સુઈગામના ભટાસણા ગામના શ્રધ્ધાળુંની ઢીમા સુધી કરી દંડવત પ્રણામની સફર

હિન્દ ન્યૂઝ ,સુઈગામ     સુઈગામ તાલુકાના ભટાસણા ગામના વતની વિષ્નુભાઈ એ ઢીમા ધરણીધરની માનતા માની હતી અને તેઓએ શ્રધ્ધા રાખતા તેમની મનોકામના પુરી થઈ હતી. જોકે તેઓ તેમના વતન ભટાસણાથી રોડ ઉપર દંડવત પ્રણામ કરીને તેઓએ ઢીમા ધરણીધરના દર્શન કરવા રવાના થયા હતા. શ્રધ્ધાળુ વિષ્ણુભાઈએ જણાવ્યું હતું કે ધરણીધરની કૃપાથી આજે મારે સારૂ છે, એટલે આજે મારા ગામથી દંડવત પ્રણામ કરીને તેમની માનતા પુરી કરવા જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. અહેવાલ : અતુલ ત્રિવેદી, થરાદ

Read More

મહુવા તાલુકાના દેવળિયા ગામે પ્રાથમિક શાળામાં આજથી ધોરણ 6 થી 8 ના ક્લાસ નો શુભારંભ

હિન્દ ન્યૂઝ, મહુવા આજથી સરકાર ની જાહેરાત બાદ ધોરણ 6 થી 8 ક્લાસ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે ત્યારે મહુવા તાલુકાના દેવળિયા ગામે આવેલ દેવળિયા પ્રાથમિક શાળામાં સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઈઝર ની સાથે શુભારંભ જે શાળાના સમય 11:00 વાગ્યા થી શરૂ કરાયું અને બાળકો ને સરકાર ની ગાઈડ લાઈન સમજાવવા મા આવી અને સાથે બાળકો ને પેન આપી સ્વાગત કરાયું. જેમાં શાળા નો સમગ્ર સ્ટાફ જોડાયો હતો અને સરકાર નિ ગાઈડ લાઈન જળવાઈ રહે અને તેનો ભંગ ના થાય તેની જવાબદારી શાળાના આચાર્ય નમ્રતાબેન…

Read More

વિરમગામ મા જીએસટીવી ના પત્રકાર પર હુમલો

હિન્દ ન્યૂઝ, વિરમગામ વિરમગામના નગરપાલિકા વિસ્તારના ભોજવા ગામ ના રહીશ જીએસટીવી અને અન્ય ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના જાણીતા પત્રકાર ગોવિંદ પનારા ઉપર નગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં રાજકીય કિન્નાખોરી ના સંદર્ભમાં કેટલાક તત્વો દ્વારા હુમલો કરવામાં આવેલ છે. પત્રકાર ગોવિંદ પનારા ને તાત્કાલિક ખાનગી શિવ હોસ્પિટલ વિરમગામ ખાતે સઘન સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે. વિરમગામ પત્રકાર સંઘ પત્રકાર ગોવિંદ પનારા ઉપરના હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને વિરમગામ પોલીસ દ્વારા તાત્કાલિક હુમલો કરનાર તત્વો ને પકડીને જેલ હવાલે કરે તેવી વિરમગામ પત્રકાર સંઘ માગણી કરેલ છે. હાલ તુરત અમારી…

Read More

ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની આગામી બોર્ડની પરીક્ષાની તૈયારીઓ શરૂ

હિન્દ ન્યૂઝ, જૂનાગઢ આગામી સમયમાં લેવાનારી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે એક મિટિંગનું આયોજન કરવામાં આવશે જેમાં બ્લોક, બિલ્ડીંગ સીસીટીવી કેમેરા વગેરે જેવી બાબતોની ચર્ચા કરવામાં આવશે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ ઉપાધ્યાય જણાવ્યું હતું કે ,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ-બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની આગામી સમયમાં પરીક્ષા લેવામાં આવનાર છે ત્યારે આ પરીક્ષાને અનુલક્ષીને બે દિવસ પછી તા.૧૯ ફેબ્રુઆરી શુક્રવારના રોજ એક મીટીંગનું આયોજન કરવામાં આવેલુ છે. સ્થળ : એકલવ્ય પબ્લિક સ્કૂલ ઝાંઝરડા રોડ -જૂનાગઢ…

Read More

“VOTE FOR A BETTER INDIA” ની થીમ પરની ચિત્ર સ્પર્ધામાં જિલ્લાના ધો-૧૦ અને ધો.૧૨ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર લીધેલો ભાગ

હિન્દ ન્યૂઝ, રાજપીપલા લોકતાંત્રિક પરંપરાઓમાં ચૂંટણીઓની ગરિમા જાળવવાની સાથે મહત્તમ મતદાન માટેના સામૂહિક શપથ સાથે કેળવાયેલી લોકજાગૃત્તિ નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ “રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી” અન્વયે તાજેતરમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાતા જાગૃત્તિ અભિયાન હેઠળ ચૂંટણીમાં મતદાન કરવા માટે લોકોમાં ઉત્સાહ જળવાઇ રહે તે માટે કોવિડ-૧૯ ની પરિસ્થિતિને અનુલક્ષીને “VOTE FOR A BETTER INDIA” ની થીમ પર ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી. જેમાં જિલ્લાના ધો.૧૦ અને ધો.૧૨ ના કુલ-૨૫૫૬ જેટલાં બાળકોએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે દેડીયાપાડા તાલુકાની એ.એન. બારોટ વિદ્યાલયના…

Read More

રાજપીપળા નગરપાલિકા માં ઉમેદવારો ફાઇનલ થતા ભાજપે શહેર ભાજપ કાર્યાલય શરૂ કર્યું

હિન્દ ન્યૂઝ, રાજપીપળા રાજપીપલા નગર પાલિકા માં 7 વોર્ડમાં 28 ઉમેદવારો વચ્ચે આ વખતે 115 ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે પાલિકા માં 15 પ્લસ ઉમેદવારો જીતીને રાજપીપલા નગરપાલિકા પર સત્તા હાંસલ કરશે તેવી આશા વ્યક્ત કરી હોય ત્યારે પાલિકા વિસ્તારો માં બેનરો તોરણો લગાવી ભાજપે ચૂંટણી નો માહોલ બનાવી દીધો છે અને રાજપીપલા કોર્ટ સંકુલ સામે ભાજપે કાર્યાલય ખુલ્લું મૂક્યું છે. ભાજપ કાર્યાલય ખાતે સત્યનારાયણ ભગવાનની કથા કરી સ્વામિનારાયણ સંતો દ્વારા પૂજા કરવામાં આવી. જેમાં સીધેશ્વર સ્વામીજીએ પૂજા કરી હતી. જેમની સાથે સાંસદ મનસુખ વસાવા, ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ,…

Read More

નર્મદા જિલ્લામાં વિદેશી દારૂ તેમજ જુગારના અડ્ડા ચલાવનાર 3 આરોપીઓને પાસામાં ધકેલતી નર્મદા પોલીસ

હિન્દ ન્યૂઝ, નર્મદા નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ ના માર્ગદર્શન હેઠળ નર્મદા જીલ્લામાં અસામાજીક તત્વો વિરૂધ્ધ અટકાયતી પગલા લેવાની સુચના મળતા એ.એમ.પટલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. એ વિદેશી દારૂની હેરાફેરી તથા વેચાણ કરનાર વિરૂધ્ધ આમલેથા પો.સ્ટે.વિસ્તારમાં બે પ્રોહી.ના ગુના દાખલ થયા હતા. તેની પ્રવૃત્તિ ડામવા આમલેથા પો.સ્ટે.પાસા કેસ નં . ૦૧/૨૦૨૧ ના કામે રાકેશ ઉર્ફે રાકો મનુભાઇ માછી રહે.ઓરી તા.નાંદોદ વિરૂધ્ધમાં પાસા દરખાસ્ત કરવામાં આવેલ, જે દરખાસ્ત જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદા દ્વારા મંજુર થતાં એલ.સી.બી દ્વારા તેને પાસાના કામે અટક કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સુપ્રત કરવામાં આવેલ છે. તેમજ આર.એ.જાધવ, પો.ઇન્સ.રાજપીપળા…

Read More

ભારતિય બનાવટ નો વિદેશી દારૂ પકડી પાડતી વિઠલાપુર પોલીસ

હિન્દ ન્યૂઝ, વિરમગામ પોલીસમહાનીરીક્ષક વી.ચંન્દ્રશેખર અમદાવાદ વિભાગ તથા પોલીસ અધીક્ષક વિરેન્દ્રસિહ યાદવ નાઓની સુચનાથી તથા નાયબ પોલીસ અધીક્ષક લવીના સિન્હા વિરમગાભ વિભાગ વિરમગાભ નાઓના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ગ્રામ્ય ડિવિજન વિરમગામ વિસ્તારમાં પ્રોહી, જૂગાર તદ્દન નાબુદ કરવા તે માટે દ્રાં.પો. કો.જીગ્નેશભાઈ ગુણવંતભાઈ નાઓને ખાનગી બાતમી આધારે ઇન્દ્રા ગામ તરફથી વોક્સ વેગનઆર ગાડી નો પીછો કરતા ગાડીની તપાસ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવતા વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ જેની કુલ કિંમત 3,45,200 ની કિંમત નો મુદ્દા માલ પકડેલ. રિપોર્ટર : નસીબ મલેક, વિરમગામ

Read More

આઇ શ્રી ખોડિયાર યુવક મંડળ તથા સમસ્ત બગડુ ગામ જનો દ્વારાપંચમ સમુહ બાળાવાર તથા બિલેશ્વર મહાદેવ મંદિર નો તૃતીય પાટોત્સવ ની ઉજવણી

હિન્દ ન્યૂઝ, ખેડા      ગુજરાત રાજ્ય સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ સંયોજક સમિતિ પ્રદેશ ઓબીસી પ્રમુખ કે.એમ. ઠાકોર હાજરી આપી હતી. આઇ શ્રી ખોડલધામ બગડુ તા.મહુધા જી.ખેડા ખાતે પંચમ સમુહ બાળાવાર તથા બિલેશ્વર મહાદેવ મંદિર નો તૃતીય પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવી. સમુહ બાળાવાર ની નીમ રાખનાર ગુજરાત રાજ્ય સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ અધ્યક્ષ સંયોજક તથા આઇ શ્રી ખોડિયાર યુવક મંડળ તથા સમસ્ત બગડુ ગામ જનો દ્વારા ખુબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું અને ગુજરાત રાજ્ય સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ પ્રદેશ ઓબીસી પ્રમુખ કે.એમ.ઠાકોર દ્વારા જાહેર કરવામાં…

Read More

વડોદરા નવાપુરા પો.સ્ટે માં એ.એ.એસ ની ફરજ બજાવતા પોલીસ કર્મીનું અચાનક નિધન

 હિન્દ ન્યૂઝ, ડભોઈ          છોટાઉદેપુર જીલ્લા અને મૂળ જબુગામના વતની વડોદરા નવાપુરા પો.સ્ટે માં એ.એ.એસ (Atomic absorption spectroscopy) ની ફરજ બજાવતા પોલીસ કર્મીનું અચાનક નિધન થતા પોલીસબેડામાં ગમગીની છવાઈ. બનાવની જાણ થતા વડોદરા શહેર આસિસ્ટન્ટ પો.કમિશનર મેઘા તેવર, નવાપુરા પીઆઇ મકવાણા, પીએસઆઇ પટેલ, રાઈટર હેડ અને સમગ્ર નવાપુરા પોલીસ સ્ટાફ સનફારમા રોડ હોસ્પિટલ ખાતે ડોદી આવી પરિવારને સાંત્વના આપી હતી તેમજ વડોદરા આસિસ્ટન્ટ પોલીસ કમિશનર મેઘા તેવરે અંતિમવિધિ માટે રૂ.૨૫,૦૦૦/- ની તાત્કાલિક સહાય કરી શોક સલામી અપાઇ હતી.             વડોદરા તાંદલજા વિસ્તારમાં…

Read More