માંગરોળ તાલુકાના પ્રિસાઈડિંગ અને આસિસ્ટન્ટ પ્રિસાડિંગ ઓફિસરોને ચૂંટણી લક્ષી બીજી તાલીમ અપાઈ

હિન્દ ન્યૂઝ, માંગરોળ

આગામી તારીખ ૨૮ મી ફેબ્રુઆરીનાં રોજજિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થનાર છે. ત્યારે માંગરોળનાં ચૂંટણી વિભાગ તરફથી મતદાન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેનાં ભાગ રૂપે આજે તારીખ 21 મી ફેબ્રુઆરીનાં રોજ માંગરોળ ખાતે આવેલી એસ.પી. મદ્રેસા હાઇસ્કૂલનાં ટાઉનહોલ ખાતે પ્રેસાઈડીંગ ઓફિસર અને આસિ સ્ટન્ટ પ્રેસાઈડીંગ ઓફિસરો મળી કુલ ૩૫૪ ચૂંટણી કર્મચારીઓને બે વિભાગોમાં ચૂંટણી અધિકારી એ.જી.ગામીત,ડી. કે. વસાવા, દિનેશભાઇ પટેલ, નાયબ ચૂંટણી અધિકારી ગિરિષભાઈ પરમાર, ની ઉપસ્થિતમાં બીજી તાલીમ આપવામાં આવી હતી. જેમાં માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મોહનસિંહ ખેરે EVM મશીન સહિતની વિગત વાર સમજૂતી આપી હતી. બિન વૈધાનિક કવરની અંગે અશ્વિનસિંહ વાસીયા એ સમજૂતી આપી હતી. તેમજ EVM મશીન સીલિંગ પ્રક્રિયા, મતદાન પ્રક્રિયાની સમજૂતી પ્રેકટીકલ કરી બતાવવામાં આવી હતી. મામલતદાર ડી. કે. વસાવાએ PPE કીટ વિશે સમજૂતી આપી હતી. તેમજ કિશોરભાઈ ભોજાણી, હિતેશ ભાઈ ગોદાવરિયાએ PPV કીટ કેવી રીતે પહેરવી. તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે પ્રેકટીકલ કરી બતાવવામાં આવ્યું હતું.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment