અપહરણ અને બળાત્કારના દિયોદર પોલીસ સ્ટેશમા ગુન્હામા ૧૩ વર્ષથી નાસ્તો ફરતો આરોપી બનાસકાંઠા પેરોલ ફર્લો સ્કોર્ડ હાથે ઝડપાયો

હિન્દ ન્યૂઝ, દિયોદર

દિયોદર પોલીસ સ્ટેશમાં ૨૦૦૮ ગુનાહમા સંડોવાયેલ અપહરણ અને બળાત્કાર કરનાર આરોપી છેલ્લા ૧૩ વર્ષ થી નાસ્તો ફરતો આરોપી જોધાભાઈ પૂજા ભાઈ રાવળ (ભાટ) દિયોદર પંથકમાં એક મહિલા નું અપહરણ કર્યું હતું. સાથે જુદી જુદી જગ્યાએ લઈ જઈ બળાત્કાર કરી ફરાર થઈ ગયો હતો. ત્યારે આ કામના આરોપી પોલીસ ની પકડ બહાર નાસ્તો ફરતો હતો ત્યારે રેંજ આઇજી તથા એસપી બનાસકાંઠાની સૂચના અધારે બનાસકાંઠા જિલ્લા ફલોર્ડ સ્કોર્ડ છેલ્લા ૧૩ વર્ષ થી નાસ્તો ફરતો હતો, ત્યારે બાતમીના આધારે ઝડપી પાડી હાલ દિયોદર પોલીસ ને સોપવામાં આવ્યો છે. દિયોદર પોલીસ હાલ આરોપીને અટક કરી આરોપી વિરુધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહત્વનું છે કે દિયોદર પંથકમાં એક મહિલા નું અપહરણ કરી તેની સાથે બળાત્કાર કરી નાસી છુટયા બાદ ૧૩ વર્ષ થી પોલીસ પકડથી દૂર ભાગ આખરે રેન્જ આઇજી અને જિલ્લા પોલીસ વડા ની સૂચના થી સધન પેટ્રોલીંગ કરી રહ્યા હતા, ત્યારે ખાનગી બાતમીના આધારે જિલ્લા પેરલ સ્કોર્ડ દ્વારા ઝડપી પાડી દિયોદર પોલીસ મથકમાં ૨૦૦૮ માં આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ માં નાસતા ફરતા આરોપી જોધા ભાઈ પૂજા ભાઈ ઉર્ફે કોજરામ જાતે રાવળ (ભાટ) મૂળ રહે. ધમાણા તાલુકો જિલ્લો જાલોર રાજસ્થાન વાળાની નેનાવા થી પકડી પાડી જિલ્લા પેરલ સ્કોર્ડ ઝડપી દિયોદર પોલીસ ને સુપરત કર્યો છે. જ્યાં દિયોદર પોલીસ આરોપી વિરુધ્ધ ની ફાઇલ ખોલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment