હિન્દ ન્યૂઝ,
અલખના ઓટલે ભગવા ભજનીયા ગવાઇ આપણા ભજનના પ્રકારમા સંધ્યા, આરતી, રામગ્રી, પ્યાલો, આરાધ એમા કટારી ની ગાયકીમા જગમાલભાઈ બારોટનુ નામ અણનમ અભેદ આજે એ ભજન ભોમીયાના દેહવિલય થયો છે.
ગુજરાતી ભજન સમ્રાટ ગણાતા જગમાલભાઈ બારોટ નું અવસાન થયું છે, ત્યારે તેમના શ્રોતાઓમાં ખૂબ જ દુઃખની લાગણી પ્રસરી છે તેમણે અનેક સંતવાણી, સ્ટેજ પ્રોગ્રામ, આપ્યા હતા. ભજનમાં જગમાલભાઈ બારોટ- કટારી અને “હાટડીયે કેમ રહેવાશે ભાઇ…” સહિતના ભજનથી લોકોમાં એક અનોખી લોકપ્રિયતા મેળવી હતી અને સમગ્ર ગુજરાતની અંદર ભજનસમ્રાટ તરીકે નામના મેળવી હતી. તેવા ભજનિકનું અવસાન થયું છે. પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.
ૐ શાંતિ શાંતિ શાંતિ
રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, માણાવદર