હિન્દ ન્યુઝ, રાજકોટ
તારીખ: ૦૮-૦૧-૨૦૨૧, તાજેતરમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા પડોશી રાજ્યોમાં પક્ષીઓમાં બર્ડ ફ્લુ (એવીયન ઇન્ફ્લુએન્ઝા) નો રોગ જોવા મળેલ છે. આ રોગ પક્ષીઓમાં ઝડપથી ફેલાય છે. પક્ષીઓમાંથી માનવમાં પણ ફેલાય છે. જે ધ્યાને લેતા રાજ્ય સરકારની અગ્ર મુખ્ય વન સંરક્ષકની કચેરી તરફથી મળેલી સુચના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલ તા. ૦૯-૦૧-૨૦૨૧ થી પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયનું પક્ષીઘર બંધ કરવાનો નિર્ણય કરેલ છે.