હિન્દ ન્યુઝ, બોટાદ
જિલ્લા કલેક્ટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને બોટાદ કલેકટર કચેરીના કોંફરન્સ હોલ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર બિજલ શાહે જણાવ્યું હતું કે, આગામી ૪ થી ૧૮ જુલાઈ દરમિયાન સમગ્ર રાજ્યમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે જે અંતર્ગત બોટાદ જિલ્લામાં પણ રથનું આગમન થશે. આ બાબતે જિલ્લા કલેક્ટરએ અમલીકરણ સમિતિ તેમજ સંલગ્ન અધિકારીઓને જરૂરી સૂચના આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉપરાંત આગામી યોગ દિવસ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી તેમજ સંબંધિત અમલીકરણ અધિકારીઓને સુચારુ આયોજન ઘડી કાઢવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલા, નિવાસી અધિક કલેક્ટર મુકેશભાઈ પરમાર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ