મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં તમામ જિલ્લાના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આવતીકાલ તા.7 મે, 2025ના રોજ સિવિલ ડીફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવાની આપવામાં આવેલ સૂચનાના સંદર્ભમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી આજે તમામ જિલ્લાના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને આ બાબતની તૈયારીઓની સમીક્ષા હાથ ધરી હતી.

આ બેઠકમાં GEB, અગ્નિશામક, વન વિભાગ, PWD, તબીબી, હોમગાર્ડ, મહેસૂલ, કલેકટરની કચેરીઓ અને પોલીસ ડિપાર્ટમેન્ટ, મ્યુનિસિપલ કમીશ્નરની કચેરીઓ જેવા વિવિધ વિભાગની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ મોકડ્રીલ માત્ર સતર્કતા અને પૂર્વ તૈયારીરૂપે થવાની હોવાથી કોઈ પણ નાગરિકે ભય કે ગભરાટ રાખવાની જરૂર નથી.

Related posts

Leave a Comment