હિન્દ ન્યૂઝ, જાફરાબાદ
જાફરાબાદ ભાજપના મહામંત્રી તથા ટીબી ગામના પુવૅ સરપંચ સહિતના ભાજપના આગેવાનો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા. રાજુલા હાલમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના માહોલમાં ભાજપને જાફરાબાદમાં મોટા ફટકો પડ્યો. હાલમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને તાલુકા પંચાયતની ચુંટણીનો માહોલ છે. જે આજરોજ જાફરાબાદ તાલુકા ભાજપમાં મોટો ભડકો જોવા મળ્યો અને તાલુકા ભાજપના મહામંત્રી તેમજ ટીબી ગામના માજી સરપંચ સહિતના કોળી સમાજના આગેવાનો યુવાનો, વડીલો ભાજપને રામ રામ કરીને કોંગ્રેસનો ખેસ ધારણ કરતા પુર્વ સંસદીય સંચીવ હીરાભાઈ સોલંકીના ગઢમાં મોટું ગાબડું પાડેલ છે.
આજ રોજ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા કોળી સમાજના આગેવાન કાનાભાઇ બાંભણીયા (ઉગાભાઇ), ભાણાભાઈ મકવાણા તેમજ ટીબીગામ પંચાયત ના પુર્વ સરપંચ અને જાફરાબાદ તાલુકાના કોળીસમાજના તેમજ અન્ય સમાજના અસંખ્ય આગેવાનો કોંગ્રેસમાં જોડાયેલ છે. આજરોજ ભાજપને રામ રામ કરીને કોંગ્રેસમાં જોડાયેલા સૌ આગેવાનો અને યુવાનો, કાર્યકરો પણ કોંગેસ માં જોડાયા અને પ્રદેશ કોંગ્રેસ પાટીના અને કોળીસમાજના આગેવાન એવા પ્રવીણભાઇ બારૈયા, ટીકુભાઇ વરૂ, નાથભાઈ ભલાળા, નાથાભાઈ પરમાર, પ્રકાશભાઈ બાંભણીયા, ભરતભાઈ બારૈયા સાહિત ના કોંગ્રેસના આગેવાનનોની ઉપસ્થિતી રહી સૌને આવકારી અને કોંગ્રેસમાં સૌનું સ્વાગત કરવામાં આવેલ. તમામ આગેવાન નોને કોંગ્રેસ નો ખેસ પહેરાવી ને વિધિવત રીતે આવકાર્યા છે
રિપોર્ટર : ભરતભાઈ બારૈયા, જાફરાબાદ