ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન દ્વારા સ્વ: શ્રીમતી ભાવનાબેન ચીખલીયાની ૬૬મી જન્મજયંતિ નિમિતે આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિ

હિન્દ ન્યૂઝ, જૂનાગઢ જૂનાગઢ જિલ્લામાં આવેલ ભાવનાબેન ચીખલીયા હોસ્પિટલ ખાતે ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન દ્વારા સ્વ.શ્રીમતી ભાવનાબેનની ૬૬ મી જન્મજયંતિ નિમિતે ડો.ડી.પી.ચીખલીયાની યાદીમાં જણાવેલ છે, કે તા.૧૪-૨-૨૧ થી તા૧૪-૩-૨૧ સુધી ડો.ડી.પી.ચીખલીયા દ્વારા એક મહિના માટે તદ્દન નિ:શુલ્ક OPD (ફ્રિ કન્સલ્ટિંગ) નિદાન કરી આપવામાં આવશે. શ્રીમતી ભાવનાબેન ની જન્મજયંતિ નિમિતે હવેથી સાંજે-૬ થી ૮ વાગ્યા સુધી દરરોજ નિ:શુલ્ક નિદાન કરવામાં આવશે. આ સેવાકીય પ્રવૃત્તિ એક વર્ષ સુધી નિ:શુલ્ક કરી આપવામાં આવશે. સ્થળ:- ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન C/0 ત્રિમુર્તી હોસ્પિટલ, ભાવનાબેન ચીખલીયા માર્ગ, બસ સ્ટેન્ડ પાસે-જૂનાગઢ રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, માણાવદર

Read More

જિલ્લા પંચાયત/ તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૧

હિન્દ ન્યૂઝ, રાજપીપલા, આગામી તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ યોજાનારી જિલ્લા/તાલુકા પંચાયત/નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો સ્વીકારવાના આજે છઠ્ઠા દિવસે તા.૧૩ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ને શનિવારના રોજ નર્મદા જિલ્લા પંચાયતની ૨૨ બેઠકો માટે આજે કુલ-૫૬ ઉમેદવારી નોંધાઇ છે. ગઇકાલ તા.૧૨ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ સુધી નોંધાયેલી ૬૪ ઉમેદવારી સહિત આજની સ્થિતિએ જિલ્લા પંચાયતની બેઠકો માટે કુલ-૧૨૦ ઉમેદવારી નોંધાવા પામી છે. તેવી જ રીતે, નર્મદા જિલ્લામાં સમાવિષ્ઠ નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારા તાલુકા પંચાયતની ૯૦ બેઠકો માટે આજે ૨૧૯ ઉમેદવારી નોંધાઇ છે. ગઇકાલ તા.૧૨ મી ફેબ્રુઆરી સુધીમાં ઉક્ત તાલુકા…

Read More

ડભોઇ ભાજપના ૩૨ વર્ષ જૂના કાર્યકર્તાના દીકરાએ ભાજપા સાથે છેડો ફાડી સીમળીયા જિલ્લા પંચાયતમાં અપક્ષ દાવેદારી

હિન્દ ન્યૂઝ, ડભોઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઇ છે, ત્યારે ભાજપના અસંતુષ્ટો પોત પોતાનો દાવ લગાવી ઉમેદવારી નોંધાવવા તત્પર થઈ ગયા છે. ત્યારે ડભોઇ દર્ભાવતિ નગરીના ભૂતપૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ ભાઈ પટેલના સુપુત્રએ સીમળીયા જીલ્લા પંચાયત માં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. એ ભાજપ માટે ખૂબ જ પડકારરૂપ છે. 32 વર્ષનો કાર્યકાળ પસાર કર્યા બાદ પણ પક્ષે તેમના દીકરાને ટિકિટ આપી નથી. જેથી તેઓ નારાજગી વ્યક્ત કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. બાલકૃષ્ણ ભાઈ પોતાના નિવેદનમાં કહે છે કે ડભોઇ એ દર્ભાવતિ નગરી બની નથી અને હું જ્યારે ધારાસભ્ય પદ ઉપર હતો ત્યારે…

Read More

વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે નવજાત શિશુ માટે અનામી પારણું કાર્યરત

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ તા. -૧૨, વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે કલેકટર અજયપ્રકાશ દ્રારા નવજાત શિશુની સંભાળ માટે અનામી પારણું કાર્યરત કરાયું હતું. જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી દ્રારા કાર્યરત કરવામા આવેલ અનામી પારણું માં કોઈપણ જગ્યાએ મળી આવેલ અથવા બિન વારસી તાજા જન્મેલા નવજાત શિશુને મુકવામાં આવશે. કોઇ વાલીવારસ દ્વારા તાજા જન્મેલા નવજાત શીશુને અવાવરૂ જગ્યા, કચરાપેટી, ખાડા ખાબોચીયામાં ત્યજી દેવામાં આવતા હોય જેના કારણે શારીરિક માનસીક ઇજાઓ થતી હોય છે. કોઈપણ વ્યક્તિને કોઈપણ સ્થળેથી તાજા જન્મેલા નવજાત શિશુ મળી આવે તો તેઓ સરકારી હોસ્પિટલના પહેલા માળે કાર્યરત ગાયનેક વિભાગ પાસે…

Read More

જાફરાબાદ તાલુકા ભાજપમાં મસમોટું ગાબડું

હિન્દ ન્યૂઝ, જાફરાબાદ જાફરાબાદ ભાજપના મહામંત્રી તથા ટીબી ગામના પુવૅ સરપંચ સહિતના ભાજપના આગેવાનો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા. રાજુલા હાલમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના માહોલમાં ભાજપને જાફરાબાદમાં મોટા ફટકો પડ્યો. હાલમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને તાલુકા પંચાયતની ચુંટણીનો માહોલ છે. જે આજરોજ જાફરાબાદ તાલુકા ભાજપમાં મોટો ભડકો જોવા મળ્યો અને તાલુકા ભાજપના મહામંત્રી તેમજ ટીબી ગામના માજી સરપંચ સહિતના કોળી સમાજના આગેવાનો યુવાનો, વડીલો ભાજપને રામ રામ કરીને કોંગ્રેસનો ખેસ ધારણ કરતા પુર્વ સંસદીય સંચીવ હીરાભાઈ સોલંકીના ગઢમાં મોટું ગાબડું પાડેલ છે. આજ રોજ ભાજપમાંથી કોંગ્રેસમાં…

Read More

જેઠાભાઈ પાનેરા દ્વારા જૂનાગઢના ડી.વાય.એસ.પી. પ્રદીપસિંહ જાડેજાનું સન્માન

હિન્દ ન્યૂઝ, જૂનાગઢ જૂનાગઢ શહેર ની અંદર કાયદો ને વ્યવસ્થાની સંપુર્ણપણે તકેદારી રાખતાં સંપૂર્ણ ચુસ્તપણે નિયમો નું પાલન કરાવતા એવા કર્મનિષ્ઠ ડી.વાય.એસ.પી પ્રદિપસિંહ જાડેજા નું માણાવદર કેળવણી મંડળના પ્રમુખ જેઠાભાઈ પાનેરા, કોલેજના પ્રિન્સીપાલ ડો.મહેશભાઈ મેત્રરા દ્રારા સન્માન કર્યું. તેમની સરાહનીય કામગીરી તેમજ તેમના કામ પ્રત્યેની નિષ્ઠા તેમજ જૂનાગઢના લોકોનું રક્ષણ સારી રીતે થઈ શકે અને લોકો સુરક્ષિત રીતે રહી શકે તેવી વાત તેમણે કરી હતી. તેમજ એમની કામગીરીને જેઠાભાઈ પાનેરાએ બિરદાવી હતી. સેવા, સુરક્ષા, શાંતિ આ સૂત્ર તેઓએ આપણા આ વિસ્તારમાં સાર્થક કરી બતાવ્યું છે. અહેવાલ : હાજાભાઈ ઢોલા, માણાવદર

Read More

નડિયાદ શહેર મા ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય

હિન્દ ન્યૂઝ, નડિયાદ નડિયાદ શહેર આમ તો સાક્ષાર નગરી તરીકે પ્રચલિત છે, પણ આજ રોજ નડિયાદ શહેર ના જુદાજુદા વિસ્તાર મા ઠેર ઠેર ગંદકી જોવા મળી હતી અને હાલ ના આજ સમયે જે તે કાઉન્સિલરો એવુ કેહતા ફરતા હોઈ છે કે, ‘અમે અમારા વિસ્તાર અથવા વોર્ડ મા બધી જ જરૂરિયાતો પુરી કરી છે તથા વોર્ડ ના બધા જ વ્યક્તિઓ અમારા કામ થી ખુશ છે.’ તો આ શુ જોવા મળ્યુ ? માઈ મંદિર, સરદાર ભવન વગેરે જેવા વિસ્તારો મા જ્યાં પબ્લિક ની વધારે અવર જવર વધુ થતા વિસ્તાર હોવા છતાં પણ…

Read More

કોંગ્રેસ કાર્યકર પ્રમૂખ હાર્દિક પટેલ ના ગામ મા કોંગ્રેસ મા ગાબડા

હિન્દ ન્યૂઝ, વિરમગામ વિરમગામ નગરપાલિકાની ચુંટણીમા ટિકિટ વહેચણી બાબતે વિરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ દરમ્યાન કાર્યકરો-પાર્ટીના આગેવાનોને અન્યાય થતા વિરમગામ શહેર કોંગ્રેસ પ્રમુખ સુધિરભાઈ રાવલ અને વિરોધપક્ષના પૂર્વ નેતા રણજીતસિંહ ડોડીયા દ્વારા હોદ્દા પરથી રાજીનામા આપ્યા. બંને નેતાઓ ના લેટર સોશીયલ મિડીયા મા ગત રાત્રે વાયરલ થયા. રિપોર્ટર : નસીબ મલેક વિરમગામ

Read More

વેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકા મા કોંગ્રેસ ના ઉમેદવારો એ પોતાની ઉમેદવારી નોંધાવી

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ કોંગ્રેસે યુવા અને શિક્ષિત ઉમેદવારોને અગ્રીમતા આપી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે વેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકા માટે આજે ઉમેદવારોના ફોર્મ ભરવાની કામગીરી કરેલ છે. જેમાં ઉત્સાહી અને શિક્ષીત યુવા વર્ગ ને પ્રાથમિકતા આપેલ છે. કોંગ્રેસ પક્ષે આજે મોટી સંખ્યા મા તેના ઉમેદવારોની ઉમેદવારી નોંધાવેલ છે. વર્તમાન સમયની માંગ અને જરૂરિયાત ને આધારે કોંગ્રેસે ગત વર્ષ કરતા આ વર્ષે પોતાના ઉમેદવારો મા ધરકમ ફેરફાર કરેલ છે. આ તકે વેરાવળ ના સામાજીક કાર્યકર અફઝલ પંજા એ પણ કોંગ્રેસ માંથી ઉમેદવારી નોંધાવેલ છે. આ તકે મોટી સંખ્યા મા ઉમેદવાર…

Read More

ગીર સોમનાથ ના વડામથક વેરાવળ મા આવેલ ચોપાટી બે-બે કલેકટર બદલાયા છતા કામ પૂર્ણ થયુ નથી

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જીલ્લા ના વડામથક વેરાવળમા નગરપાલીકા વિસ્તારમા આવેલ ચોપાટી નવનિર્માણ નુ કામ વર્ષોથી ગોકળગાય ની ગતિએ ચાલી રહેલ છે. વેરાવળમા લોકોને ફરવા માટે ચોપાટી એક જ સ્થળ આવેલ છે, ત્યારે કરોડો રુપીયાના ખર્ચે આ ચોપાટીનુ કામ 90% પૂર્ણ થઇ ગયેલ છે, પરંતુ લોકાપર્ણ કરવા વહીવટી તંત્ર કે રાજકીય આગેવાનોને યોગ્ય મુહૂર્ત આવતુ નથી, ત્યારે આ નવનિર્માણ થઇ રહેલી ચોપાટી વિશાળ જગ્યામા બનાવવામા આવેલ છે. જેમા બાળકો માટે હીચકા, લસરપેટ્ટી સહીત ના રમત ગમતના સાધનો, વૃધ્ધો માટે બેસવા માટે બાકડાઓ, ઠેરઠેર કચરા પેટી, લાઇટો, એકવારીયમ, સીકયુરીટી…

Read More