વડોદરા નવાપુરા પો.સ્ટે માં એ.એ.એસ ની ફરજ બજાવતા પોલીસ કર્મીનું અચાનક નિધન

 હિન્દ ન્યૂઝ, ડભોઈ

         છોટાઉદેપુર જીલ્લા અને મૂળ જબુગામના વતની વડોદરા નવાપુરા પો.સ્ટે માં એ.એ.એસ (Atomic absorption spectroscopy) ની ફરજ બજાવતા પોલીસ કર્મીનું અચાનક નિધન થતા પોલીસબેડામાં ગમગીની છવાઈ. બનાવની જાણ થતા વડોદરા શહેર આસિસ્ટન્ટ પો.કમિશનર મેઘા તેવર, નવાપુરા પીઆઇ મકવાણા, પીએસઆઇ પટેલ, રાઈટર હેડ અને સમગ્ર નવાપુરા પોલીસ સ્ટાફ સનફારમા રોડ હોસ્પિટલ ખાતે ડોદી આવી પરિવારને સાંત્વના આપી હતી તેમજ વડોદરા આસિસ્ટન્ટ પોલીસ કમિશનર મેઘા તેવરે અંતિમવિધિ માટે રૂ.૨૫,૦૦૦/- ની તાત્કાલિક સહાય કરી શોક સલામી અપાઇ હતી.

            વડોદરા તાંદલજા વિસ્તારમાં રહેતા અને નવાપુરા પો.સ્ટે માં એ.એ. એસ ફરજ બજાવતા જાકીરભાઇ કુરેશી જેઓએ પોતાનું જીવન જાણે રાષ્ટ્રને સમર્પિત કરી દીધું હોય પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક કટિબદ્ધ અને નિત્યક્રમથી બજાવતા હતા. તેઓએ જેપી પો.સ્ટે, મકરપુરા પો.સ્ટે અને હાલ નવાપુરા પો.સ્ટે મા એ. એ.એસ ની પોસ્ટ પર ફરજ બજાવી રહ્યા હતા તેઓ પ્રેમાણ અને સ્નેહલ સ્વભાવ ધરાવતા હોય દરેક પોલીસ કર્મી અને ઉપલા અધિકારીઓ સાથે ગાઢ સ્નેહભાવી સંબંધ ધરાવતા હોય તેઓનું અચાનક દુઃખદ અવસાન થતાં પો. સ્ટાફ અને બેડામાં શોકની લાગણી વ્યાપી હતી.

           સાથે તેઓના રહેઠાણ વિસ્તારમાં પણ તેઓ દરેક ના દુઃખ-સુખ અને લગ્ન પ્રસંગે કે મરણ પ્રસંગે તેમજ કોઈપણ વ્યક્તિને કંઈ પણ તકલીફ હોય તો તેઓ તન મન અને ધનથી સદા અગ્રેસર રહેતા હોય તેઓની મૃત્યુના સમાચાર સાંભળતા વિસ્તારમાં અને તેઓના પરિજનો ના માથે જાણે આભ તુટી પડ્યું હોય શોકનું મોજુ ફરી વળ્યું હતું.

        જ્યારે તેઓના વતન જબુગામ ખાતે તેઓને પો.સ્ટાફ દ્વારા શોક સલામી આપી આખરી સફર માટે લઈ જવાતા તેઓના જનાજામાં ભારી માત્રામાં સ્નેહીજનો મિત્ર મંડળ અને પરિજનો મોજ સગા સંબંધીઓ ઉપસ્થિત રહી તેઓને સન્માનપૂર્વક અશ્રુભીની આંખે અંતિમવિદાય આપવામાં આવી હતી.

રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઈ

Related posts

Leave a Comment