અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ ના ઉપપ્રમુખ દ્વારા જન્મદિન ની અનોખી ઉજવણી

હિન્દ ન્યૂઝ, અમરેલી                                    વર્તમાન સમય ને ધ્યાને રાખી કોઈ અન્ય પ્રકાર ના ખર્ચ ન કરી અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ ના ઉપપ્રમુખ દ્વારા શહેર ના વિવિધ વિસ્તારોમાં જઈ અને ભૂલકા ઓ ને સૂકો નાસ્તો કરાવી, માસ્ક અને સેનેટાઇઝર નું વિતરણ કરી એક ઉમદા ઉદાહરણ પાડ્યું હતું. આ તકે મેહુલભાઈ શ્રીમાળી, દિશાંતભાઈ બાબરીયા, ગોલણભાઈ ડેર, રાજદીપભાઈ વાળા, સન્ની ચૌહાણ, આશિષભાઈ ચૌહાણ, રિધમ મકવાણા હાજર રહ્યા હતા. રિપોર્ટર : સંજય વાળા, ધારી

Read More

મોતિયો વાળા દર્દીઓએ આંખના ઓપરેશન માટે માર્કેટિંગ યાર્ડ ધારી ખાતે પોહચી જવું, બજરંગ ગ્રુપ દ્વારા અપીલ….

હિન્દ ન્યૂઝ, ધારી                                   ધારી તા 06-012021 ને ગુરૂવાર ના રોજ જે દર્દીઓ ને મોતિયો પાકી ગયો હોય તેવા ઓપરૅશન ને લાયક દર્દીઓએ સવારે10 કલાકે માર્કેટિંગ યાર્ડ ધારી ખાતે પહોંચી જવુ. દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવશે. તો તા.06-01- 2021 ગુરૂવાર ના રોજ સવારે 10 કલાકે સ્થળ માર્કેટિંગ યાર્ડ માં સમયસર રીતે પોંહચી જવાનું રહેશે.એવું બજરંગ ગ્રુપ ધારી તરફથી જણાવવામાં આવ્યું. રિપોર્ટર : સંજય વાળા, ધારી

Read More

તા.૧-૧-૨૦૨૧ના રોજ માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે રૂ. ૧૧૮ કરોડના “લાઈટ હાઉસ” પ્રોજેક્ટનું ઈ-ખાતમુહૂર્ત

આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ મંડળ સત્તામંડળ દ્વારા તા. ૦૧/૦૧/૨૦૨૧ના રોજ રાજ્યના માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે રૂ. ૧૧૨.૩૧ કરોડના જુદા જુદા વિવિધ પ્રોજેક્ટનુ લોકાર્પણ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે હિન્દ ન્યૂઝ, રાજકોટ                                તા. ૩૧-૧૨-૨૦૨૦, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટી એરિયા ખાતે રૂ. ૧૧૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર “લાઈટ હાઉસ” પ્રોજેક્ટ આવાસ યોજનાનું ઈ-ખાતમુહૂર્ત માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કરવામાં આવશે. આ શુભ અવસરે રાજ્યના માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે.  …

Read More

પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત ઓછી તથા મધ્યમ આવક ધરાવતા વર્ગનાં લોકો માટે આવાસ યોજના

હિન્દ ન્યૂઝ, રાજકોટ                                  તા. ૩૧-૧૨-૨૦૨૦, પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) દ્વારા નિર્માણાધિન આવાસો પૈકી EWS-૧ પ્રકારના ૧૨૨ આવાસો, EWS-૨ પ્રકારના ૩૦૩ આવાસો, LIG પ્રકારના ૧૦૨ આવાસો તથા MIG પ્રકારના ૧૬૧ આવાસો મળી કુલ ૬૮૮ આવાસો જુદા જુદા ૭ સ્થળોએ ખાલી રહે છે. આ ખાલી આવાસો ફાળવવા માટે ફોર્મ વિતરણની પ્રક્રિયા કોટક મહિન્દ્રા બેંકની (૧૦ શાખા), ICICI બેંક (૧૩ શાખા) તથા HDFC બેંક (૧૫ શાખા) આમ ત્રણે બેંકોની રાજકોટ શહેરની…

Read More

ગીર સોમનાથ જિલ્લા માટે ૬૧ મા રાજ્યકલા પ્રદર્શનની કલાકૃત્તિઓ તા.૩ જાન્યુ. સુધીમાં સ્વીકારાશે

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ                            તા.૩૧, ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્રારા ૬૧મું રાજ્યકલા સ્પર્ધા/પ્રદર્શન યોજાનાર છે. આ પ્રદર્શનમાં જુદી-જુદી કલાઓ જેવી કે પેઈન્ટીંગ, શિલ્પકલા, ગ્રાફીક્સ, વ્યવહારીકકલા, છબીકલા તેમજ બાળ ચિત્રકલાના ક્ષેત્રના કલાકારો પાસેથી તેમજ ધોરણ ૧ થી ૧૦ ના વિધાર્થીઓ પાસેથી કલાકૃતિઓ સ્પર્ધા માટે મંગાવવામાં આવશે. આ કૃત્તિઓ તા.૩-૧-૨૦૨૦ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે પહોંચતી કરવાની રહેશે. વધુ માહિતી youthofficergirsomnath.blogsport.com પરથી મળી શકશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.…

Read More

નાબાર્ડ દ્રારા રમરેચી ગામે તાલીમ યોજાઈ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ તા.૩૧, ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના રમરેચી ગામે આજીવિકા એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ પ્રોગ્રામ તાલીમ તબક્કો 3 ઉદઘાટનનું કરવામાં આવ્યું હતું. નાબાર્ડ અને શ્રી ઉદય એજ્યુકેશન ટ્રસ્ટ દ્રારા મહિલાઓને તાલીમ યોજવામાં આવી હતી. જેમાં ડી.ડી.એમ. નાબાર્ડ કિરણ રાઉત, એલ ડી એમ.એસ.બી.આઈ. અશોકભાઈ વ્યાસ, આર.એસ.ઈ.ટી.આઈ દર્શન સૂત્રેજા, શ્રી ઉદય એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી લલિતાબેન પાનસુરીયા, સરપંચ ગીતાબેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરોચીફ (વેરાવળ) : તુલસી ચાવડા

Read More

ડીસા તાલુકાના વિરોણા ગામે ખાન ખનીજ વિભાગના દરોડા

હિન્દ ન્યૂઝ, ડીસા                         બનાસકાંઠા જિલ્લામાં ખાન ખનીજ વિભાગ માં તંત્ર દ્વારા દરોડા કરવામાં આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વીરોણા ગામે ખાન ખનીજ વિભાગ અધિકારીઓ દ્વારા દરોડા જીસીબી મશીન અને બે ટ્રેકટર ઝડપી પાડતા ખાન ખનીજ માફિયાઓ માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વિરોણા ગામે ખનીજ વિભાગના દરોડા ગઈકાલે ખનીજ વિભાગ દ્વારા અંબાજી ખાતેથી પણ બે કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેના પગલે આજે સવારે પાંથાવાડા માંથી પણ ખનીજ વિભાગ…

Read More

IT એક્ટ તેમજ છેતરપિંડીના ગુનાના આરોપીને ડભોઇ પોલીસે ગણતરીના કલાક માં પકડી પાડ્યો

હિન્દ ન્યૂઝ , ડભોઇ ડભોઇમાં છેતરપિંડી અને આઇ.ટી.એક્ટના ગુનાની ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડવા પોલીસ દ્વારા જુદાજુદા સ્રોતને આધારે તપાસ કરી હતી. જેમાં ગણતરીના 9કલાક માં જ આરોપીએ તેના સ્ટેટ બેંકના એકાઉન્ટ દ્વારા સદર એકાઉન્ટ હોલ્ડર વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલી હોઇ પોલીસે આરોપીનું પગેરુ દબાવતાં ઉકાઇ તા.સોનગઢ જિ.તાપીથી ઝડપાઇ ગયો હતો. ડભોઇ પોલીસે તેની પાસેથી મુદ્દામાલ રીકવર કરી કસ્ટડી ભેગો કરી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે ફરિયાદની હકીકત, બેન્ક ડીટેઇલ તેમજ વોલેટ ડીટેઇલ આધારે આરોપી નામે મહેન્દ્રકુમાર ગામીત રહે. સબસીડી ફળીયુ, ઉકાઇ તા.સોનગઢ જિ.તાપીથી મુદ્દામાલ સાથે ઝડપી ડભોઇ પોલીસ સ્ટેશને…

Read More

શ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડભોઇ નગર પાલિકાના કાર્યક્ષેત્ર ના બેરોજગાર યુવતીઓ માટે ફેશન ડિઝાઇનિંગના તાલીમ વર્ગ આપવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, ડભોઈ                                તા. 31-12 -2020 ના રોજ સરકાર ની ગુજરાત શહેરી ‘આજીવિકા મિશન યોજના’ ના ESTP ઘટક હેઠળ તાલીમ પાર્ટનર સંસ્થા શ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડભોઇ નગર પાલિકાના કાર્યક્ષેત્ર ના બેરોજગાર યુવતીઓ માટે ફેશન ડિઝાઇનિંગના તાલીમ વર્ગ કરવામાં આવેલ. જે તાલીમાર્થીઓ દ્વારા પોતેજ પોતાના બનાવેલા કપડાં પહેરી રેમ્પ વોક કરી ફેશન શોનું આયોજન આજરોજ તાલીમ સેન્ટર પર કરવામાં આવેલ છે. સાથે સાથે વિવિધ પ્રકારના આઉટફિટ નું પ્રદર્શન યોજવામાં આવ્યું. આ પ્રદર્શનમાં તમામ વિદ્યાર્થીઓ બનાવેલા…

Read More

ગોધરા ખાતે MGVCL ની બેદરકારી

હિન્દ ન્યૂઝ, ગોધરા                                      પંચમહાલ જિલ્લા નું પાટનગર ગોધરા શહેર અનેકવાર ચર્ચાઓમાં રહ્યું છે. ત્યારે ગોધરા શહેર ના પશ્ચિમ વિસ્તારમાં કાલાભાઈ પેટ્રોલ પંપ થી લઇ કિસ્મત હોટલ સુધી મુખ્ય માર્ગો ઉપર ઉભા કરેલ લાઈટ ના થાંભલા એકદમ ભયભીત હાલતમાં દેખાય રહ્યા છે. હાલ મુખ્ય માર્ગ નો સમારકામ ચાલતું હોય, રોડ ના એક સાઈડ થી રાહદારીઓ પસાર થઇ રહ્યા છે, પરંતુ આ રોડ ઉપર આ વીજ થાંભલા ભયભીત હોય અને આ થાંભલાઓ ઉપર થી…

Read More