હિન્દ ન્યૂઝ, ડભોઈ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઇ છે, ત્યારે ભાજપના અસંતુષ્ટો પોત પોતાનો દાવ લગાવી ઉમેદવારી નોંધાવવા તત્પર થઈ ગયા છે. ત્યારે ડભોઇ દર્ભાવતિ નગરીના ભૂતપૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ ભાઈ પટેલના સુપુત્રએ સીમળીયા જીલ્લા પંચાયત માં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. એ ભાજપ માટે ખૂબ જ પડકારરૂપ છે. 32 વર્ષનો કાર્યકાળ પસાર કર્યા બાદ પણ પક્ષે તેમના દીકરાને ટિકિટ આપી નથી. જેથી તેઓ નારાજગી વ્યક્ત કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. બાલકૃષ્ણ ભાઈ પોતાના નિવેદનમાં કહે છે કે ડભોઇ એ દર્ભાવતિ નગરી બની નથી અને હું જ્યારે ધારાસભ્ય પદ ઉપર હતો ત્યારે ૧૪૨૫ કરોડનાં કામો આ સરકાર પાસેથી કરાવ્યા હતા. જ્યારે અત્યારે તેમના 50% કામો પણ થયા નથી. આ દર્ભાવતિ નગરીના હજી દર્ભાવતિ નગરી બની નથી એ માત્ર ડભોઇ જ છે. ખાલી ભાષણો કરવાથી દર્ભાવતિ નગરી બનતી નથી અને જ્યારે સીમળીયા જિલ્લા પંચાયતની વાત કરી ત્યારે માત્ર પણસોલી નો જ વિકાસ થાય છે. સીમળીયા જિલ્લા પંચાયત માં બીજા કોઈ ગામો આવતા નથી. તેઓ તેમના આક્ષેપ કર્યો છે. જો 32 વર્ષનો કાર્યકાળ સાથે વિતાવ્યા પછી પણ પક્ષ છોડીને અપક્ષ ઉમેદવારી કરવી એ પણ ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય. પરંતુ પોતાના મતદારો તેઓને પ્રેરિત કરી તેમની સાથે રહી તેમને જીતાડવા માટે તત્પર થઈ ગયા છે.
રિપોર્ટર : હુસેન મન્સૂરી ડભોઈ