ગીર સોમનાથના ખાંભા ગામ ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

      ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના તાલુકાના ખાંભા ગામ ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રથ આવી પહોંચ્યો હતો. જ્યાં બાળાઓ દ્વારા રથનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાx પાત્રતા ધરાવતા નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામા આવ્યો હતો.

જેમા અગ્રણી પ્રતાપભાઈ બારડે જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં યોજનાકીય લાભો છેવાડા લોકો સુધી પહોચી રહ્યા છે. અગ્રણી શૈલેન્દ્રસિંહે જણાવ્યુ હતુ કે, આ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના માધ્યમથી સરકાર ગામે ગામ અને જન જન સુધી વિવિધ યોજનાઓના લાભો અને યોજનાકીય માહિતી પહોચાડી રહી જે દર્શાવે છે કે સરકાર છેવાડાના લોકોનો વિકાસ કરવા કટીબદ્ધ છે

આ તકે, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનારના મનીષાબેન પટેલે પાકૃતિક ખેત પદ્ધતિ અને જમીન પૃથક્કરણ વિશેની સમજ આપી હતી અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાની વિસ્તૃત જાણકારી આપી હતી. તેમજ આરોગ્ય કેમ્પ અને પાત્રતા ધરાવતા નાગરિકોને સરકારની પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના, પધાનમંત્રી આવાસ યોજના સહિતની યોજનાઓનો લાભ આપવામા આવ્યો હતો અને ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી તેમજ લાભાર્થીઓ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા અને ‘વિકસિત ભારત’ માટે પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રસંગે ખાંભા ગામના સરપંચ સંજય માનસિંગભાઈ ડોડીયા, અગ્રણી હમીરભાઈ વાઢિયા સહિતના મહાનુભાવો અને વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment