હિન્દ ન્યૂઝ, જૂનાગઢ
સરકાર દ્વારા જ્યારે હાલ ગુજરાતના યુવાનોને રોજગારી મળી રહે તે માટે ગ્રાન્ટેડ ઉચ્ચ માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અત્યાર સુધીની સૌથી મોટી ભરતી અંદાજીત 6500 જગ્યા પર ભરતી કરવાની તજવીર હાથ ધરાઈ છે ત્યારે ઉમેદવારોમાં કયાને ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે. બેરોજગાર ઉમેદવારો કે જે ઘણા સમયથી એક રોજગારી ની આશા લઈને બેઠા છે. તેમના તેમજ તેમના પરિવારના સપના પૂર્ણ કરવા સરકારી નોકરીની આશા રાખીને બેઠા છે ત્યારે બે દિવસ પહેલા સરકારી વેબસાઈટ પર ભરતી માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન યાદી મુકવામાં આવી. જે યાદીમાં મોટા ભાગે સરકારી નોકરી કરતા ઉમેદવારો જોવા મળ્યા હતા. જેના કારણે નોકરીની આશા લઈને રાહ જોતા ઉમેદવારોના નામ ઉંચા મેરિતના કારણે plm-1 એટલેકે (અત્યારનું Dv list)માં જોવા ન મળતા કયાને ક્યાંક અસંતોષ ઉભો થયો હતો. જેના અનુસંધાને બેરોજગાર ઉમેદવારો દ્વારા દરેક જિલ્લામાં જઈને એક રજુઆત માટે કલેક્ટને આવેદન આપ્યુ હતુ અને ઉમેદવારો દ્વારા આવેદન આપી એક રજુઆત કરી હતી. જે રજુઆતમાં ચાલુ નોકરીવાળા ઉમેદવારોની સંખ્યા વધુ છે તે રોકવામાં આવે જેથી ખરેખર નોકરીની જરૂરિયાત છે તે ઉમેદવાર ને નોકરી મળી શકે તેમજ ક્રમશ ભરતી કરવામાં આવે જેથી એકને એક ઉમેદવાર બે વખત રિપીટ ન થાય તેમજ પૂર્ણ જગ્યા ભરવા માટે ઓન લાઈન ની જેમ ઓફ લાઈનથી પણ રાઉન્ડનો વિકલ્પ અથવા એવી કોઈ વ્યવસ્થા ઉભી કરી ઓન લાઇન રાઉન્ડ કરવામાં આવે વગેરે જેવી રજુઆત જૂનાગઢમાં કલેકટર ને આવેદન આપી કરી હતી.
રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, જૂનાગઢ