ગીર સોમનાથ ના વડામથક વેરાવળ મા આવેલ ચોપાટી બે-બે કલેકટર બદલાયા છતા કામ પૂર્ણ થયુ નથી

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

ગીર સોમનાથ જીલ્લા ના વડામથક વેરાવળમા નગરપાલીકા વિસ્તારમા આવેલ ચોપાટી નવનિર્માણ નુ કામ વર્ષોથી ગોકળગાય ની ગતિએ ચાલી રહેલ છે. વેરાવળમા લોકોને ફરવા માટે ચોપાટી એક જ સ્થળ આવેલ છે, ત્યારે કરોડો રુપીયાના ખર્ચે આ ચોપાટીનુ કામ 90% પૂર્ણ થઇ ગયેલ છે, પરંતુ લોકાપર્ણ કરવા વહીવટી તંત્ર કે રાજકીય આગેવાનોને યોગ્ય મુહૂર્ત આવતુ નથી, ત્યારે આ નવનિર્માણ થઇ રહેલી ચોપાટી વિશાળ જગ્યામા બનાવવામા આવેલ છે. જેમા બાળકો માટે હીચકા, લસરપેટ્ટી સહીત ના રમત ગમતના સાધનો, વૃધ્ધો માટે બેસવા માટે બાકડાઓ, ઠેરઠેર કચરા પેટી, લાઇટો, એકવારીયમ, સીકયુરીટી સહીત અનેક આધુનિક સુવિધાઓ સાથે આ ચોપાટી નિર્માણ 90% પૂર્ણ થઈ ચુકેલ છે ત્યારે હાલતો આ ચોપાટી પર કચરાના ગંજ, લાઇટો બંધ, બાકડાઓ ટુટેલા સહીત નુ નુકશાન થઇ રહ્યુ છે, ત્યારે વહેલી તકે લોકો માટે બનાવેલ આ ચોપાટીનુ લોકાપર્ણ થાય તેવુ લોકો ઈચ્છી રહ્યા છે. દિનેશ રાયઠઠા (સ્થાનીક, વેરાવળ) વેરાવળ મા વર્ષો પહેલા આ ચોપાટીનુ ભૂમિપૂજન કરવામા આવેલ હતુ. પરંતુ તંત્ર દ્વારા આવુ શા માટે કરવામા આવી રહ્યુ છે તે સમજાતુ નથી. અત્યારે લાઇટો જે નાખવામા આવેલ તે મોટાભાગની ખરાબ થઇ ગયેલ છે અને બે કીમી મા પથરાયેલ આ ચોપાટી નુ હજુ સુધી લોકાપર્ણ થયેલ નથી. અશ્ર્વીન સુયાણી (સ્થાનીક , વેરાવળ) કરોડોના ખર્ચ સાથે વેરાવળ ચોપાટી બનાવવામા આવી છે, ત્યારે લોકોને ફરવા માટે એક જ સ્થળ ચોપાટી છે પરંતુ લોકાપર્ણ ના વાકે ખુલ્લુ મુકવામા આવેલ નથી. આ ચોપાટી પર લોકોને આવવા પર મનાઇ હુકમ છે. રાજકીય લોકોના ઇશારે હજુ સુધી લોકાપર્ણ કરવામા આવેલ નથી. મિતેષ પરમાર, ગીર સોમનાથ જીલ્લાના વડામથક વેરાવળ ખાતે નવનિર્માણ પામી રહેલ ચોપાટી નુ લોકાપર્ણ કરવાની વાતો 2016 મા થવાની રાજકીય આગેવાનો કરી રહ્યા હતા, પરંતુ આજે 2021 પણ આવી ચુકી છે, છતા આ ચોપાટી નુ લોકાપર્ણ થયુ નથી. લોકો માટે બનાવવામા આવેલ કરોડાના ખચેઁ બની રહેલ ચોપાટી હાલતો ઘણી ક્ષતી પામેલ હાલતમા જોવા મળી રહી છે. હાલતો સ્થાનીક સ્વરાજ ની ચૂંટણીઓ મા સરકારી તેમજ રાજકીય અધિકારી ઓ વ્યસ્ત છે, પરંતુ ચુટણી બાદ તો આ ચોપાટીનુ લોકાપર્ણ થાય તેવુ લોકો ઈચ્છી રહ્યા છે.

સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Related posts

Leave a Comment