જિલ્લા પંચાયત/ તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૧

હિન્દ ન્યૂઝ, રાજપીપલા,

આગામી તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ યોજાનારી જિલ્લા/તાલુકા પંચાયત/નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો સ્વીકારવાના આજે છઠ્ઠા દિવસે તા.૧૩ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ને શનિવારના રોજ નર્મદા જિલ્લા પંચાયતની ૨૨ બેઠકો માટે આજે કુલ-૫૬ ઉમેદવારી નોંધાઇ છે. ગઇકાલ તા.૧૨ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ સુધી નોંધાયેલી ૬૪ ઉમેદવારી સહિત આજની સ્થિતિએ જિલ્લા પંચાયતની બેઠકો માટે કુલ-૧૨૦ ઉમેદવારી નોંધાવા પામી છે.

તેવી જ રીતે, નર્મદા જિલ્લામાં સમાવિષ્ઠ નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારા તાલુકા પંચાયતની ૯૦ બેઠકો માટે આજે ૨૧૯ ઉમેદવારી નોંધાઇ છે. ગઇકાલ તા.૧૨ મી ફેબ્રુઆરી સુધીમાં ઉક્ત તાલુકા પંચાયતોની બેઠકો માટે નોંધાયેલી ૨૩૧ ઉમેદવારી સહિત આજની સ્થિતિએ કુલ-૪૫૦ ઉમેદવારી નોંધાવા પામી છે.

તે જ રીતે, રાજપીપલા નગરપાલિકાના ૭ વોર્ડની કુલ-૨૮ બેઠકો માટે આજે કુલ-૪૬ ઉમેદવારી નોંધાઇ છે. ગઇકાલ તા.૧૨ મી ફેબ્રુઆરી સુધીમાં નગરપાલિકાની બેઠકો માટે નોંધાયેલી કુલ-૯૮ ઉમેદવારી સહિત આજની સ્થિતિએ કુલ-૧૪૪ ઉમેદવારી નોંધાઈ હોવાના અહેવાલ નર્મદા જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી પ્રાપ્ત થયા છે.

રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, નર્મદા

Related posts

Leave a Comment