રૈયા ગામે કોરોના વેકસીન બુથ ડેમોસ્ટ્રેશન કરાયું

હિન્દ ન્યુઝ, દિયોદર

બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ના માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારી ડો. બ્રિજેશ વ્યાસ ના નેજા હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પગાર કેન્દ્ર શાળા માં કોરોના વેકસીન બુથ પર ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં રૈયા મેડિકલ ઓફિસર દ્વારા આ વિશે માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ આવનાર સમય માં કોરોના ની રસી કરણ બુથ નું આયોજન સમયે લાભાર્થીઓ ની સુવિધા અને અડચણો વિશે માહિતી મેળવી શકાય તેમજ કોરોના રસીકરણ બુથ માં કોઈ ખામી ન સર્જાય તે માટે આ ડેમોસ્ટ્રેશન કરાયું હતું. જેમાં રૈયા સુપરવાઈઝર દાદુજી અને રેખાબેન અને તમામ સ્ટાફ ભાઈ બહેનો આશા વર્કરો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment