવી એ દરેક મનુષ્યની નૈતિક ફરજ બને છે પરંતુ સેવા કરવા મન અને તનના શુદ્ધ ભાવથી સેવા કરેલી સેવા પરમો ધર્મ ગણવામાં આવતી હોઈ થરાદ તાલુકાના એક સંત જેઓ સેવાથી જ દિવસની શરૂઆત કરતા હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે, ત્યારે થરાદ તાલુકાના કરબુણ ગામના સંતશ્રી નાગરવનજી બાપુ જેઓ અણબોલ પશુ-પક્ષીઓ પ્રત્યે દયાનો પ્રેમભાવ દાખવી સેવા પરમો ધર્મને સાર્થક કરી રહ્યા છે.

         કરબુણ ગામના સંતશ્રી નાગરવનજી બાપુ જેઓ કૂતરાઓને બિસ્કિટ તેમજ પક્ષીઓને ચણ નાખી અણબોલ પશુ-પક્ષી અને મનુષ્ય જીવન વચ્ચે પ્રેમ શું છે તેનું મહત્વ દર્શાવતા આવા સેવાભાવી સંતને લાખ લાખ વંદનને લાયક બન્યા છે.

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment