હિન્દ ન્યૂઝ, વિરમગામ
વિરમગામના નગરપાલિકા વિસ્તારના ભોજવા ગામ ના રહીશ જીએસટીવી અને અન્ય ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના જાણીતા પત્રકાર ગોવિંદ પનારા ઉપર નગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં રાજકીય કિન્નાખોરી ના સંદર્ભમાં કેટલાક તત્વો દ્વારા હુમલો કરવામાં આવેલ છે. પત્રકાર ગોવિંદ પનારા ને તાત્કાલિક ખાનગી શિવ હોસ્પિટલ વિરમગામ ખાતે સઘન સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે. વિરમગામ પત્રકાર સંઘ પત્રકાર ગોવિંદ પનારા ઉપરના હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને વિરમગામ પોલીસ દ્વારા તાત્કાલિક હુમલો કરનાર તત્વો ને પકડીને જેલ હવાલે કરે તેવી વિરમગામ પત્રકાર સંઘ માગણી કરેલ છે. હાલ તુરત અમારી પાસે પ્રાથમિક માહિતી આવેલી છે, પરંતુ હુમલો કરનાર શખ્સને પોલીસ જલ્દી પકડે અને પત્રકાર પરના હુમલા પાછળ નગરપાલિકાના ની ચૂંટણીના સંદર્ભમાં હુમલાખોરો કોણ છે ?અને શા માટે કોના દોરી સંચાર નીચે આ હુમલો કરવામાં આવ્યો છે. તેવા શખ્સોને પણ તાત્કાલિક પકડીને કાયદેસર કાર્યવાહી હાથ ધરે તેવી વિરમગામ પત્રકાર સંઘ વિરમગામ ની માગણી છે તથા ગુજરાતપત્રકાર સંઘ અમદાવાદ વિરમગામના પત્રકાર ગોવિંદ પનારા ઉપર થયેલા હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને તાત્કાલિક વિરમગામ પોલીસને હુમલાખોરોને ઝડપી પાડવા પગલાં ભરવાની માગણી કરેલ છે.
રિપોર્ટર : નસીબ મલેક, વિરમગામ