મહુવા ના ઉદ્યોગ નગર પાસે આવેલ મિલ ની ચાલી પાસે એકાએક ભંગાર ના ડેલા મા આગ

હિન્દ ન્યૂઝ, મહુવા

    મહુવા ના ઉદ્યોગ નગર પાસે આવેલ મિલ ની ચાલી પાસે એકા એક ભંગાર ના ડેલા મા આગ લાગી જવા પામી હતી. જે જોત જોતામાં ભીષણ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં આવેલ બીજા ભંગાર ના ડેલા મા આગ લાગી જવા પામી હતી. જેના લીધે આજુબાજુના વિસ્તાર મા ત્રણ થી ચાર કારખાનામાં આગ પ્રસરી હતી. જેના લીધે ફાયર બ્રિગેડ ને જાણ કરવા માં આવી. જાણ થતાં પ્રાંત અધિકારી અને ફાયર બ્રિગેડ નો સ્ટાફ પણ ત્યાં ઘટના સ્થળે દોડી આવ્યા. મહુવા માં ત્રણ ફાયર ફાઇટર હોવા છતાં ડ્રેનેજ લાઇન નું કામ કરતા ફાઈટર અને પાણી ટેન્કર મોકલાયા હતા અને ફાયર ફાઈટર આવ્યું જ ન હતું. જેના લીધે આગ ને કાબુ માં કરવા માટે કલાકો કરતા પણ વધુ સમય થઈ ગયો હતો. જેમાં લાખો રૂપિયા નું નુકસાન થવા પામેલ છે. મળતી વિગતો મુજબ 20-25 લાખ રૂપિયા નું નુકશાન થવા પામેલ છે.

રિપોર્ટર : રાજકુમાર પરમાર, મહુવા

Related posts

Leave a Comment