રાષ્ટ્રીય વસ્તી ગણતરી-૨૦૨૭ અંતર્ગત બનાસકાંઠામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે રાષ્ટ્રીય વસ્તી ગણતરી પ્રક્રિયા-૨૦૨૭ અંગે ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ.

🗓️ તા. ૧૭ મે થી ૩૧ મે-૨૦૨૬ સુધી “સ્વ-ગણતરી (Self Enumeration)” ની સુવિધા ઉપલબ્ધ રહેશે.

નાગરિકો હવે ઘરે બેઠા જ

🌐 se.census.gov.in

પર પોતાની માહિતી સ્વયં નોંધાવી શકશે.

📌 સ્વ-ગણતરી બાદ મળનાર ૧૧ આંકડાનો SE ID સાચવી રાખવો જરૂરી રહેશે.

🏠 તા. ૧ જૂન થી ૩૦ જૂન-૨૦૨૬ દરમિયાન વસ્તી ગણતરી કર્મચારીઓ ઘર-ઘર જઈ માહિતી એકત્રિત કરશે.

કલેક્ટરએ જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરી કે,

“સ્વ-ગણતરી સુવિધાનો લાભ લઈ રાષ્ટ્રીય કાર્યમાં સહભાગી બનો.”

🤝 આવો, વસ્તી ગણતરી-૨૦૨૭ને સફળ બનાવવા સૌ સાથે મળીને યોગદાન આપીએ.

Related posts

Leave a Comment