નડિયાદ શહેર મા ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય

હિન્દ ન્યૂઝ, નડિયાદ

નડિયાદ શહેર આમ તો સાક્ષાર નગરી તરીકે પ્રચલિત છે, પણ આજ રોજ નડિયાદ શહેર ના જુદાજુદા વિસ્તાર મા ઠેર ઠેર ગંદકી જોવા મળી હતી અને હાલ ના આજ સમયે જે તે કાઉન્સિલરો એવુ કેહતા ફરતા હોઈ છે કે, ‘અમે અમારા વિસ્તાર અથવા વોર્ડ મા બધી જ જરૂરિયાતો પુરી કરી છે તથા વોર્ડ ના બધા જ વ્યક્તિઓ અમારા કામ થી ખુશ છે.’ તો આ શુ જોવા મળ્યુ ? માઈ મંદિર, સરદાર ભવન વગેરે જેવા વિસ્તારો મા જ્યાં પબ્લિક ની વધારે અવર જવર વધુ થતા વિસ્તાર હોવા છતાં પણ ત્યાં ના ભાજપ ના કાઉન્સિલર ને ક્યાં કશુંય દેખાતું નથી ? સરદાર ભવન સર્કલ જે વિસ્તાર ની ચારો તરફ સરકારી ઓફિસો આવેલી છે. આપણા શહેર ના ચૂંટાયેલા પ્રતિનિધિ તથા સરકારી અધિકારીઓ તથા નગરપાલિકા ના સભ્યો દિવસ માં એક વાર તો અહીંયા થી પસાર થતા જ હશે તે છતાં તેમને આ ગંદકી દેખાતી ન હોય ?

કિડની સર્કલ (વાણીયાવાડ) જ્યાં પણ સર્કલ ની હાલત ખરાબ છે, જે નડિયાદ શહેર મા પ્રવેશવાનું મુખ્ય પ્રવેશદ્વાર છે. છતાં પણ ભાજપ શાસિત નડિયાદ નગરપાલિકા થકી વિકાસ નાં કામો ની ઉણપ જોવા મળે છે.

હવે જોવાનું એ રહયું કે પ્રજા ના પૈસાએ લૂંટ થઈ રહી હોવા છતાં પણ પ્રજા ચૂપ કેમ છે? એ તો આવનાર સમય જ બતાવશે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment