હિન્દ ન્યૂઝ, ડભોઈ
તા. 31-12 -2020 ના રોજ સરકાર ની ગુજરાત શહેરી ‘આજીવિકા મિશન યોજના’ ના ESTP ઘટક હેઠળ તાલીમ પાર્ટનર સંસ્થા શ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડભોઇ નગર પાલિકાના કાર્યક્ષેત્ર ના બેરોજગાર યુવતીઓ માટે ફેશન ડિઝાઇનિંગના તાલીમ વર્ગ કરવામાં આવેલ. જે તાલીમાર્થીઓ દ્વારા પોતેજ પોતાના બનાવેલા કપડાં પહેરી રેમ્પ વોક કરી ફેશન શોનું આયોજન આજરોજ તાલીમ સેન્ટર પર કરવામાં આવેલ છે. સાથે સાથે વિવિધ પ્રકારના આઉટફિટ નું પ્રદર્શન યોજવામાં આવ્યું. આ પ્રદર્શનમાં તમામ વિદ્યાર્થીઓ બનાવેલા પોતાના આઉટફીટ પહેરી અને ફેશન શોનું આયોજન કર્યું, તેમજ કાર્યક્રમમાં ડભોઇ નગરપાલિકાના આ યોજનાના મેનેજર મહેશભાઈ પરમાર, અર્ચનાબેન પરમાર તથા કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર પ્રવીણભાઈ બારીયા તથા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અજય પટેલ, જ્યોતિબેન, ટ્રેનર ભાવિકાબેન, સપનાબેન તેમજ કર્મચારીઓમાં નેહાબેન, રક્ષાબેન હાજર રહી પ્રોગ્રામ ની શોભા વધારી હતી.
રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઈ