હિન્દ ન્યૂઝ, બાંટવા
માણાવદર તાલુકાના બાંટવા પોલીસ સ્ટેશનમાં નવા મહિલા પીએસઆઇ પ્રિતીબેન એસ. ઝાલા ની નિમણુંક થતા બાંટવાને એક નવા જાંબાઝ મહિલા ઓફિસર મળ્યા છે. બાંટવામાં જાંબાઝ હોનહાર પીએસઆઇની નિમણુંકના કારણે મહિલાઓને સતાવતી સમસ્યાઓનું નિરાકરણ લાવવા સરળતા રહેશે. તેમજ બાંટવા પંથક તેમજ આજુબાજુના વિસ્તારમાં લોકો શાંતિથી રહી શકે તેની ઝાલાબેન પેટ્રોલિંગ કરી એક ઉમદા કાર્ય કરી રહ્યા છે. તેમજ મહિલાઓને સોશ્યલ મિડિયામાં પરેશાન સામે પગલાં લેવાની ધટનાઓમાં નિમણૂંક મદદરૂપ બનશે તો કેટલા કિસ્સાઓમાં મહિલા ગુનેગારોની સંડોવણી હોય ત્યારે મહિલા અધિકારીની હાજરીની જરૂર સ્વાભાવિક છે. તેવા સમયમાં મહિલા પીએસઆઇની નિમણુંક કામ આવશે બાંટવામાં ચાર્જ સંભાળતાની સાથે જ પીએસઆઇ પ્રિતી એસ ઝાલા નું નામ સંભાળીને અસામાજિક તત્વો થરથર ધ્રુજી ઉઠ્યા છે. ઉપરાંત હાલ આવી રહેલી સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીમાં પણ ઝાલાબેન પોતાની ફરજ સારી રીતે બજાવશે, તેમજ ચૂંટણીની પ્રક્રિયા શાંતિ પૂર્ણ રીતે થઈ શકે તેની ખાસ તકેદારી રાખશે, ઝાલાબેન એક ઉમદા પોલીસ ઓફિસર છે, તેઓ પોતાની ફરજને સૌથી વધુ મહત્વ આપે છે, સામાન્ય જનતા શાંતિ પૂર્ણ રહી શકે તેની તેઓ તકેદારી રાખે છે. મહિલા પી.એસ.આઈ ની નિમણૂક થવાથી બાંટવા પંથકને ખૂબ જ ફાયદો થશે તેવું પણ લોકો જણાવી રહ્યા છે.
રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, જૂનાગઢ