વેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકા મા કોંગ્રેસ ના ઉમેદવારો એ પોતાની ઉમેદવારી નોંધાવી

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

કોંગ્રેસે યુવા અને શિક્ષિત ઉમેદવારોને અગ્રીમતા આપી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે વેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકા માટે આજે ઉમેદવારોના ફોર્મ ભરવાની કામગીરી કરેલ છે. જેમાં ઉત્સાહી અને શિક્ષીત યુવા વર્ગ ને પ્રાથમિકતા આપેલ છે.

કોંગ્રેસ પક્ષે આજે મોટી સંખ્યા મા તેના ઉમેદવારોની ઉમેદવારી નોંધાવેલ છે. વર્તમાન સમયની માંગ અને જરૂરિયાત ને આધારે કોંગ્રેસે ગત વર્ષ કરતા આ વર્ષે પોતાના ઉમેદવારો મા ધરકમ ફેરફાર કરેલ છે. આ તકે વેરાવળ ના સામાજીક કાર્યકર અફઝલ પંજા એ પણ કોંગ્રેસ માંથી ઉમેદવારી નોંધાવેલ છે.

આ તકે મોટી સંખ્યા મા ઉમેદવાર તેમના ટેકેદારો તેમજ કોંગ્રેસ પક્ષના સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા તેમજ કોંગ્રેસ અગ્રણી જયકરભાઈ ચોંટાઈ, નુસરત પંજા, અશોકભાઈ ગદા, દિનેશ રાયઠ્ઠા માર્ગદર્શન સાથે ઉમેદવારી પત્રો ની કામગીરી કરેલ હતી.

રિપોટર : મો. સઈદ મહિડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment