હિન્દ ન્યુઝ, રાજકોટ તારીખ: ૦૮-૦૧-૨૦૨૧, તાજેતરમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા પડોશી રાજ્યોમાં પક્ષીઓમાં બર્ડ ફ્લુ (એવીયન ઇન્ફ્લુએન્ઝા) નો રોગ જોવા મળેલ છે. આ રોગ પક્ષીઓમાં ઝડપથી ફેલાય છે. પક્ષીઓમાંથી માનવમાં પણ ફેલાય છે. જે ધ્યાને લેતા રાજ્ય સરકારની અગ્ર મુખ્ય વન સંરક્ષકની કચેરી તરફથી મળેલી સુચના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલ તા. ૦૯-૦૧-૨૦૨૧ થી પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયનું પક્ષીઘર બંધ કરવાનો નિર્ણય કરેલ છે.
Read MoreDay: January 8, 2021
વાવ બસ સ્ટેન્ડ આગળ ટ્રાફીક ના કારણે મુસાફરો ને પડતી મુશ્કેલી થી જનતા પરેશાન
હિન્દ ન્યુઝ, વાવ વાવ બસ સ્ટેન્ડ આગળ ટ્રાફીક ના કારણે મુસાફરો ને પડતી મુશ્કેલી વાવ ટ્રાફીક પોલીસ ઓખ આડા કાન કરી વાવ બસ સ્ટેન્ડ ની આગળ પ્રાઇવેટ વાહનો મૂકી વાહન માલિકો બજાર માં જતાં રહેવાને કારણે મુસાફરો ને ટ્રાફીક નો સામનો કરવો પડે છે. તો વાવ ટ્રાફીક પોલીસ મુસાફરો ને પડતી મુશ્કેલીને હલ કરશે ખરા ? અને કરે તો વહેલી તકે નિકાલ લાવે એવું વાવ તાલુકાના પ્રજાજનો ની માંગણી ઉઠવા પામી છે. રિપોર્ટર : લાલા પરમાર, વાવ
Read Moreધરતી પુત્રોના કલ્યાણ માટે કિસાન સૂર્યોદય યોજના આશીર્વાદરૂપ છે – શ્રીમતી લીલાબેન આંકોલિયા
હિન્દ ન્યુઝ, મોડાસા તા. ૦૮/ ૦૧/૨૦૨૧, અરવલ્લી જિલ્લાના મોડાસાના ભામશા હૉલ ખાતેથી કિસાન સૂર્યોદય યોજનાનો શ્રીમતી લીલાબેન અંકોલિયા દ્વારા શુભારંભ કરાયો. અરવલ્લી જિલ્લાના મોડાસાના ૧૦૫ ગામોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ આવરી લેવાશે. ખેડૂતોને રાત્રે આવવા-જવા માટે પડતી મુશ્કેલીઓનો અંત આવ્યો – સંસદ સભ્ય દીપસિંહ રાઠોડ અરવલ્લી જિલ્લાના મોડાસાના ભામશા હૉલ ખાતેથી ગુજરાત રાજયના મહિલા આયોગ શ્રીમતી લીલાબેન આંકોલિયા કિસાન સૂર્યોદય યોજનાને શુભારંભ કર્યો હતો. શ્રીમતી લીલાબેન આંકોલિયાએ “જય જવાન,જય કિસાન” ના નારા સાથે ખેડૂતોને…
Read Moreરૈયા ગામે કોરોના વેકસીન બુથ ડેમોસ્ટ્રેશન કરાયું
હિન્દ ન્યુઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ના માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારી ડો. બ્રિજેશ વ્યાસ ના નેજા હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પગાર કેન્દ્ર શાળા માં કોરોના વેકસીન બુથ પર ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં રૈયા મેડિકલ ઓફિસર દ્વારા આ વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ આવનાર સમય માં કોરોના ની રસી કરણ બુથ નું આયોજન સમયે લાભાર્થીઓ ની સુવિધા અને અડચણો વિશે માહિતી મેળવી શકાય તેમજ કોરોના રસીકરણ બુથ માં કોઈ ખામી ન સર્જાય તે માટે આ ડેમોસ્ટ્રેશન કરાયું હતું. જેમાં રૈયા…
Read Moreદિયોદર તાલુકા વિકાસ અધિકારી નું સન્માન કરાયું
હિન્દ ન્યુઝ, દિયોદર દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા પી.આર.દવે નું આજ રોજ સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠન દિયોદર તેમજ અખિલ પરશુરામ પરિવાર દ્વારા તાલુકા વિકાસ અધિકારી નું સાલ ઓઢાડી તેમજ મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ માનજીભાઈ જોશી, ભાયરામભાઈ જોશી, અંબારામભાઈ જોષી, અમરતભાઈ જોષી, દયારામભાઈ સિલ્વા, કનુભાઈ જોશી, અલકેશભાઈ જોશી, શ્રીરામભાઈ જોશી, નરેશભાઈ જોશી સહિત બ્રહ્મ સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર
Read Moreગુજરાત પ્રદેસ કોંગ્રેસ સમિતિ દ્વારા સ્ટેટજી કમિટી માં 90-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ની સભ્ય તરીકે ની વરણી કરવામાં આવેલ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 90-સોમનાથ વિધાનસભા ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ની ગુજરાત પ્રદેસ કોંગ્રેસ કમિટી દ્વારા સ્ટેટજી કમિટી માં મહત્વ ની જવાબદારી સાથે નિમણૂક કરવામાં આવેલ છે. ટૂક સમય માં ગુજરાત ભરમાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ યોજવાની હોય જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જેવી અતિ મહત્વની ચૂંટણીઓ આવનાર હોય ગુજરાત કોંગ્રેસ પાર્ટી ના માનનીય પ્રમુખ અમિતભાઈ ચાવડા આ ચૂંટણીલક્ષી સ્ટેટજી કમિટી ની રચના કરવામાં આવેલ છે. આ ચૂંટણીઓ માં કોંગ્રેસ પાર્ટી મજબૂતી સાથે ચૂંટણી લડી શકે અને આ સ્થાનીક ચૂંટણીઓ માં કોંગ્રેસ પાર્ટી વિજય થાય…
Read Moreઉનાના ગાંગડા ગામના ખેડૂતે કાશ્મીરી રેડ એપલ બોરની ખેતી કરી સિઝનમાં કમાયા લાખો રૂપિયા
હિન્દ ન્યુઝ, વેરાવળ બજારમાં અનેક પ્રકારના બોર મળે છે પરંતુ રેડ એપલ બોરની માંગ વધું છે. તેનો સ્વાદ મધુર હોય છે ત્યારે ઉનાના ગાંગડા ગામે રહેતા ભીખુભાઇ ખસીયા એ પોતાના મોબાઈલમાં રેડ એપલ બોરની ખેતી કેવી રીતે કરવી અને શું કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવી તેમણે કલકત્તા શહેર માંથી રેડ એપલ અને ગ્રીન એપલ બોરનાં 800 રોપા મંગાવી ઉગાવેલ હતાં. જેમાં તેમણે કોઇપણ જાતનું બિયારણ કે ખાતર ના ઉપયોગ કર્યો વગર માત્ર ગૌમુત્ર અને છાણ નો ઉપયોગ કરી ઓર્ગેનિક બોરની ખેતી કરી હતી. આ બોર તે ગુજરાત રાજ્ય તેમજ બહારના…
Read Moreશિયાળાની ફુલ ઠંડીની શરૂઆત થતાં જ ગોળના રાબડા ધમધમવા લાગ્યા
હિન્દ ન્યુઝ, વેરાવળ સમગ્ર વિસ્તારમાં શેરડીનો સારો થયો હોય ત્યારે જીલ્લામાં ખાંડના ઉદ્યોગો બંધ હોવાથી દેશી ગોળના રાબડા શરૂ થયાં છે. આ વર્ષ સમગ્ર પંથકમાં અનેક ગોળના રાબડા ધમધમવા લાગ્યા છે. સિઝનમાં શેરડીનું ધણું ઉત્પાદન થયું છે. શિયાળાની ઋતુમાં બહારથી આવતા શ્રમિકોને કામ મળી રહે છે. જો કે ધણા સમયથી સૌરાષ્ટ્ર પંથકમાં રાબડા શેરડીની ખેતી કરતાં ખેડૂતો માટે આશિર્વાદ રૂપ સાબિત થાય છે. ગોળમાં પણ હવે લોકો આરોગ્ય માટે જાગૃત થતાં હોવાથી દવા વગર નો ગોળ ખરીદવાનો આગ્રહ વધું રાખે છે અને ફસ્ટ અને સેકન્ડ ની કોવોલીટીનો ખાવામાં વધું ઉપયોગ…
Read Moreતાલુકા સેવાસદન વિરમગામ ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો
હિન્દ ન્યુઝ, વિરમગામ તાલુકા સેવાસદન વિરમગામ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સ્વેછિક રક્તદાન શબિર કેમ્પ યોજાયો. દેશ માં કોરોના ની મહામારી ના કારણે રક્તની અછત ઊભી ના થાય તે માટે આજે રેડ ક્રોસ બ્લડ બેંક અને જીલ્લા વહીવટ તંત્ર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો. જેમાં આજે વિરમગામ પ્રાંત અધિકારી સુરભી ગવતમ, ભાજપ જિલ્લા પ્રમુખ હરશદગીરી ગોસ્વામી હાજર રહ્યા હતાં. જેમાં વિરમગામ ના રહીશોએ દેશ અને સમાજ રોગમુક્ત બને એ માટે ખુબ જ ઉત્સાહિત થઈ ને રક્ત દાન કરી ઉમદા કાર્ય કર્યું હતું. રિપોર્ટેર : નસીબ મલેક વિરમગામ
Read Moreઆજે વિરમગામ ખાતે કિસાન સૂર્યોદય યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, વિરમગામ વિરમગામ સિદ્ધનાથ મંદિર હોલ ખાતે કિસાન સૂર્યોદય યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું. હવે ખેડૂતોને રાત્રે નહીં દિવસે વીજળી આપવામાં આવશે. તેવા સંકલ્પ સાથે સૂર્ય યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં ભારતીય જનતા પાર્ટી અમદાવાદ ના પ્રમુખ હરસદ ગીરી ગોસ્વામી પ્રાંત અધિકારી સુરભી ગૌતમ જી.એચ. એન્જિનિયર મેહસાણા, એ.એન.ખાલપડા સાબરમતી, જી.પી.પરમાર સુપ્રી. ટેન્ડ.એન્જિનિયર જેટકો સુરેન્દ્રનગર, વિરમગામ બીજેપીના આગેવાનો, વિરમગામ વિદ્યુત બોર્ડ ટાઉન ના અધિકારી, રૂલર ના ડી. પટેલ અને વિરમગામ ના આજુ બાજુ ના ગામના ખેડૂતો હાજર રહ્યા હતા. રિપોર્ટેર : નસીબ મલેક, વિરમગામ
Read More