હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ
વેરાવળ નગરપાલીકા મા 44 નગરસેવકો માથી 32 નગરસેવકો એ ભયાઁ ઉમેદવારી ફોર્મ….
લઘુમતી વિસ્તારમા પહેલીવાર ભાજપ દ્રારા ઉમેદવારોની બાદબાકી…
90% થી વધુ નવા ચહેરાઓ ભાજપ દ્રારા ચુટણી મેદાનમા…
ગીર સોમનાથ જીલ્લાના વડામથક વેરાવળમા શહેર ભાજપ દ્રારા વિજય સંકલ્પ કાયઁક્રમ યોજાયો હતો. જેમા 32 ઉમેદવારો અને ભાજપના હોદેદારો તથા કાર્યકર્તાઓ ની ઉપસ્થિત રહી હતી.
ગીર સોમનાથ જીલ્લા ભાજપ દ્રારા જીલ્લાભરની ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ ગત મોડીરાત્રીના વેરાવળ નગરપાલીકા ની યાદી બહાર પાડવામા આવેલ હતી. જેમા ઐતિહાસિક મા પ્રથમ વખત લઘૂમતી વોર્ડ માં ભાજપ દ્રારા ઉમેદવારો ઉભા રાખેલ નથી ત્યારે 44 ઉમેદવારો માથી 32 ઉમેદવારો એ આજે વિજય સંકલ્પ લીધા હતા અને 32 ના વિજયી બનાવવા ઉપસ્થિત જનમેદની એ આવકારેલ હતા. ડી.જે ના તાલે ભાજપના ઉમેદવારોએ કાર્યકર્તાઓ સાથે પ્રાંત કચેરી ખાતે પોતાની ઉમેદવારી રજુ કરી હતી.
સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા, ગીર સોમનાથ