હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ
તા. -૧૨, વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે કલેકટર અજયપ્રકાશ દ્રારા નવજાત શિશુની સંભાળ માટે અનામી પારણું કાર્યરત કરાયું હતું. જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી દ્રારા કાર્યરત કરવામા આવેલ અનામી પારણું માં કોઈપણ જગ્યાએ મળી આવેલ અથવા બિન વારસી તાજા જન્મેલા નવજાત શિશુને મુકવામાં આવશે.
કોઇ વાલીવારસ દ્વારા તાજા જન્મેલા નવજાત શીશુને અવાવરૂ જગ્યા, કચરાપેટી, ખાડા ખાબોચીયામાં ત્યજી દેવામાં આવતા હોય જેના કારણે શારીરિક માનસીક ઇજાઓ થતી હોય છે. કોઈપણ વ્યક્તિને કોઈપણ સ્થળેથી તાજા જન્મેલા નવજાત શિશુ મળી આવે તો તેઓ સરકારી હોસ્પિટલના પહેલા માળે કાર્યરત ગાયનેક વિભાગ પાસે અનામી પારણામાં નવજાત શિશુને મુકી શકશે. જેથી નવજાત શિશુની સમયસર સંભાળ લઈ તેની જીંદગી બચાવી શકાશે.
આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મોર્ય, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, પુર્વ આર.એમ.ઓ ડો.મકવાણા, ડો.સતવાણી, સુપરવાઇઝર નાઘેરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.