જેતપુર જિલ્લા પંચાયતમાં વિધવા માતાઓના આશીર્વાદ લઇ ભાજપાનો ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા જેતપુર સરપંચ મોન્ટુ શાહ

હિન્દ ન્યૂઝ, જેતપુર સમગ્રમાં રાજ્યમાં જયારે તાલુકા જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણનીના પડઘમ વાગી ગયા છે ત્યારે, જેતપુર પાવીમાં પણ ચુંટણી પ્રચારની શરૂઆત થઇ ગઈ છે. જેતપુર પવીના યુવાન સરપંચ મોન્ટુ શાહ દ્વારા જેતપુર જિલ્લા પંચાયત મતક્ષેત્રની ઘૂટણવડ તાલુકા પંચાયતના ઉમરવા અને ખંડીયા અમદાર ગામની ગરીબ- આદિવાસી વિધવા મહિલાઓના આશીર્વાદ લઇ ભારતીય જનતા પાર્ટીના ચુંટણી પ્રાચારના શ્રી ગણેશ કર્યા હતા. મોન્ટુ શાહે જણાવ્યું હતું કે, અમે આ જિલ્લા પંચાયતની લગભગ 700 જેટલી વિધવા મહિલાઓ- નિરાધાર લોકોને સરકારની વિધવા અને નિરાધાર સહાયનો લાભ અપાવવામાં મદદરૂપ બન્યા છે, ત્યારે આ ઉમરવા અને…

Read More

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે કોંગ્રેસનું શપથ પત્ર રજૂ કરતા જ ભાજપ પર અનેક પ્રહારો કર્યા

હિન્દ ન્યૂઝ, રાજકોટ         કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કોંગ્રેસનું શપથ પત્ર રજૂ કરતા જ ભાજપ પર અનેક પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે, કોર્પોરેશનમાં વર્ષોથી ભાજપનું શાસન છે. તે છતાં લોકો પ્રાથમિક સુવિધાઓ માટે તરસી રહ્યાં છે. ઊંચો ટેક્સ ભર્યા, છતાં પણ લોકો ગટર, પાણી, રસ્તા જેવી પ્રાથમિક જરુરિયાત માટેની ફરિયાદો છતાં પણ નિરાશા મળે છે. અમને ભાજપના નેતાઓની જેમ ખોટા વચનો, વાયદાઓ કે ભાષણ કરતા નથી આવડતું, પરંતુ સાચા અર્થમાં લોકોની સમસ્યાનું નિવારણ કઇ રીતે થાય તે માટે આજે અમે તમારી પાસે વાયદા નહીં શપથ…

Read More

રાજકોટના પૂર્વ નગરસેવક ભુપત બોદરને મળી ટિકિટ

હિન્દ ન્યૂઝ, રાજકોટ              ભારતીય જનતા પાર્ટીના રાજકોટ જિલ્લાના પ્રમુખ મનસુખભાઈ ખાચરિયાએ ઉમેદવારોની જે યાદી જાહેર કરી છે તેમાં રાજકોટ શહેરના પૂર્વ નગરસેવક ભુપત બોદરને પણ ટિકિટ આપવામાં આવી છે. કસ્તુરબાધામ સીટ પરથી ભુપત બોદરને ટિકિટ આપવામાં આવી છે. આગામી સમયમાં ભાજપનું શાસન જિલ્લા પંચાયતમાં આવશે ત્યારે ભુપત બોદરને જિલ્લા પંચાયત પ્રમુખ અથવા તો કારોબારી સમિતિના ચેરમેન પદ મળવાનું અત્યારથી જ ચર્ચાઈ રહ્યું છે. રિપોર્ટર : મનીષ બામટા, રાજકોટ

Read More

ખંભાળીયા શહેર ભાજપ ના કાર્યકરો દ્વારા શ્રી રામ મંદિર માટે દોઢ લાખ જેવું યોગદાન

હિન્દ ન્યૂઝ, જામ ખંભાળીયા             અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિર નિર્માણ થઈ રહ્યું છે, જેમાં જામ ખંભાળીયા શહેર ભાજપ દ્વારા સમર્પણ નિધિ આપવા માટે નું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ ના દરેક હોદેદારો કાર્યકરો શુભેચ્છક દ્વારા મોટું યોગદાન આપવામાં આવ્યું છે. આ તમામ રોકડ રૂપિયા અને ચેક ભાજપના હોદેદારો એ સંઘ કાર્યલય ખાતે આર.એસ.એસ ના કેલાશભાઈ કણજારીયા ને અર્પણ કર્યા હતા. જેમાં ઈન્દ્રજીતસિંહ પરમાર, જીજ્ઞેશભાઈ પરમાર, મનુભાઈ મોટાણી, અશોકભાઈ કાનાણી, ઘનશ્યામસિંહ જાડેજા, ભીખુભા જેઠવા, હસુભાઈ ધોળકિયા, પ્રતપભાઈ દતાણી, ભવ્યભાઈ ગોકાણી, જ્યેસભાઈ કણજારીયા, જયસુખભાઈ મોદી, મહેન્દ્રસિંહ…

Read More

થરાદની નાનોલ પ્રાથમિક શાળામાં લાખોનું કૌભાંડ સામે આવ્યું

હિન્દ ન્યૂઝ, થરાદ          થરાદ તાલુકાના નાનોલ ગામનો થોડા સમય પહેલા સસ્પેન્ડ થયેલ શિક્ષકનું ફરી એકવાર મસમોટું કૌભાંડ સામે આવ્યુ છે. આ શિક્ષક સને 2017 માં નાનોલ પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક (આચાર્ય) તરીકે ફરજ બજાવતો તે સમયે ખોટા નામ ધારણ કરી ત્રણ લાખ ઉપરાંતનું કૌભાંડ આચર્યું હોવાની શિક્ષણ વિભાગને નાનોલ ગામના એક જાગૃત નગરિક દ્વારા લેખિત રજુઆત આપવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે.           અરજદારે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ની જોગવાઈઓ મુજબ વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૭ ની માંગેલી માહિતીના આધારે ૨૦૧૭ ના…

Read More