ગીર સોમનાથ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલીકાની ચૂંટણીની મતગણતરી તા.૨ માર્ચના રોજ કરાશે

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

તા. -૨૩, સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલીકાની ચૂંટણીનું તા.૨૮ ના રોજ મતદાન થયું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની શાંતિપુર્ણ માહોલમાં યોજાઈ હતી. ત્યારબાદ જિલ્લામાં તા.૨ માર્ચના રોજ કુલ ૧૧ સ્થળોએ મતગણતરી કરવામાં આવશે.

વેરાવળ તાલુકા પંચાયતની ચૂંટણીનું મતગણતરી સ્થળ શ્રીમતી મણીબેન કોટક હાઈસ્કુલ વેરાવળ, વેરાવળ પાટણ નગરપાલીકાનું મતગણતરી સ્થળ ચોકસી કોલેજ વેરાવળ, તાલાળા તાલુકા પંચાયતની ચૂંટણીનું મતગણતરી સ્થળ શ્રી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ, બોરવાવ ફાટકની બાજુમાં તાલાળા-સાસણ રોડ, તાલાળા, તાલાળા નગરપાલીકાની ચૂંટણીનું મતગણતરી સ્થળ વલ્લભાચાર્ય કન્યા વિધાલય, મીલ ગ્રાઉન્ડ તાલાળા, સુત્રાપાડા તાલુકા પંચાયતની ચૂંટણીનું મતગણતરી સ્થળ ડો.ભરત બારડ કોલેજ સુત્રાપાડા, સુત્રાપાડા નગરપાલીકાની ચૂંટણીનું મતગણતરી સ્થળ શિવસાગર સ્કુલ બંદર રોડ સુત્રાપાડા, કોડીનાર તાલુકા પંચાયતની અને નગરપાલીકાની પેટા ચૂંટણીનું મતગણતરી સ્થળ મ્યુનીસીપલ ગર્લ્સ હાઈસ્કુલ, દેવળી રોડ, કોડીનાર, ઉના તાલુકા પંચાયતની ચૂંટણીનું મતગણતરી સ્થળ શાહ એચ.ડી.હાઈસ્કુલ, દેલવાડા રોડ, ઉના, ઉના નગરપાલીકાની ચૂંટણીનું મતગણતરી સ્થળ યોગ કેન્દ્ર બ્લડ બેંક પાસે, વરસીંગપુર રોડ, ઉના અને ગીરગઢડા તાલુકા પંચાયતની ચૂંટણીનું મતગણતરી સ્થળ સરસ્વતી વિધાલય કોલેજ, સનવાવ રોડ ગીરગઢડા ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે.

વેરાવળ, સુત્રાપાડા, તાલાળા, ઉના અને કોડીનાર નગરપાલીકાની ચૂંટણીના મતગણતરી કેન્દ્ર પર ૨૪૮, વેરાવળ, સુત્રાપાડા, તાલાળા, ઉના, કોડીનાર અને ગીરગઢડા સહિત છ તાલુકાની ચૂંટણીના મતગણતરી સ્થળ પર ૪૪૫ અને જિલ્લા પંચાયતની ચૂંટણીના મતગણતરી સ્થળ પર ૩૮૪ કર્મચારીઓ ફરજ બજાવશે. ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલીકાની યોજાયેલ ચૂંટણીના તા. ૨ માર્ચના રોજ મતગણતરી કેન્દ્ર પર ૧૦૭૭ કર્મચારીઓ તેમની ફરજ બજાવશે.

Related posts

Leave a Comment