જેતપુર જિલ્લા પંચાયતમાં વિધવા માતાઓના આશીર્વાદ લઇ ભાજપાનો ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા જેતપુર સરપંચ મોન્ટુ શાહ

હિન્દ ન્યૂઝ, જેતપુર

સમગ્રમાં રાજ્યમાં જયારે તાલુકા જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણનીના પડઘમ વાગી ગયા છે ત્યારે, જેતપુર પાવીમાં પણ ચુંટણી પ્રચારની શરૂઆત થઇ ગઈ છે. જેતપુર પવીના યુવાન સરપંચ મોન્ટુ શાહ દ્વારા જેતપુર જિલ્લા પંચાયત મતક્ષેત્રની ઘૂટણવડ તાલુકા પંચાયતના ઉમરવા અને ખંડીયા અમદાર ગામની ગરીબ- આદિવાસી વિધવા મહિલાઓના આશીર્વાદ લઇ ભારતીય જનતા પાર્ટીના ચુંટણી પ્રાચારના શ્રી ગણેશ કર્યા હતા. મોન્ટુ શાહે જણાવ્યું હતું કે, અમે આ જિલ્લા પંચાયતની લગભગ 700 જેટલી વિધવા મહિલાઓ- નિરાધાર લોકોને સરકારની વિધવા અને નિરાધાર સહાયનો લાભ અપાવવામાં મદદરૂપ બન્યા છે, ત્યારે આ ઉમરવા અને ખંડીયા અમદારની 82 જેટલી વિધવા માતાઓના આશીર્વાદ મેળવી ચુંટણી પ્રચાર આરંભ્યો છે. છેલ્લા 8 થી 10 મહિનાથી આ તમામ વિધવા માતાઓને દર મહિને 1250/- રૂપિયાની સહાય મળે છે ત્યારે, કામ કરનાર લોકોને સહકાર આપવાની ભાવનાથી વિકાશના મુદ્દાઓ અને એજન્ડા સાથે જનતા જોડે ભારતીય જનતા પાર્ટીને વોટ માંગવાના અપીલ કરવામાં આવી રહી છે.

વર્ષોથી કોંગેશ પ્રેરિત આ જિલ્લા પંચાયતના તમામ ગામોની જનતાને સરપંચ મોન્ટુ શાહે વિંનતી કરી હતી કે, આપનો વોટ આપણા ગામના અને આપણા ઉજ્વળ ભવિષ્યને માટે એક વાર આપ નાત- જાત- ધર્મ- ભેદભાવ- ફળીયાવાદ- વિસ્તારવાદ- ગામવાદ અને પક્ષવાદ ભૂલીને ભારતીય જનતા પાર્ટીને અને કમળને આપો. અમે તમને વિશ્વાસ આપાવીયે છે કે, આપે આપેલો વોટ અમે બાતલ નહીં જવા દઈએ.

રિપોર્ટ : નઈમ હુઈ, છોટાઉદપુર

Related posts

Leave a Comment