હિન્દ ન્યુઝ, રાજકોટ
બાગાયત ખાતાની વિવિધ ૪૭ જેટલા ઘટકોમાં સહાય યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડુતો તા. ૩૧/૦૫/૨૦૨૫ સુધી http//ikhedut.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરી શકશે. જે બાગાયતદાર ખેડુતો બાગાયતી યોજનાઓનો લાભ લેવા માંગતા હોય તેઓએ આઇ- ખેડુત પોર્ટલ પર નોંધણી કરવી ફરજિયાત રહેશે. ઓનલાઇન અરજી બાદ તેમાં જણાવ્યા મુજબના સાધનિક કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે.
અરજીની નકલ મંજુરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનીક કાગળો સહિત જિલ્લા બાગાયત કચેરી ખાતે જમા કરાવવાના થશે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨/૩ જીલ્લા સેવા સદન-૩, સરકારી પ્રેસની બાજુમાં, રાજકોટ,ફોન નં:-૦૨૮૧-૨૪૪૫૫૧૭,રાજકોટ ખાતે રૂબરૂ અથવા ટેલીફોનીક સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક રાજકોટની યાદીમાં જણાવાયું છે.
