દિયોદર ફૂટબોલ કલબ ની ટીમ રાષ્ટ્રીય ફૂટબોલ અન્ડર સેવનટી ચેમ્પિયનશીપ ગોવા ખાતે કેરલા સામે ફાઇનલ રમી

હિન્દ ન્યૂઝ, દિયોદર

નૅશનલ યુથ ફૂટબોલ ચેમ્પિયનશીપ 2021 ગોવા ખાતે યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય ફૂટબોલ અંડર સેવનટીન ચૅમ્પિયનસિપ મા વિવિધ રાજ્યોની ટીમોએ, ભાગ લીધો હતો. જેમાં ગોવા ખાતે ગુજરાત લેવલે બનાસકાંઠા ના દિયોદર ના ખેલાડીઓ ભાગ લીધો હતો. રમત ક્ષેત્રે જિલ્લાના દિયોદર ના ખેલાડીઓ ભાગ લઇ ફૂટબોલ ક્ષેત્રે નામના મેળવ્યું છે, ત્યારે ગોવા ખાતે રમાયેલી અન્ડર સેવનટીન ફૂટબોલ ચેમ્પિયનશીપ મા દિયોદર ની ટીમે તારીખ ૨૦થી૨૬ ફેબ્રુઆરી દરમિયાન વિવિધ રાજ્યો ની ફૂટબોલ ટીમો સામે રમ્યા હતા. જેમાં પ્રથમ રાઉંડ મા ગોવા V/S દિયોદર ગુજરાત ટીમ મેચ રમાઇ હતી. જેમાં ગોવા સામે દિયોદર ટીમે જીત મેળવી હતી, ત્યારે બીજા રાઉન્ડમાં મુંબઈ V/S દિયોદર ટકરાઇ હતી. જેમાં દિયોદર ગુજરાત જીત મેળવી હતી. જ્યારે પૂર્ણ સામે દિયોદર ગુજરાત સામે દિયોદર ટીમે વિજેતા થઈ ફાઈનલ મેચ સુધી પહોંચી હતી ત્યારે ૨૬ ફેબ્રુઆરી ની ફાઇનલ મેચ ગોવાના કલંધુત સ્ટેડિયમ ખાતે કેરાલા V/S દિયોદર ગુજરાત રમાઈ હતી. જેમાં ભારે રસાકસી ભરી મેચમાં દિયોદર ગુજરાત ટીમ ને રનર્સપ મેળવી સંતોષ માનવો પડ્યો હતો.

દિયોદર ખાતે ફૂટબોલ ખેલાડીઓ ને આટલા સુધી લઈ જવામાં કોચ હિતેશ ભાઈ એમ. પરમાર ની ખેલાડીઓ ને તૈયાર કરવામાં અથાગ મહેનત કરી, દિયોદર ના ફૂટબોલ ના ખેલાડીઓ ને રાજ્ય કક્ષા સુધી પહોંચાડી ગુજરાતીઓ પણ ફૂટબોલ મા સ્થાન મેળવી આગળ વધવા નવી પ્રેરણા પૂરી પાડી છે.

મહત્વનું છે કે દિયોદર ફૂટબોલ કલબના કેપ્ટન રુદ્ર ધાનાણી ના નેતૃત્વમા પારસ ભાટી, વિજય, કરણ, કિરણ, ભાવેશ આકાશ, જિલ્સ, પારસ પઢિયાર, હર્ષિલ, અમન, અમિત ખેલાડીઓ સારો દેખાવ કર્યો હતો.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment