ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની આગામી બોર્ડની પરીક્ષાની તૈયારીઓ શરૂ

હિન્દ ન્યૂઝ, જૂનાગઢ

આગામી સમયમાં લેવાનારી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે એક મિટિંગનું આયોજન કરવામાં આવશે જેમાં બ્લોક, બિલ્ડીંગ સીસીટીવી કેમેરા વગેરે જેવી બાબતોની ચર્ચા કરવામાં આવશે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ ઉપાધ્યાય જણાવ્યું હતું કે ,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ-બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની આગામી સમયમાં પરીક્ષા લેવામાં આવનાર છે ત્યારે આ પરીક્ષાને અનુલક્ષીને બે દિવસ પછી તા.૧૯ ફેબ્રુઆરી શુક્રવારના રોજ એક મીટીંગનું આયોજન કરવામાં આવેલુ છે.

સ્થળ :
એકલવ્ય પબ્લિક સ્કૂલ ઝાંઝરડા રોડ -જૂનાગઢ
સમય : સાંજના ૪ કલાકે

આ મીટીંગમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષા બાબતના મુદ્દાઓ જેમ કે, બ્લોક, બિલ્ડીંગ, સીસીટીવી કેમેરા વગેરે જેવી બાબતોની ચર્ચા કરવામાં આવશે. આ મીટીંગમાં ઉપસ્થિત રહેવા જૂનાગઢ જિલ્લા મંડળ ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ, જીલ્લા આચાર્ય સંઘના સભ્યોને ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, જૂનાગઢ

Related posts

Leave a Comment