ડીસા તાલુકાના વિરોણા ગામે ખાન ખનીજ વિભાગના દરોડા

હિન્દ ન્યૂઝ, ડીસા

                        બનાસકાંઠા જિલ્લામાં ખાન ખનીજ વિભાગ માં તંત્ર દ્વારા દરોડા કરવામાં આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વીરોણા ગામે ખાન ખનીજ વિભાગ અધિકારીઓ દ્વારા દરોડા જીસીબી મશીન અને બે ટ્રેકટર ઝડપી પાડતા ખાન ખનીજ માફિયાઓ માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વિરોણા ગામે ખનીજ વિભાગના દરોડા ગઈકાલે ખનીજ વિભાગ દ્વારા અંબાજી ખાતેથી પણ બે કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેના પગલે આજે સવારે પાંથાવાડા માંથી પણ ખનીજ વિભાગ દ્વારા પાંચ જેટલા ટ્રેકટરો જપ્ત કરી પોલીસ સ્ટેશન મોકલવાની ફરજ પડી હતી. બીજી તરફ આજે સવારે 11 વાગ્યે વિરોણા ખાતે પણ ખનીજ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જીસીબી મશીન અને ટ્રેકટરને તાત્કાલિક સીલ કરીને સરપંચ અને તલાટી ના હવાલે કરવાની અધિકારીઓની ફરજ પાડી છે. બીજી તરફ બનાસકાંઠા ખનીજ વિભાગની પ્રશંસનીય કામ કરી લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

એહવાલ : કંચનસિંહ વાઘેલા, ડીસા

Related posts

Leave a Comment