હિન્દ ન્યૂઝ, વેરાવળ
અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતી એ ભારતના પત્રકારો નુ સૌથી મોટુ અને રજીસ્ટ્રેશન થયેલ પત્રકાર સંગઠન છે. જેમનુ રજીસ્ટ્રેશન દિલ્હીથી થયેલ છે. જેમા આજરોજ ગીર સોમનાથ જીલ્લા, દીવ ના પ્રભારી દિપકભાઇ કકકડ, જીલ્લા પ્રમુખ મિતેષભાઇ પરમાર ની અધ્યક્ષ સ્થાને સોમનાથના સાનિધ્યમા વેરાવળ તાલુકા પત્રકાર સંઘ ની રચના કરવામા આવી હતી. જેમા ઉપસ્થિત પત્રકારો મા દિપકભાઇ કકકડ (ગુજરાત સમાચાર), મિતેષ પરમાર (નિમાઁણ ન્યુઝ, ગુજરાત ન્યુઝ), અતુલભાઇ કોટેચા (તંત્રી સોમનાથ ટુડે, અબતક ચેનલ), ડો. એમ.એ.બાનવા (તંત્રી સોરઠ ક્રાઇમ), વિજયભાઇ જોટવા (ડી ડી ભારતી ન્યુઝ), તુલસીભાઇ કારીયા (દિવ્ય ભાસ્કર), હિતેન્દ્ર સિંહ જાડેજા (ફુલછાબ), જયેશભાઇ પરમાર (અબતક પેપર), વિશાલ તંબોલી (એબીસી ન્યુઝ), મિનાક્ષીબેન ભાસ્કર ભાઇ વૈધ (અકીલા), પ્રદીપ બાપુ નિમ્બાક (ડી 9 ન્યુઝ), યોગેશ સતીકુવર (અવધ ટાઇમ્સ દૈનીક), મહેન્દ્ર ટાંક (બ્લુ સ્ટાર ડેન, જૂનાગઢ મીરર ન્યુઝ), નાનજીભાઇ ચાવડા (શરુઆત દૈનીક), કિરીટ વસંત (ટાઇમ્સ ઓફ ઇન્ડીયા), તુલસીભાઇ ચાવડા (હિન્દ ન્યુઝ), મિતાબેન લુકકા (સોમનાથ ટુડે સાપ્તાહિક), અંકિત કોટેચા (કાઠીયાવાડ એક્સપ્રેસ), પરાગ સંગતાણી (ચક્રવાત દૈનિક), ઇસાકાણી મહંમદ (આજકાલ દૈનિક), સંજયભાઈ રાઠોડ (ગુજરાત ક્રાઇમ બુલેટીન), હેતલબેન ચાદેગરા (ડીડી ભારતી ચેનલ), ચાંદ્રાણી જીતેન્દ્ર ભાઇ (લોકસેતુ દૈનિક), સંકેત કકકડ (ગુજરાત વૈભવ), શૈલેષ નાઘેરા (પબલીક એપ) સહીતના પત્રકારો બહોળી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ભાસ્કર ભાઇ વૈધ, દેવાભાઇ રાઠોડ, રાજેશભાઈ ભજગોતર બહારગામ હોવાથી શુભેચ્છાઓ પાઠવી હતી .
ઉપસ્થિત પત્રકારમિત્રો દ્રારા સર્વાનુમતે વેરાવળ તાલુકા પત્રકાર સંઘ (ABPSS) ના પ્રમુખ તરીકે અતુલભાઈ કોટેચા, ઉપપ્રમુખ તરીકે ડો.એમ.એ.બાનવા, વિજયભાઇ જોટવા, મહામંત્રી તુલસીભાઇ કારીયા, મંત્રી હિતેન્દ્રસિહ જાડેજા, સહમંત્રી જયેશભાઇ પરમાર, ખજાનચી વિશાલભાઇ તંબોલી, સહ ખજાનચી પ્રદીપ નિમ્બાકઁ, યોગેશ સતીકુવર, આઇ ટી સેલ મહેન્દ્ર ટાંક, નાનજી ચાવડા ની સર્વાનુમતે વરણી કરવામા આવી છે. આ તકે પ્રભારી દિપકભાઇ કકકડે જણાવેલ કે અખીલ ભારતીય પત્રકાર સંઘ એ પત્રકારોની રજીસ્ટ્રેશન સંસ્થા છે અને રજીસ્ટ્રેશન થયેલ પત્રકાર સંઘ અને સંસ્થા જ આજે સરકાર માન્ય ગણાય છે. ઉના, ગીર ગઢડા પત્રકાર સંઘની રચના બાદ આજે વેરાવળ તાલુકાની પણ રચના થઇ ચુકી છે. ટુકા દિવસોમા સૂત્રાપાડા, કોડીનાર, તાલાલા અને દીવની પણ પત્રકાર સમિતીની રચના કરાશે. જીલ્લા પ્રમુખ મિતેષભાઇ પરમારે જણાવેલ કે પત્રકાર સંઘ મા જોડાયેલા તમામ મિત્રોને અભિનંદન સાથે આવનારા દિવસોમા પત્રકારો ને રજીસ્ટ્રેશન નંબર સાથેનુ આઇકાર્ડ પણ આપવામા આવશે. પત્રકારો માટેની યોજનાઓ, મળતા લાભો, પરીષદો મા દરેક પત્રકારોને સાથે લઇને ચાલશુ. નવનિયુક્ત પ્રમુખ અતુલ કોટેચાએ જણાવેલ કે આજરોજ વેરાવળ તાલુકાના પત્રકાર સંઘ ના પ્રમુખ તરીકે દિપકભાઇ કકકડ અને મિતેષભાઇ પરમારે જે જવાબદારી સોંપી છે, તેને હુ નિભાવીશ અને દર મહિને વેરાવળ તાલુકાની મિટીંગ પણ યોજાશે.
જેમા પત્રકારોને પડતી મુશ્કેલીઓ નુ નિરાકરણ લાવવામા આવશે. ઉપપ્રમુખ ડો.બાનવાએ જણાવેલ કે સૌ પ્રથમ ગીર સોમનાથ જીલ્લા ના વેરાવળ મા સોમનાથ વેરાવળ પત્રકાર સંઘની રચના કરાઇ હતી. જેમા નાનામા નાના પત્રકારોને ઘણા વર્ષો પછી સ્થાન અને માન સન્માન મળ્યુ હતુ. તે સોમનાથ વેરાવળ પત્રકાર સંઘના પ્રમુખ મિતેષભાઇ પરમાર હતા. તેમની સાથે ડો.બાનવા, અતુલ કોટેચા સહીત દરેક પત્રકારો જોડાયા હતા અને સફળતા મેળવી હતી. આજે જીલ્લા ના પ્રમુખ તરીકે પણ મિતેષભાઇ પરમાર અને પ્રભારી દિપકભાઇ કકકડ હોય ત્યારે આપણે સૌએ તેમની સાથે જોડાવા એક આહવાન કરેલ હતુ. આ મહામંત્રી તુલસીભાઇ કારીયાએ જણાવેલ કે એક લાકડીને કોઇપણ તોડી શકે પરંતુ જો લાકડીઓ નો સમૂહ સાથે હોય તેને કોઇપણ તોડી શકે નહી, માટે આજે જે રીતે બહોળી સંખ્યામા 33 થી વધુ પત્રકારો ઉપસ્થિત રહી સંગઠનની રચના કરી છે, ત્યારે આવનારા દિવસોમા વધુ પત્રકારો પણ આપણી સાથે જોડાશે. શૈલેશ નાઘેરાએ જણાવેલ કે અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતી ના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ ભાઇ કાલાવાડીયા એ કોઇપણ પત્રકારોની સમસ્યામા સાથે ઉભા રહે છે. જેમનો પોતાને અનુભવ છે. માટે તેમના દ્રારા રજીસ્ટ્રેશન થયેલ આ સંગઠનના જોડાઇ પોતે પણ આનંદની લાગણી અનુભવી હતી. પીઢ મહિલા પત્રકાર મિનાક્ષીબેન વૈધે જણાવેલ કે પરોપકાર એ સૌથી મોટુ પુણ્ય છે. આજના આ સંગઠનમા પત્રકારો ના હીત તેમજ સંગઠન કરવાનો હેતુ ખૂબજ સરાહનીય છે. કાર્યક્રમ નુ સફળ સંચાલન કિરીટભાઇ વસંતે કરેલ હતુ.
બ્યુરો ચીફ (વેરાવળ) : તુલસી ચાવડા